આપવાનાં કેટલાં ને રાખવાનાં કેટલાં! ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

વિશ્વમાં અને રાષ્ટ્રીય સ્તરે કેટલા બધા બનાવો બની રહ્યા છે. ઈઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધનો દીવો તો અખંડ બળી રહ્યો છે. હુતી-હિઝબુલ્લા સાથે ઈરાન પણ ઉમેરાઈ ચૂક્યું છે. બીજી તરફ અમેરિકામાં રસાકસી સાથે  સત્તાપલટો થયો અને ટ્રમ્પ સરકાર ફરી સત્તા પર આવી.

Donald Trump elected US president in stunning comeback

અમેરિકાની ચૂંટણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આખી દુનિયા પર અસર પાડે છે. સૌથી વધારે જીડીપી અને ડોલરનું વર્ચસ્વ ધરાવતા અમેરિકાની ગુડ બુક્સમાં રહેવા મોટા ભાગના દેશો પ્રયાસ કરે છે. ભારેખમ દેવું અને ફુગાવાનું જોર હોવા છતાં અમેરિકાનું મહાસત્તાનું સ્ટેટસ સશક્ત છે. અમેરિકા ફર્સ્ટની નીતિમાં માનતા બિઝનેસમેન ટ્રમ્પ હવે કેવા નિર્ણયો લે છે એના પર વૈશ્વિક બજારોની નજર રહેશે. કિરણસિંહ ચૌહાણ સ્વ-નિરીક્ષણ પર ભાર મૂકે છે…

જેવી તું ઝંખે છે ઝળહળ નથી
મારી પાસે પાણી છે, મૃગજળ નથી
કેટલા આગળ છીએ જોયું નહિ
એટલું જોયું કે બહુ પાછળ નથી

Running Session - Indian File | runbundle

બધાને જિંદગીમાં આગળ આવવું હોય છે. મહત્ત્વાકાંક્ષા ધરાવનાર લોકો પોતાનાં સપનાં સાર્થક કરવાં રાતદિવસ એક કરે છે. જેની પાસે દૃઢ સંકલ્પ હોય, દીર્ઘદૃષ્ટિ હોય અને જોખમ ખેડવાનું સાહસ હોય એ માણસ માટે આકાશ પણ કોઈ સીમા નથી હોતી.

ચૂંટણીના પડઘમ મહારાષ્ટ્રમાં પણ વાગી રહ્યા છે. મતદારોએ પસંદગી કરવાની છે કે તેમને કામ કરનારી સરકાર જોઈએ છે કે કામ રોકનારી. જો કે સત્તા મેળવવા હવે મોટા ભાગના રાજકીય પક્ષો રેવડીની ભરપૂર લ્હાણી કરે છે.

Free 'Revdi' Culture Destroying India? | Akash Banerjee - YouTube

આ તો લૉન લઈને દાન કરવાની વાત થઈ. આ વૃત્તિ રાજકોષને મોંઘી પડવાની પારાવાર સંભાવના રહેવાની. રશીદ મીર આયનો દર્શાવે છે…

જીવવામરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી
કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડયા
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી

વફાદારી લોહીમાં વહેતી હોય છે. ભાઈબંધ કે સ્વજનને છેતરીને ટૂંકા ગાળાનો લાભ જોનાર વ્યક્તિ લાંબા ગાળાના સંબંધોને નુકશાન કરે છે. તત્પૂરતો ફાયદો નફાનો નહીં, ખોટનો ધંધો પૂરવાર થઈ શકે.

The Most Powerful Betrayal in History - Why we Betray. - The Uncoiled

સમાજમાં ભૌતિક પ્રગતિને જેટલું મહત્ત્વ અપાય છે એટલું સંવેદન-હનનને અપાતું નથી. જેની સાથે દગો થયો હોય એ પીયૂષ ચાવડાની વ્યથા સાથે સંમત થશે…

ક્યાં જીવાતું સાવ હળવાફૂલ થઈ?
શ્વાસ પર પીડાનો મોટો ગંજ છે
કેટલા આઘાત તું આપીશ મને?
યાર.. પથ્થર નથી કૈં, પંડ છે

હળવાફૂલ થઈ જીવવું અઘરું છે. વજનકાંટો શરીરનું વજન બતાડે છે. એમાં અપેક્ષાઓનું વજન ડિસ્પ્લે થતું નથી. એક તરફ ઘણું બધું પામવાની લાલસા હોય તો બીજી તરફ નિરાંત મેળવવાની અભીપ્સા પણ હોય. આ બે વિચારધારા વચ્ચેનું સંતુલન કસોટી કરે છે.

Creating the Perfect Work/Life Imbalance | Businessing Magazine

હૃદય જે કહેતું હોય એ બુદ્ધિ સ્વીકારવા તૈયાર નથી હોતી. ઘણી વાર આપણું અક્કડ વલણ આપણા જ રસ્તામાં અવરોધો સર્જે છે. કુતુબ આઝાદ વડીલની જેમ સમજાવે છે…

નશીલી છે નજર તો પણ નજર કેટલા વરસો
છે પોલાદી જિગર તો પણ જિગર કેટલા વરસો
રટે છે નામ ઈશ્વરનું, કરે છે પાઠ ગીતાના
રહે છે કિંતુ જીવનમાં અસર કેટલા વરસો

આપણી દૃઢ માન્યતા પર જ્યારે સમય મસમોટો ગોબો પાડે ત્યારે જાત સામે નીચાજોણું થઈ જાય. કારકિર્દીને કારણે એકલપેટા રહેવાનો નિર્ણય આધેડ કે પાછલી ઉંમરે ખોટો જણાય ત્યારે અફસોસ થાય.

How to Lead a Bachelor's Life: 10 Steps (with Pictures) - wikiHow

નાનીઅમથી વાતે બે હૈયામાં મોટી તિરાડ પડી હોય ત્યારે પારાવાર રંજ થાય. સાયુજ્ય સંજોગની વાત હોય તો સામીપ્ય સંપર્કની વાત છે. ગિરીશ મકવાણાનો રંજ અતીતરાગમાં ઝબોળાયેલો છે…

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે
સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે

અફસોસનું અર્થઘટન કરવાનો વિશેષ મિનિંગ રહેતો નથી કારણકે સ-વિશેષ દિવસો તો પસાર થઈ ચૂક્યા હોય છે.

Lamenting in Marriage

લાસ્ટ લાઈન

માપી-માપી માણસોને માપવાનાં કેટલાં?
બિલ વાંચે તોય પૂછેઃ આપવાનાં કેટલાં!

દેખવાનાં કેટલાં ને દાઝવાનાં કેટલાં?
ઝાંઝવા પૂછે હરણનેઃ હાંફવાના કેટલાં?

તું બીજાનાં માણસોની છોડ, પહેલા એ કહેઃ
તારા ખુદનાં માણસો તારા થવાનાં કેટલાં?

એ વિચારોમાં જ પહેલાં પૂલ તૂટી જાય છે,
આપવાનાં કેટલાં ને રાખવાનાં કેટલાં!

જો! કવિ રણની બજારોમાં કરે છે ભાવતાલઃ
આ તરસના કેટલાં? આ ઝાંઝવાના કેટલાં?

વધતાં-ઓછાં ને ગુણાકારો તો સમજાયાં `નિનાદ’,
જિંદગીમાં, જિંદગીને ભાગવાનાં કેટલાં?

~ નિનાદ અધ્યારુ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. તું બીજાનાં માણસોની છોડ, પહેલા એ કહેઃ
    તારા ખુદનાં માણસો તારા થવાનાં કેટલાં?
    વાહ ખૂબ સરસ આલેખન