સંત ~ રમેશ પારેખ
આલબમ: કાળ સાચવે પગલાં
પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુક્તિ વહેંચે, નહીં વાઘાં, નહીં ડગલા
કેવળ હસ્તી, ગરીબાઈ કે ગરથ અડે નહીં કશાં
નિજમાં નિજની મબલખ મસ્તી, છતાં ઉન્મની દશા
ટેવે સૌને સરખાં, એને નહીં અરિ, નહીં સગલાં
આજ કોઈને ફળિયે, કોલે કોઈ અરણ્યે જડે
પડે ન સ્હેજે ખુદનો ડાઘો એમ જગતને અડે
દુર્લભ એ દરવેશ કે જેનાં કાળ સાચવે પગલાં
~ રમેશ પારેખ (29-7-2004)
કાવ્યસંગ્રહઃ કાળ સાચવે પગલાં (સં. નીતિન વડગામા)

વાહ! સુંદર રચના અને સ્વરાંકન.
સરયૂ પરીખ
રપાની અદભુત રચના સુરેશ જોશીના સ્વરમા માણતા આનંદ
પાની પીજો છાનકે ગુરુ કીજો જાનકે છતા સાંપ્રત સમયે સંતોને નામે ઠગ લોકો છેતરે છે . આ રચના
સંતના લક્ષણો સરળ છતા સટિક શબ્દોએ વર્ણવ્યા છે જે દ્વારા સાવધ કરે છે.
જ્યારે ઢગલાબંધ ઠગારાં માણસો સંતનો અંચળો ઓઢીને શેતાની કામ કરતાં હોય એવા દંભી કલિકાળમાં રમેશ પારેખ જેવાં સમર્થ કવિ જ ગણ્યાગાંઠ્યા શબ્દોમાં સંતના લક્ષણો ગણાવીને આપણને સાવધ કરે.
સુંદર👌
સુંદર