ઈશ્વરને મેં સાવ લગોલગ જોયા છે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

ઈશ્વર અલગ અલગ સ્વરૂપે આપણી સામે ઉપસ્થિત થાય છે અને આપણે એને જોવાનું ચૂકી જઈએ છીએ. ગાયમાં દેવતાઓનો વાસ છે એવું શાસ્ત્ર કહે છે. ફૂલો ઈશ્વરનું સુગંધિત સ્વરૂપ છે. નદી અને સાગર ઈશ્વરનું પ્રવાહી સ્વરૂપ છે. પવન ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ છે. આ બધામાં માનવતા ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ છે.

The Impact of Humanity on Humans - Smart Strategies for Successful Living

જેના અંતરમાં શુભ અને લાભની ભાવના છે એ બધા પરમ તત્ત્વના ફરિશ્તા છે. છતાં આપણી શંકા કાયમ સળવળતી રહે છે. ગૌરાંગ ઠાકર વેધક સવાલ પૂછે છે…

તું ઈશ્વર ઉપર કેમ શંકા કરે છે?
સૂરજ આથમી રોજ ઊગ્યા કરે છે
હું મારામાં ભાળું તો લાગ્યા કરે છે
મને કોઈ અંદરથી જોયા કરે છે

આપણી ભીતર એક ચોકીદાર હોય છે જે આપણી બધી ગતિવિધિ પર નજર રાખે છે. આપણે ખોટું કરીએ ત્યારે એ આપણને રોકવાનો પ્રયાસ કરે છે પણ આપણે એને ગણકારતા નથી. કમનસીબે આ ચોકીદાર માત્ર નિર્દેશ કરી શકે છે, દંડો પછાડીને અટકાવી નથી શકતો.

How Listening To Your Inner Voice Can Change Your Life - Vision, Belief, Change

એને ખબર છે કે મોટા શેઠ કે ખોટા શેઠ કોઈનું સાંભળવાના નથી, પોતાનું ધાર્યું જ કરવાના છે. વળી શેઠની દૃષ્ટિ ટૂંકી છે એટલે દૂરનું જોઈ શકવાની નથી. અમૃત ઘાયલ જીવનસાર તારવી આપે છે…

જોયા છે ઘણાંને મેં ઘાયલ
ટોચેથી ફેંકાઇ જતા
એકાદ ઘડી તો એમ
આવીને મિનારે ઊભો છું

એકાદ ઘડી દરિયાકિનારે કે સાંજે બારી પાસે ઊભા રહીને જાત સાથે સંવાદ કરીએ તો અનેક પ્રશ્નોના હલ મળી શકે. હલ કદાચ ન મળે તોપણ કોઈ દિશાનિર્દેશ તો જરૂર મળી શકે. વિધિની વક્રતા એ છે કે આપણી પાસે વેબ સિરિઝના પાંચ એપિસોડ એકસાથે જોવાનો સમય છે, પણ જાત સાથે બે ઘડી વાત કરવાનો સમય નથી.

Top 10 Indian Web Series That Are a Must-Watch for an Unforgettable Entertainment Experience - Borok Times

પ્રવીણ શાહ વિમાસણ વ્યક્ત કરે છે…

ઘડી બે થોભવું છે શ્વાસ લઈને
ઘણું ચાલ્યો અડગ વિશ્વાસ લઈને
સભાના મુખ ઉપર પણ પ્રશ્ન જોયા
ગયો જ્યાં, પ્રશ્ન એવો ખાસ લઈને

વિશ્વ ઘણા પ્રશ્નોથી ઘેરાયું છે, જેમાં મોટાભાગના માનવસર્જિત છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશી ગયું છે. યુક્રેનને ઘણું નુકશાન થયું હોવા છતાં એ ઝૂક્યું નથી. ઊલટું રશિયાની અંદર જઈને તેની રિફાઈનરી અને એનર્જીને માળખાગત નુકસાન પહોંચાડવામાં સફળ થયું છે.

Ukraine strikes Moscow oil refinery in large-scale drone attack, with Zelenskyy saying it's 'time the war ended' - ABC News

ઈરાન-અમેરિકા વચ્ચેનું યુદ્ધ લંબાયું પણ છે અને ગૂંચવાયું પણ છે. આ બે યુદ્ધ પરથી એ ધડો લેવાનો છે કે કહેવાતી મહાસત્તા પણ હવે દુશ્મનને ચપટીમાં રોળી નાખવાની મંછા સેવી શકે એમ નથી. કીડી હાથીને ભારી પડી શકે છે.

Is Bigger Better?

પ્રવીણ જાદવ યુદ્ધની નિરર્થકતા દર્શાવે છે…

ભવ્યતા ખંડેરની જોયા પછી
એમ લાગ્યું, મ્હેલ ત્યાં તૂટ્યો હશે
કેમ સંતાઈ ગયો ઘડિયાળમાં?
સમયને કોઇએ લૂંટ્યો હશે

સમય પસાર થવામાં માને છે. એને આપણામાં રસ નથી અને કોઈ પડી પણ નથી. એને ખબર છે કે કરોડો લોકો આવશે અને કરોડો લોકો જશે. એથી દુનિયાને કોઈ ફરક પડવાનો નથી. બધાએ પોતાને ભાગે આવેલી જવાબદારી નિભાવીને વિદાય થવાનું છે. જીવન જોવાનું છે, જાણવાનું છે, માણવાનું છે, સાર્થક કરવાનું છે અને અંતે જવાનું છે.

How to live a meaningful life: 4 expert tips, from purpose to mattering, and how finding meaning in life can enhance mental resilience | South China Morning Post

સફળતા કે નિષ્ફળતા નહીં કર્મ પ્રત્યેની નિષ્ઠા મહત્ત્વની હોય છે. શ્યામ સાધુ એને વધાવે છે…

ટેકરીઓના વાતા પવનો જોયા કરજો
આકાશી રસ્તા પર તમને માન થવાનું
સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા
કોને કહેવું? કોનું અહીં બહુમાન થવાનું

ઇચ્છાઓ રોજ જન્મે છે પણ રોજ મરે છે કે નહીં એ ભગવાન જાણે. ઇચ્છાઓનો પસારો ઘણી વાર એટલી બધો વધી જાય કે એને સંકેલવા એક જિંદગી પણ ઓછી પડે. એમાં પણ કેટલીક અવાસ્તવિક ઇચ્છાઓ સાકાર કરવાની લ્હાયમાં વાસ્તવિક જિંદગીનો નાનો નાનો આનંદ પણ આપણે ગુમાવી બેસીએ છીએ.

લાસ્ટ લાઈન

ઈશ્વરને મેં સાવ લગોલગ જોયા છે
રોજ પિતાજીના અડવા પગ જોયા છે

અજાયબી જોવાની ઇચ્છા થાય પછી?
અંગારાથી ધગધગ મારગ જોયા છે

તમને તમારી ભલમનસાઈ મુબારક હો
સાહેબ સૌએ તમને રગરગ જોયા છે

પથ્થર પથ્થર પથ્થર ને બસ પથ્થર હો
એના પર મેં ફૂલોનાં ડગ જોયાં છે

ધૂતી લે જે સઘળી પામર વૃત્તિને
એય મુસાફર! ક્યાંક એવા ઠગ જોયા છે?

રસ્તા જેવું, કેડી જેવું ભલે ન હો
એના પર પણ જીવનનાં ડગ જોયાં છે

~ રાકેશ હાંસલિયા
ગઝલસંગ્રહઃ તારું શિખર તને મળી જશે

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.