લ્યુર્સન- માઉન્ટ ટિટલિસ (સૌંદર્યભૂમિ સ્વિટ્ઝર્લેંડ) ~ યુરોપ યાત્રા ભાગ: 6 ~ સંધ્યા શાહ

મધ્ય સ્વિટ્ઝ્રલેન્ડનું સહુથી વધુ વસ્તી ધરાવતું શહેર તે લ્યુસર્ન. અહીંના મોટા ભાગના લોકોની ભાષા જર્મન છે. ગ્રે રંગના ઝરૂખાવાળા મકાનો, સ્વચ્છ નીતર્યા નીરવાળું જળાશય અને ઊંચા ટાવર એ અહીંની વિશેષતા છે.

Visit Lucerne on a trip to Switzerland | Audley Travel UK

હૉટલ યુરોપથી 40 કિ.મી. દૂર માઉન્ટ ટિટલિસ તરફ અમે પ્રયાણ કર્યું. પર્વતની ટોચ પર ચમકતો બરફ, ક્યાંક ખીણ સુધી ઉતરી આવેલા વાદળો, ધુમ્મસ અને પહાડોના ઢોળાવો પર લીલી વનરાજીની વચ્ચે ફરતી તંદુરસ્ત ગાયો નજરે પડતી હતી. પ્રસન્ન, ખુશનુમા વાતાવરણમાં માઉન્ટ ટિટલિસના શિખર પર પહોંચવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. 10,000 ફૂટની ઊંચાઈએ પહોંચવા માટે કેબલકારમાં બેસીને જવાનું હોય છે.

How to Visit Mount Titlis in Switzerland (& Is It Worth It)

ચોમેર છવાયેલા બરફથી શોભતી કંદરાઓ, સ્કીઈંગ જેવી અનેક બર્ફીલી રમતો રમતા સાહસવીરો અને આસપાસ સતત સરકતી બીજી કેબલકારને નિહાળતા નિહાળતા શિખર પર પહોંચવાનું અદ્ભુત હતું.

આટલી બધી ઊંચાઈ પર, આટલા બધા બરફમાં સતત સરકતી કેબલ કારમાંથી નીચે જોયું તો આ ધરતીની સંપદા અને ઐશ્વર્યથી ચકિત થઈ જવાયું. બહિરંતર આનંદથી છલકાઈ ગયું. આ ધવલ આલોકનું અપાર સૌંદર્ય શબ્દાતીત બની ગયું.

જે નિહાળ્યું છે તે હ્રદયમાં અને આંખોમાં સ્થિર થઈ ગયું છે. પ્રકૃતિની આટલી બધી અમીરાત! આપણે કેટલા ઋણી છીએ ધરતીમાતાના!

મોટી કેબલ કારમાંથી ઉતરીને નાની કેબલકારમાં શિખર પર પહોંચી ગયા. આઈસ ગેલેરીમાંથી ધીરે ધીરે ખુલ્લા આકાશ નીચે આવી ગયા. આહા! નિરભ્ર આકાશ અને નીચે ચાંદનીનો ઢોળાયેલો આસવ! આભ અને ધરા એકાકાર! યુંગફ્રાઉના શિખર પર તોફાની પવન સાથે વીંઝાતો બરફ અહીં શાંત અને સમાધિસ્થ હતો.

Mount Titlis Engelberg | Rotair & Swiss Travel Pass

એકમેકનો હાથ સાહીને પ્રસન્નતાથી આગળ વધતા અમે સહુ ગીતો ગાવા લાગ્યા. આટલી બધી ખુશી વ્યક્ત તો કરવાની ને! બરફના ગોળા બનાવીને એકબીજાને ભીંજવવાની મજા પડી ગઈ. માઉન્ટ ટિટલિસ લખેલા ધ્વજની સાથે, કાજોલ અને શાહરૂખના લાકડાના કટઆઉટની સાથે ફોટા પડાવ્યા.

In Switzerland's Engelberg, where Shah Rukh Khan sits next to a rotating cable car - India Today

આઈસ ફલાયરમાં સરકવાનું પણ આસાન હતું. અવિરત વરસતા બરફમાં સાહસિકોને, પ્રવાસીઓને કોઈ તકલીફ ન થાય તેની ખૂબ કાળજી લેવાતી હતી.

Titlis Cliff Walk (2025) – Best of TikTok, Instagram & Reddit Travel Guide

બરફના વધી ગયેલા જથ્થાને મશીન દ્વારા તરત સાફ કરવામાં આવતો હતો. કેબલ કાર, આઈસ ફ્લાયર, અનેક બર્ફીલી રમતો, આટલી ઊંચાઈ પર પ્રવાસીઓને મળતી અપાર સુવિધાઓ…..આ પ્રજાના સામર્થ્ય, સાહસ, ઈજનેરી અને વ્યાપારી કૌશલ્યને માનવું પડે. આબાલ વૃદ્ધ સહુએ બરફમાં ભીંજાવાનો આનંદ માણ્યો. માઉન્ટ ટિટલિસ  જીવનનું યાદગાર સંભારણું બની ગયું.

ચેપલ બ્રિજ એ સહુથી જૂનું ઐતિહાસિક સ્મારક છે, ખરેખર તો એ લ્યુસર્નને પરદેશી હુમલાથી બચાવવાના ઉદ્દેશથી બંધાયેલો બ્રિજ છે. સાંજે રૉઈસ (Reuss) નદી પર ઈ.સ.1333 માં બનેલો 670 ફૂટ લાંબો લાકડાનો એ પુલ જોવા ગયા.

Private Tour Enchanting Lucerne and Mount Titlis with Pick up in Lucerne | Pelago

બ્રિજની અંદર 17મી સદીના કળાત્મક ચિત્રોનો સંગ્રહ છે, બ્રિજની સાથે સંકળાયેલા ટાવરમાં કેદીઓને રાખવામાં આવતા.

CHAPEL BRIDGE & WATER TOWER are must-see attractions in LUCERNE—want to discover more of the city's top attractions? Check out our guide (link in the comments).

1993માં ચેપલ બ્રિજનો મોટો ભાગ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ફક્ત આઠ જ મહિનામાં એને ફરીથી બાંધવામાં આવ્યો. આજે તો આ ટાવરનો ક્લબ તરીકે ઉપયોગ થાય છે. આ ટાવર અને ચેપલ બ્રિજ લ્યુસર્નનું પ્રતીક બની ગયા છે.

અહીં (Lion Monument) લાયન મોન્યુમેન્ટ પણ જોવા જેવું છે. ફ્રેંચ ક્રાંતિમા લૂઈ સોળમાને બચાવવા જતા શહીદ થયેલા સૈનિકોને અર્પણ કરાયેલા આ સ્મારકમાં સરોવરથી થોડેક ઊંચે એક જ પથ્થરમાંથી કોતરેલો 10 ફૂટનો ઘાયલ, મરણપથારીએ પડેલો સિંહ છે.

Lion Monument, Lucerne: How To Reach, Best Time & Tips

માર્ક ટ્વેનના શબ્દોમા, ‘લાયન મોન્યુમેન્ટ જગતનું સહુથી કરૂણ શિલ્પ છે.’ 1821માં આ શિલ્પનું ઉદ્દઘાટન થયું હતું. શરૂઆતના વર્ષોમાં તો તે ખાનગી માલિકીનું હતું. 1882 પછી  જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલું આ સ્મારક દર્શકોને વિ-ગત સમયમાં લઈ જાય છે. એ ઉદાસીને હૈયામાં ભરી અમે હોટલ પર પહોંચ્યા.

સવારે એન્જલબર્ગથી અમે જીનિવા તરફ જઈ રહ્યા છીએ. પ્રાકૃતિક સૌંદર્યથી મઢેલી આ સ્વિટ્ઝર્લેન્ડની ભૂમિ જંગલો, પહાડો અને સરોવરોથી શોભે છે.

પ્રવાસ કોઈ પણ માનવીને જીવનની નવી દ્રષ્ટિ આપે છે. અમારા આ પ્રવાસમાં આસપાસની સૃષ્ટિને નજરમાં ભરી લેવાનો આનંદ તો હતો જ, સાથે આ પ્રજાની વિરાસતને સમજવાનો, તેના ભૂતકાળમાં ડોકિયું કરવાનો અને તેના વર્તમાનને નિહાળવાનો આયામ પણ હતો જ. મનોમન એક પરિવર્તન તો આવે જ.

આલ્પસ્ અને જુરોના પહાડોની વચ્ચે સ્વિટ્ઝર્લેંન્ડના દક્ષિણ વિભાગે રોન નદીના કિનારે વસેલું આ ગામ પ્રેક્ષણીય છે. પ્રકૃતિના નયનરમ્ય નજારા સાથે સદાય ખુશનુમાં રહેતું વાતાવરણ આ શહેરને જીવંત રાખે છે.

વસંત ઋતુના આગમનની સહુથી પહેલી વધાઈ જીનિવા આપે છે. શાંત અને નિવૃત્ત જીવન જીવનારા શ્રીમંતોનું આ પ્રિય શહેર છે.

Geneva - What you need to know before you go - Go Guides

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું આ મુખ્ય મથક છે. W.H.O.- U.N.O. અને W.T.O. ના વિશ્વવિખ્યાત કેન્દ્રો અહીં આવેલા છે. જગતની રેડક્રોસ પ્રવૃત્તિનું, આંતરરાષ્ટ્રીય સંઘનું અને વિશ્વ કામદાર પરિષદનું મુખ્ય મથક હોવાથી તે ખૂબ પ્રતિષ્ઠાને પામ્યું છે.

ICRC cutting around 240 jobs at its Geneva headquarters - SWI swissinfo.ch

અહીં કાર્ટીયર, ઑમેગા, કેસિયો, ટૉસીબા, રૉલેક્સ, રાડૉ અને મૉન્ટબ્લેન્કની શ્રેષ્ઠ ઘડિયાળો અને પેનની કોર્પૉરેટ ઓફિસોના વૈભવશાળી મકાનો જોવા મળે છે.

The top 50 Swiss watch brands in 2023 according to Morgan Stanley and LuxeConsult

જીનિવા લેક્માં તરતા હંસો અને એની મધ્યમાં આવેલો, પ્રત્યેક ક્ષણે 500 લિટર પાણી 140 મિટર ઊંચે ઉછાળતો ફુવારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. સમગ્ર જીનિવામાંથી આ ફુવારો દેખાય છે.

The Geneva Jet d'eau | Geneva Tourism

અહીંના ફૂલોથી શોભતા મેદાનમાં ટહેલવાનું ખૂબ ગમ્યું. અહીંથી જ અમે દુનિયાની સહુથી તેજ TGV ટ્રેનમાં પેરિસ જવા નીકળ્યા.

(ક્રમશ:)

~ સંધ્યા શાહ
sandhyashah25@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ખરેખર શબ્દો ની અમૃત વાણી ને કુદરતી સૌંદર્ય ને માણવાની મજા જ અનોખી છે તમારા તમામ લેખ ગુજરાતી સાહિત્ય નું નજરાણું છે