મારા અને તમારા વિચારો અલગ મળે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

પરિવારમાં બે જણના વિચારોમાં મતભેદ હોય ત્યારે ઘરની દીવાલોમાં તિરાડો પડવાનું શરૂ થાય. બે રાષ્ટ્ર વચ્ચેના મતભેદ વધે ત્યારે વૈમનસ્ય છમકલાંથી શરૂ કરી યુદ્ધ સુધી દોરી જાય. યુક્રેને રશિયાની વાઈલ્ડબેરીઝ સ્પલાય ચેઈન પર હુમલાઓ કર્યા. તો સામે પક્ષે રશિયાએ યુક્રેનના પ્રિન્ટીંગ પ્રેસ અને પ્રકાશન સંસ્થાઓ પર હુમલાઓ કર્યા એના કારણે ૧૨ મિલિયન પુસ્તકો તબાહ થઈ ગયા.

Russian attack destroys 8 million books and 600,000 textbooks in Kharkiv / The New Voice of Ukraine

એમાં સ્કૂલના બાળકો માટે પ્રિન્ટ કરેલા પાઠયપુસ્તકો પણ હતા. યુદ્ધમાં હવે બધા નિયમો નેવે મૂકવામાં આવે છે. કિસ્મત કુરૈશી અફસોસ વ્યક્ત કરે છે…

પગલાં થાય એનાં કદી પાનખર વિશે
વીતી ગઈ બહાર, હવે નહીં મળે
મન, એને જીતવાના નકામા છે ઓરતા
આપી ગયા જે હાર, હવે નહીં મળે

હાર-જીતનો ફેસલો આવે ત્યાં સુધી લાખો લોકો હોમાઈ જશે અને લાખો ઘરો તબાહ થઈ જશે. લોકોના માથેથી છત જતી રહે એ કારમો આઘાત હોય છે. તાજેતરમાં નેપાળમાં જે પૂર આવ્યા એમાં એક ઉદ્યોગપતિની કરોડોની સંપત્તિ તણાઈ ગઈ. મદદ માટે એણે બીજા પાસે હાથ લાંબો કરવો પડ્યો.

Nepal flash flood: Massive flood sweeps through Northern Nepal - The Hindu

કુદરતના ખેલ ખરેખર સમજાતા નથી. શૂન્યમાંથી સર્જન કરતાં અનેક વર્ષો લાગે પણ સર્જનને શૂન્ય થવામાં ઝાઝી વાર લાગતી નથી. શૂન્ય પાલનપુરી લખે છે…

હરદમ તને યાદ કરું, દશા મળે
એવું દરદ આપ કે જેની દવા મળે
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના
સાચો અદલ તો કે એને સજા મળે

કેટલીક વગર વાંકે સજા ભોગવવી પડતી હોય છે. ઉત્તરપ્રદેશની સોળ વર્ષની છોકરી પર દિલ્હી જતી બસમાં બળાત્કાર કરવામાં આવ્યો. બસમાં કોઈ નહોતું એટલે ડ્રાયવર અને કંડક્ટરે શેતાનિયત આચરી. ભારે વરસાદમાં છોકરી આશરો લેવા ગઈ અને એના નસીબે કારમો આઘાત આવ્યો. એ.સી. બસમાં કાચ બંધ હોય અને બસની બારીઓ પર પડદા લગાડેલા હોય એટલે અંદરનો અવાજ બહાર જાય નહીં. ૪૭  કિમી સુધી બસ દોડતી રહી અને એક છોકરી પીંખાતી રહી.

A horrifying incident in Delhi's Nangloi area has sparked nationwide outrage after a 30-year-old woman alleged she was gang-raped inside a moving private bus while returning home from work. According to police,

કડક કાયદાઓ હોવા છતાં ગુનાઓ અટકતા નથી. આવા માહોલમાં ખલીલ ધનતેજવી કહે છે એવો વિચાર તો ભાગ્યે જ કોઈને આવે…

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે
આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે

ગમે એટલી ટણી રાખો કે ગમે એટલી શેખી મારો સૌ કોઈને એકબીજાની જરૂર પડતી જ હોય છે. ખાસ કરીને માંદગી હોય ત્યારે સ્વજનની હાજરી આવશ્યક બને. બૅન્કમાં કરોડોની બેલેન્સ હોય પણ વૃદ્ધાવસ્થામાં વાત કરનારું કોઈ ન હોય એ રંજની વાત છે.

One in Three Older Americans Is Lonely, AARP Survey Says

સુખ-સુવિધા ખરીદી શકાય છે પ્રેમ ખરીદી શકાતો નથી. પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પણ પડે. આ કંઈ વન-વે ટ્રાફિક નથી. અરૂણ દેશાણી એની મહત્તા કરે છે…

એક કાગળની મને હોડી મળે
કોઈ ભીતરથી મને દોડી મળે
ઊડવાની લાખ ઈચ્છા હોય પણ
પાંખ ઉછીની અહીં થોડી મળે

પાંખ ઉછીની લીધી હોય તોય વીંઝવી તો જાતે જ પડે. અમેરિકા-ઈરાનના યુદ્ધને કારણે તેલની આયાત ખાસ્સી મોંઘી થઈ ગઈ. ભારતે અંદાજે બે લાખ કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ ત્રણ મહિનાનો જીડીપી ૭.૮ ટકા આવ્યો એટલે સરકારને હાશ થઈ.

India's real GDP growth for Q1 of FY 2025–26 (April–June 2025) has come in at 7.8% year‑on‑year, marking the highest quarterly growth in five quarters—even surpassing expectations of around 6.7%–6.8% set by

ઉત્પાદન અને વપરાશમાં વધારાને કારણે આપણે ટકી ગયા. અનેક આંતરરાષ્ટ્રીય ઉથલપાથલ દેશના આર્થિક સમીકરણ પલટાવી શકે છે. આવા સંજોગોમાં યોગ્ય આયોજન હોય તો જ સંભવિત આઘાતો સામે સારી રીતે ટક્કર ઝીલી શકાય. અમીન આઝાદ ઇચ્છા કરે છે…

મંજિલ મળી જશે, તો રહેશે કશું પછી
મુજને સતત પ્રવાસ ઠોકર વગર મળે
ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી
કોને કહ્યું અમીન માંગ્યા વગર મળે

Paint by numbers - Tree of Wishes – Figured'Art

લાસ્ટ લાઈન

મારા અને તમારા વિચારો અલગ મળે
આ પ્રેમ છે ને એના પ્રકારો અલગ મળે

એક જ જગ્યાએ થાય રહેવાનું આપણે
ને એ મકાનમાં જ ઉતારો અલગ મળે

એક જ નદીની વચ્ચે તણાતા જતાં હતાં
તમને અલગ, મનેય કિનારો અલગ મળે

તમને ખરીદવાનું હતું, કંઈ ને કંઈ મને
આ શહેરમાં બધાની બજારો અલગ મળે

સરખી જ આગ હોય છે એવું કશું નથી
મુઠ્ઠી જુઓ ઉઘાડી તિખારે અલગ મળે

એક જ સ્થળેથી જોઈ રહ્યા હોઈએ અને
બન્નેને કેમ જોવા નજારો અલગ મળે

~ ભરત વિંઝુડા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.