પ્રેસનોટ ~ “મમતા” વાર્તા માસિક
“મમતા” માસિકની વાર્ષિક વાર્તાસ્પર્ધા આ વર્ષે પણ કરી છે અને એમાં ૨૦૦ જેટલી વાર્તાઓ આવી છે. આ વાર્તાઓના નિર્ણાયકો છે, વલ્લભ નાંઢા, સૂચિ વ્યાસ, નવીન શાહ, કલ્પેશ પટેલ અને પ્રીતિ જરીવાલા. પરંતુ એમને આટલો જથ્થો મોકલતાં પહેલાં એ ૨૦૦ વાર્તાઓનો પ્રાથમિક નિર્ણય “મમતા” તથા વાર્તાના વાચકો અને ચાહકો કરે, એવો અમારો આ વખતે અભિગમ છે.
આજે અમે વાર્તાના રસિક વાચકો / ચાહકોની પાસે “મમતા” માસિકની આ વાર્તાસ્પર્ધાના પ્રાથમિક નિર્ણાયક તરીકે જોડાવા ટહેલ નાખીએ છીએ.
પ્રાથમિક નિર્ણાયક તરીકે આપને આઠથી દસ વાર્તાઓ મોકલાશે. પંદરેક દિવસોમાં, એ વાર્તાઓને આપની સમજણ અને રુચિ પ્રમાણે મૂલવીને, -જે સૌથી વધુ સારી હોય તેને નંબર ૧ અને બાકીની ઊતરતા ક્રમમાં – આપે વાર્તાઓ અને લેખકોનાં નામ લખીને “મમતા”ના કાર્યકારી સંપાદકોને મોકલાવાનું રહેશે.
જો વાર્તાઓના પ્રાથમિક નિર્ણાયક તરીકે આપને અમારી સાથે આ મુસાફરીમાં સહભાગી થવાનું ગમે તો આપની અનુમતિ આપતો જવાબ ‘મમતા”ના કાર્યકારી સંપાદકો, શ્રદ્ધા ભટ્ટ (+91 79902 90067) અથવા નીલમ દોશી (+91 94269 54007)ને WhatsApp પર ૨૦૨૬ના માર્ચ મહિનાની પાંચ તારીખ સુધી મોકલી આપવા વિનંતી છે.
આ કામ માટે આપના સમયની કદરરૂપે આપને અથવા આપ કહો તેને, “મમતા” માસિકનું એક વર્ષનું લવાજમ અમારી શુભેચ્છાઓ સાથે મોકલીશું,
તો, શું કહો છો, યસ…? તમારો જવાબ કાર્યકારી સંપાદકો શ્રદ્ધા ભટ્ટ અથવા નીલમ દોશીને વહેલી તકે જણાવશો. માત્ર ૨૦ થી ૨૫ જેટલા જ પ્રાથમિક નિર્ણાયકો નીમાશે.
જેટલા જવાબો આવશે એમાંથી પ્રાથમિક નિર્ણાયકોની પસંદગી “મમતા”ના તંત્રી અને સંપાદકો દ્વારા કરવામાં આવશે. એમનો કરેલો નિર્ણય ફાઈનલ ગણાશે.
***