રમેશમાં ~ રમેશ પારેખ

સ્વરકાર : રિષભ મહેતા
સ્વર : રિષભ મહેતા – રાગ મહેતા
(પિતા-પુત્રના યુગલ સ્વરોમાં )

શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં
મળતા નથી રમેશના રસ્તા રમેશમાં

ગુલમ્હોર પણ લટાર કદી મારતા હશે
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં

ખોદો તો દટાયેલું કોઇ શહેર નીકળે
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં

આખ્ખું ય રાજપાટ હવે સૂમસામ છે
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં

ફરતું હશે કોઈક વસંતી હવાની જેમ
આજે ઝૂલે છે એકલાં જાળાં, રમેશમાં

ઇશ્વર, આ તારી પીળી બુલંદીનું શું થશે?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં

જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં

રમેશ પારેખ (કૃતિ સર્જન તા. 9-12-1972)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. રિષભ મહેતા – રાગ મહેતાના સ્વરોમાં વારંવાર માણવાની મઝા.
    આખ્ખું ય રાજપાટ હવે સૂમસામ છે
    કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં
    સાંભળતા તેમના કરુણ મૃત્યુની યાદ આવી .અમદાવાદમા ગંભીર સ્થિતી થતા ત્યા સારવાર કરવાને બદલે રાજકોટ ન લાવ્યા હોત તો..? કદાચ દાખલ કરતા પહેલા મોટી રકમ જમા કરાવવાની પધ્ધતિ…