ચાર દિવસનો ભારતકૂલ ફેસ્ટિવલ | 14-15-16-17 નવેમ્બર | અમદાવાદ
ભારતકૂલ ફેસ્ટિવલમાં મુશાયરો
16 નવેમ્બર, 2024, બપોરેઃ 4.30
ગુજરાત યુનિવર્સિટી કૅમ્પસ, સેનેટ હૉલ પાસે, યુનિ. ટાવર, અમદાવાદ.
‘આંગણું ગઝલનું’ પુસ્તક 44 શાયરોની ગઝલોનું સંપાદન છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રકાશિત આ સંચયના લોકાર્પણના કુલ સાત કાર્યક્રમ વિવિધ કેન્દ્રોમાં થાય એવો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ ઉપરાંતનો અતિરિક્ત કાર્યક્રમ ભારતકૂલ ફેસ્ટિવલમાં થવાનો છે એનો આનંદ પણ છે અને રોમાંચ પણ છે.
કવિમિત્ર હરદ્વાર ગોસ્વામીના સંયોજન-સંચાલનમાં નિર્ધારિત મુશાયરામાં અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવનું પ્રોત્સાહન નવોદિત શાયરો માટે વિશેષ મહત્ત્વનું છે.
કાર્યક્રમની વધુ વિગતો નીચે કાર્ડમાં છે.


અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત ચાર દિવસના ભારતકૂલ ફેસ્ટિવલમાં અનેક પ્રતિભાઓ પ્રસ્તુતિ કરવાની છે. તેની વધુ માહિતી આ લિંક દ્વારા મળશે.