દાગ દેહલવી – ભાવિન ગોપાણી

ले चला जान मिरी रूठ के जाना तेरा
ऐसे आने से तो बेहतर था न आना तेरा

ख़ूब पर्दा है कि चिलमन से लगे बैठे हैं
साफ़ छुपते भी नहीं सामने आते भी नहीं

सर मिरा काट के पछ्ताइएगा
झूटी फिर किस की क़सम खाइएगा

जिस में लाखों बरस की हूरें हों
ऐसी जन्नत को क्या करे कोई

इस नहीं का कोई इलाज नहीं
रोज़ कहते हैं आप आज नहीं

दाग़ देहलवी

દાગસાહેબની વાત કરવી છે પણ એ વાત સુધી પહોંચવા માટે પહેલા ૧૯૬૨માં રિલીઝ થયેલ ફિલ્મ ‘આરતી’નું એક ગીત જે જોવું અને સાંભળવું ખૂબ ગમે એવું છે એ ગીતને યાદ કરીએ ગીતના શબ્દો છે ‘મજરૂહ સુલ્તાનપુરી’ના અને રફીસાહેબ અને લતાજીએ સ્વરબદ્ધ કરેલ છે… ગીતનું મુખડું છે
आपने याद दिलाया तो मुझे याद आया”
के मेरे दिल पे पड़ा था कोई ग़म का साया
આ ગીતની શરૂઆત મજરૂહ સુલતાનપુરીએ જે પંક્તિથી કરી છે
“आपने याद दिलाया तो मुझे याद आया”
આ પંક્તિ મૂળ દાગસાહેબના એક શેરનો મિસરો છે
દાગસાહેબનો એ શેર છે કે….
लीजिए सुनिए अब अफ़साना ए फुरकत मुझसे
“आपने याद दिलाया तो मुझे याद आया”
दाग देहलवी

ફિલ્મી ગીતો અને સંવાદોમાં કોઈ પણ કવિના શેર કે શેરના મિસરાનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે… આવા બીજા પણ અનેક ઉદાહરણ મળી શકે…પણ અહીં આપણે આ સંદર્ભમાં વાત કરીએ છીએ દાગસાહેબની

1978માં આવેલ ફિલ્મ ‘ત્રિશૂલ’ જેમાં સલીમ-જાવેદના લખેલા સંવાદ એટલા લોકપ્રિય થયા કે ફિલ્મરસિકોને તે મોટાભાગે કંઠસ્થ હોય આ ફિલ્મમાં રાખી અને અમિતાભ બચ્ચન વચ્ચેના સંવાદમાં રાખી એક ડાઈલોગ કહે છે કે
“जो लोग कुछ नहीं करते कमाल करते हैं” .. વર્ષો પછી આ જ ડાઈલોગ શાહરૂખ ખાન પણ એક ટોક-શોમાં બોલે છે જેની રીલ ખૂબ વાઈરલ થઈ હતી.

આ પંક્તિ જે આ શેરનો એક મિસરો છે દાગસાહેબનો એ શેર જોઈએ

हज़ारों काम मोहब्बत में हैं मज़े के ‘दाग़’
जो लोग कुछ नहीं करते कमाल करते हैं
– दाग देहलवी

1990માં રીલિઝ થયેલ ફિલ્મ ‘બહાર આને તક’ની એક લોકપ્રિય ગઝલ જેના ગાયક હતાં અનુરાધા પૌડવાલ અને પંકજ ઉધાસ અને લેખક હતા ઈબ્રાહીમ અશ્ક. ગઝલના શબ્દો છે…
मोहब्बत इनायत करम देखते है
कहाँ हम तुम्हारे सितम देखते है
આ ગઝલ જે જમીન પર કહેવાઈ છે એ જ જમીન પરની દાગ સાહેબની ગઝલનો મત્લા અને બે શેર..,,
( જો કે આ જમીન પર અગાઉ કહેવાયેલી ગાલિબની ગઝલ પણ છે
बना कर फ़क़ीरों का हम भेस ‘ग़ालिब’
तमाशा-ए-अहल-ए-करम देखते हैं
શક્ય છે કે આ જમીન પર અન્ય પણ ઘણાં શાયરે ગઝલ કહી હોય ..)

દાગસાહેબની ગઝલનો મત્લા અને બે શેર..,
तमाशा-ए-दैर-ओ-हरम देखते है
तुझे हर बहाने से हम देखते है

ग़नीमत है चश्म-तग़ाफ़ुल भी उन की
बहुत देखते है जो कम देखते है

सलामत रहे दिल बुरा है कि अच्छा
हज़ारों में ये एक दम देखते हैं

આગળ અવસરે…!

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.