બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

`જા જા, તારા વગર હું જીવી લઈશ’ એવું મોટો ઉપાડો પ્રિયજનને લઈને કહી તો શકાય પણ ખરેખર જીવી નથી શકાતું. અનબન થાય ત્યારે અજાણતા ન બોલવાના વેણ સરી પડે અને એની દૂરગામી અસર સંબધ પર પડતી રહે. ઘરમાં રાજકારણ નહીં હૃદયકારણ ચાલે એ હિતાવહ છે.

Aandhi: A cinematic storm that echoed Indira's era - India Today

રતિલાલ સોલંકીની પંક્તિઓ આ બંને વિભાવનાને સાંકળે છે…

સંબંધ જો કારણ વગર ચર્ચાય તો
કારણ વગર અગ્નિપરીક્ષા થાય તો
આખા જગત સામે લડ્યો જેના લીધે
ને એજ સામા પક્ષમાં થઈ જાય તો

છેલ્લા એક મહિનામાં રાજકારણમાં ચાલેલી ગતિવિધિઓએ ઉનાળાના ઉકળાટમાં ઉમેરો કર્યો. હવે એની ધમાલ થાળે પડી છે ત્યાં પેટ્રોલ-ડિઝલને કારણે અર્થતંત્ર ખોરવાઈ શકે એવા સંકેતોએ ગભરાટ ફેલાવ્યો છે. ફુગાવો ઘણા વખતથી લાગ જોઈને બેઠેલો એ હવે ફૂંફાડા મારવા તત્પર થયો છે.

India's CPI inflation likely to remain below 6% for rest of FY23: SBI - AlchemPro

પ્રધાનમંત્રીએ વિદેશપ્રવાસ ઓછો કરવાની અને સોનું ન ખરીદવાની હાકલ કરી છે જેથી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય. નરસિંહ મહેતાની હૂંડી પૂરી કરવા શામળિયો આવેલો એવી કોઈ આશા આપણે રાખી શકીએ નહીં. દરેક દેશે જાતે જ કઠોર આર્થિક પગલાં ઉઠાવવા પડશે અન્યથા સૉલિડ મહેતા કહે છે એવા ઘાવ પડવાની શક્યતા છે…

એષણાને અંત કે આરંભ ક્યાં છે?
ધૂપ સાથે છાંવ લઈને ક્યાં જશે તું?
છે હયાતી નામ-સરનામાં વગરની
સાવ છાનાં ઘાવ લઈને ક્યાં જશે તું?

મતદારયાદી માટે નામ-સરનામાંની ચોકસાઈ કરવાની જે કવાયત વિવિધ રાજ્યોમાં કરવામાં આવી એના કારણે લાખો લોકોના નામ કમી થયા. આ કારણે બંગાળમાં ચૂંટણી વખતે મતદાનમાં જે ગફલો કરવામાં આવતો હતો એ કાબૂમાં રહ્યો.

Bengal Elections : A Voter Was Deleted From Every Family In This Village | Murshidabad

ચૂંટણી પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે થાય એ લોકશાહી માટે ઉપકારક છે. ટેકનોલોજીનો વધતો ઉપયોગ આ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી રહ્યો છે. જે રાજકારણીઓ હજી પણ બૅલેટ પેપરથી મતદાન કરાવવા બૂમબરાડા પાડે છે તેમને હસમુખ ગાંધીની ભાષામાં ચોક્કસ જગ્યાએ લાત મારીને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ.

Supreme Court rejects return to ballot, discusses EVMs' integrity UPSC

અઢારમી સદીની માનસિકતા આપણને એકવીસમી સદીમાં ભારે પડી જાય.  રાજ લખતરવી શું ભારે પડે છે એ દર્શાવે છે…

કદી બોજ લાગ્યો બીજાનો વધારે
કદી આપણી જાત ભારે પડી છે
ઉઠાવી શકતો નથી બોજ એનો
તમારા વગર રાત ભારે પડી છે

આપણી પ્રગતિ જો ન થાય તો એમાં બીજાને દોષ દેવાને બદલે સ્વ-મૂલ્યાંકન કરવું જોઈએ. આવડત ઓછી પડી કે કોઈ આદત નડી? પુરુષાર્થ ઓછો પડ્યો કે ગણતરીઓ ખોટી પડી? ઘણી વાર કુનેહ હોવા છતાં અવળો સ્વભાવ ભારે પડી જાય.

Calling Out Bad Behavior At Work Is The ...

આવું થાય ત્યારે દિશા ભટકી ગયાનો અનુભવ થાય, જે શ્યામ સાધુની પંક્તિઓમાં વર્તાય છે…

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો
મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી
રસ્તે હું કારણે પથ્થર બની ગયો

પથ્થર ક્યાં મુકાય છે એના આધારે એનું મહત્ત્વ નક્કી થાય છે. હજારો વર્ષ જૂના મંદિરો મજબૂત પથ્થરોને કારણે ટકી શક્યા છે.

Kailasa Temple, Ellora - Wikipedia

હૅરિટેજ કક્ષામાં આવતી ઘણી બધી ઈમારતો પથ્થરની બનેલી હોય છે. મંદિરમાં બિરાજતા પથ્થરને ભગવાનનું બિરુદ મળે છે. ટૂંકમાં, જડ હોવા છતાં કલા પથ્થરને શિલ્પ બનાવે છે શ્રદ્ધા એને પૂજનીય બનાવે છે.

Breathing Life into Stone, Masterpiece Granite Statues -

જો જીવનમાંથી કલાની બાદબાકી થઈ જાય તો જીવનને શુષ્ક બનતા વાર લાગતી નથી. જગદીશ સાધુ `પ્રજ્ઞેય પ્રિયજનના સંદર્ભે લખે છે…

શુષ્ક લાગે નગર તારા વગર
ઠોકરો મારે ડગર તારા વગર
આજ હું સુરદાસ જેવો છું ખરે
થાય ના પૂરી સફર તારા વગર

એકમેકના સંગાથે જીવવાની મજા હોય છે. ડગલે ને પગલે કશું શીખવાનું હોય અને એને જીવનમાં ઉતારવાનું હોય.

Old indian couple Stock Photos, Royalty Free Old indian couple Images | DepositPhotos

અશોક જાની `આનંદ’ કહે છે એમ આપણે પણ કશુંક સમજીએ, શીખીએ અને સ્વીકારીએ…

નિરૂદ્દેશે મને અહીં તહીં રખડતાં આવડી ગ્યું છે
જુઓ કેવું મને ખુદને મળતાં આવડી ગ્યું છે
ઘણો કાદવ કીચડ ભેગો કર્યો મનની કોઠીમાં
હવે પાણી વગર મનને વિછળતાં આવડી ગ્યું છે

લાસ્ટ લાઈન

માંડવે આકર્ષણો મૂક્યાં વગર
લક્ષ્મીઓ રહી જાય છે પરણ્યા વગર

એ જ રીતે જીવ પણ? ચાલ્યો જશે
બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

આ ઉપરછલ્લી ખરાબી શું કરું?
જાય છે જે આંગળી ચિંધ્યા વગર

આપણાં સંબંધનો આ અંત છે
તોરણો કરમાય છે તૂટ્યાં વગર

પુસ્તકો પર ધૂળ બાઝી જાય છે
માણસો મૂંઝાય છે ખુલ્યા વગર

~ લવ સિંહા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.