ચૂંટેલા શેર ~ રાજેશ બ્રહ્મભટ્ટ ‘રાજ’ (વડોદરા) ~ ગઝલસંગ્રહઃ શબ્દની ક્યારી

ભલેને દૂર મારાથી રહ્યાં
હું ગઝલમાં એમને લાવ્યો સતત
*
કંઈક અંદર તૂટતું લાગે સતત
સત્ય કહું: કંઈ ખૂટતું લાગે સતત
*
જિંદગીમાં ના કશી ફરિયાદ છે
તોય શાને આંખમાં વરસાદ છે
*
ક અખતરો સાવ મેં નવતર કર્યો
સૂર્ય સામે આયનાને મેં ધર્યો
*
હું નથી અવતાર છોને કર્ણનો
આપવા જેવું ઘણું આપી દીધું
*
શું કરું પાગલ પવનનું શું કરું?
કોઈકનાં એ ઘર ઉડાવી બેઠો છે
*
નમાં કંઈ ચાલતી હતી ઘટના
ના બનેલા બનાવમાં જીવ્યો
*
ક્યાં કદી પણ નાત સાથે હોય છે
જંગ મારો જાત સાથે હોય છે
*
વે તો જળ પ્રદુષિત છે; નદી, દરિયા, તળાવોનું
જશે જળચર બિચારાં ક્યાં હવે તો નીર ત્યાગીને!?
*
થી દોષી દર્પણ, કહી દઉં જો સાચું
સ્વયંને નિહાળી છળી જાઉં છું હું
*
ચ્છા ફળે નહિ તે માટે
શ્રીફળ કશે ફોડવું છે
*
યુદ્ધ કરવું છે જરૂરી જાત સાથે તે છતાં
જેમ માણસ અન્ય સાથે રાત દિ’ લડતો રહ્યો
*
ત્યને જો તું પચાવી નહિ શકે
તો તને કોઈ બચાવી નહિ શકે
*
છે જગતમાં અવનવા રંગો છતાં
શ્વેત મારો માત્ર ગમતો રંગ છે
*
માછલી જાળમાં નથી આવી
ક્યાંથી એને મળી છટકબારી!
*
ધૂળ માથા પર ચડાવું ગામની
કમ નથી સહેજે વતન વ્રજધામથી

~ ગઝલસંગ્રહઃ શબ્દની ક્યારી
~ પ્રાપ્તિસ્થાનઃ ગોપી તેજસ બ્રહ્મભટ્ટ
સી-4, પૂજાપાર્ક સોસાયટી
ન્યૂ વી.આઈ.પી. સરદાર એસ્ટટ રોડ
વડોદરા – 390 019.
મોઃ 78748 57873

આપનો પ્રતિભાવ આપો..