આપી છે કન્યાદાનમાં એણે નદી વરસાદમાં ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

(વરસાદી કવિતા : ભાગ-૧) 

જૂનમાં રિસાયેલો વરસાદ આખરે જુલાઈમાં રૂઆબભેર વરસ્યો. દસ ટકા પાણીકાપમાં મુંબઈગરાનો જીવ ઉચ્ચક થઈ ગયેલો અને વીસ ટકા પાણીકાપની બીકથી શિયાંવિયાં થઈ ગયેલો. બે કરોડથી વધારે વસતી ધરાવતા મુંબઈમાં જો સમયસર અને પ્રમાણસર વરસાદ ન પડે તો જળાશયોના તળિયા દેખાવા લાગે.

Attention Mumbaikars: Water Cut Expected In These Areas; Check List And Water Timings Here

વર્ષારાણી આવવામાં મોડું કરે છે પણ આવ્યા પછી મોળું નથી વરસતી એ આપણા પર મોટો ઉપકાર છે. ડૉ. પ્રણય વાઘેલા તરસ અને તૃપ્તિને જોડે છે…

તું કદી તરસાવે પારાવાર પણ
ને કદી વરસ્યો છે અનરાધાર પણ
છે અસર તારીય વરસાદી પ્રણય
દર્દ પણ તું, દર્દનો ઉપચાર પણ

તરસનો ઉપચાર પાણી છે, પણ પાણી વધારે પ્રમાણમાં ન પીવાય. પંદરમી સદીમાં સજા રૂપે પાણીનો ઉપચાર કરવામાં આવતો. ના, આ નેચરોપેથીમાં હોય છે એવો ઉપચાર નહોતો. ખરેખર તો એ વોટર ટોર્ચર હતું, જેમાં કેદીને પાણી પીવડાવી પીવડાવીને અધમૂઓ કરી મૃત્યુને હવાલે કરવામાં આવતો.

Water cure (torture) - Wikipedia

જેને તરતા આવડતું ન હોય એને પાણીમાં ભયંકર ગૂંગળામણ થાય છે. જાહેર પ્રદર્શનોમાં પોલીસ ઘણી વાર વૉટર કેનનનો ઉપયોગ કરે ત્યારે પ્રદર્શનકારી થોડી ક્ષણ માટે તો ગૂંગળાઈ જાય.

My city doesn't need water cannons, it needs a police force we can trust' | New Internationalist

અંકિતા મારુ `જિનલ’ ક્ષણભંગુરતાની વાત કરે છે…

ના નદી ગંગા કે ના કૈલાસ છું
ના દુઃખીની આંખની ભીનાશ છું
વાર શું જિનલ સુકાતા લાગશે
હું તો ચોમાસે ઊગેલું ઘાસ છું

વરસાદ પડે એટલે થોડા દિવસમાં જ ઘાસ ફૂટી નીકળે. વર્ષાઋતુ વિશે નિબંધ લખતી વખતે ધરતીએ લીલી રંગની સાડી પહેરી છે એવું આપણે અચૂક લખતા. આજને બાળકે જો લખવું હોય તો ધરતીએ પ્લાસ્ટિકની કબાડી પહેરી લીધી છે એવું લખવું પડે.

રસ્તા ભીના પણ થાય છે અને ગંદા પણ થાય છે. માર્કેટ વિસ્તારમાં તો રસ્તા ઘાની જેમ પચપચી જાય. જે નસીબવંતો મુંબઈગરો નરીમાન પૉઈન્ટની પાળીએ બેસીને ટેસથી વરસાદી વ્હાલ ઝીલે છે એ ક્ષણભર માટે ટેસ્લાના માલિક એલન મસ્ક જેટલો ધનવાન બની જાય છે.

Mumbai Monsoon: Mumbaikars enjoy high tide at Marine Drive — See Pics

અહીં મહત્ત્વ આંકડાનું નથી, મહત્ત્વ આનંદનું છે જે નાની-નાની વાતોમાંથી નિષ્પન્ન થતો હોય છે. ભારતી વોરા `સ્વરા’ પ્રિયજન સાથેનો આનંદ વ્યક્ત કરે છે…

ભીંજાયો છું રોમેરોમે ચોમાસે
વરસી છે તું મુશળધારે ચોમાસે
વાવી દઉં થોડાં બી હૈયાની ધરતી પર
કોઈ પોતીકું ઊગી જાશે ચોમાસે

આ ઋતુમાં સરકારી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓ પોતપોતાની રીતે વૃક્ષારોપણના કાર્યો કરે છે. એક પ્રકાશકે બીજને છાપામાં સમાવી વાવણીની ઝૂંબેશ ઉપાડી. બીજ વાવવાનું કામ ગમે એટલું કરીએ તોય ઓછું જ પડવાનું. હરિયાળીનું નિંકદન એ હદે નીકળી ગયું છે કે એને સરભર કરવા દાયકાઓ જોઈએ શહેરોમાં કોંક્રિટીકરણને કારણે ધરતીમાં પાણી ઉતરતું નથી એટલે થોડા વરસાદમાં પણ નાના નાના હોજનું નિર્માણ થતું હોય છે. શહેરવાસીઓ હવે એવા ટેવાઈ ગયા છે કે રસ્તા પર પાણી ભરાય તો હાયવોય કરવાને બદલે એમાં રમીને હળવા થાય છે.

https://www.instagram.com/reels/DaeupPdu5YQ/

ડૉ. ભૂમા વશી વરસાદને વધાવે છે…

અહીં કાગળની હોડીમાં બધો આનંદ બેસાડી
પછી પાડે છે સૌ તાળી, જુઓ વરસાદ આવે છે
કદી આડો, કદી ત્રાંસો, કદી ફરફર, કદી છાંટા
પવનની પાદુકા પહેરી જુઓ વરસાદ આવે છે

Slanted rain Vector Images & Graphics for Commercial Use | VectorStock

વરસાદ એટલે આમ તો આભથી વરસતું પાણી પણ એને આપણે વિવિધ નામે ઓળખીએ છીએ. એકદમ ઝીણો વરસાદ હોય અને માત્ર રૂંવાટી ભીની થાય એને ફરફર કહેવાય. દિવસો સુધી આ ઝીણો વરસાદ ચાલુ રહે તો એને ઝડી કહેવાય. ફરફરથી મોટાં ટીપાં હોય એને છાંટણા કહેવાય. છાંટણાથી મોટાં ટીપાં ફોરા કહેવાય. છાપરાના ખૂણાઓ પરથી પાણી વહેવા લાગે તેને નેવાધાર કહેવાય. જેની ધારાઓ સતત વરસે એવા સળંગ વરસાદને અનરાધાર કહેવાય. નિશિ સોલંકી સખી સાથે વાત કરે છે…

થિરકતાં ઓટલા આંગણ, સજાવ્યાં સાથિયે ઉંબર
જરા હું આંજી લઉં કાજળ, સખી વરસાદ આવે છે
ક્ષિતિજને મેઘદલ અડકે, બળદનાં ઘૂઘરા ઘમકે
વિખેરે બૂંદ ભાતીગળ, સખી વરસાદ આવે છે

લાસ્ટ લાઈન

તપતી ધરાને આજ તો ટાઢક વળી વરસાદમાં
લાલાશ જો ગુલમ્હોરની ઝાંખી પડી વરસાદમાં

પલળી અને બેસી ગયા છે પંખીઓ સૌ ઝાડ પર
આકાશમાં ઊડે છે કાળી વાદળી વરસાદમાં.

લાગે પહાડો પર હશે દરિયાનું લેણું એટલે
આપી છે કન્યાદાનમાં એણે નદી વરસાદમાં

વરસાદની બુંદો સનમને એવી તે શણગારતી
જોવાને એને ઇન્દ્ર કરતા વીજળી વરસાદમાં

– કાકા કુંજ સંજયકુમાર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.