ભેદ (ગીત) ~ રમેશ પારેખ ~ સ્વર અને સ્વરાંકન : જન્મેજય વૈદ્ય

સ્વરાંકન સૌજન્ય: ભૂમા વશી
તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું
તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે
મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું
તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?
~ રમેશ પારેખ
શાંભળવાની ખુબ મજા આવી.
.
કવિશ્રી રમેશ પારેખના સુંદર ગીત ભેદનું જન્મેજય વૈદ્યનુ સ રસ સ્વર અને સ્વરાંકન :
Thank you 🙏