સાથિયા નહીં જાના, કે જી ના લગે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

કરોડો ચાહકોના દિલમાં રાજ કરનાર ધરમજીએ ૨૪ નવેમ્બરે વિદાય લીધી અને એક ‘ખામોશી’ છવાઈ ગઈ. ‘પ્યાર હી પ્યાર’થી છલોછલ ધરમજી ‘સમાધિ’ લઈ ‘ઝીલ કે ઉસ પાર’ જતા રહ્યા.

Buy Jheel Ke Us Paar indian vinyl EP online at Bollywoodvinyl.in – BollywoodVinyl

‘રેશમ કી ડોરી’ આખરે ‘જીવન મૃત્યુ’ના સત્ય સામે લાચાર બને જ છે. કોઈ પણ ‘દિલ્લગી’ આખરે તો પોતાનું ‘કર્તવ્ય’ નિભાવી ‘કિનારા’ કરી જવા જ સર્જાઈ છે. છતાં ચાહકોના પ્રેમનું ‘રાજ તિલક’ ભૂંસાશે નહીં અને ‘યાદો કી બારાત’ અટકશે નહીં.

Conversations Over Chai: Yaadon ki Baraat (1973)

આપણા અતિપ્રિય એવા આ અભિનેતાને આજે શબ્દાંજલિ આપીએ. રક્ષા શાહ લખે છે…

તું નહીં તારું કામ બોલે છે
કેમ તું ઓળખાણ શોધે છે?
હાથ ‘ઠાકુર’ થવા નથી દીધા
તારું તો એક નોખું ‘શોલે’ છે!

ધર્મેન્દ્રનું વ્યક્તિત્વ મેધાવી અને પ્રભાવી હતું. યુવા વયે ખીલેલું તેમનું રૂપ અને દેહસૌષ્ઠવ દાયકાઓ સુધી જાદુ જગાવતું રહ્યું. ખડતલ શરીર હોવા છતાં ચહેરા પરની કુમાશ તેમનો ખરો અસબાબ હતી.

Dharmendra's Honest Confession Young before Bollywood Wall Poster Print on Art Paper 13x19 Inches Paper Print - Art & Paintings posters in India - Buy art, film, design, movie, music, nature and

આ પ્રકારના કલાકાર આપણા જીવનનો એક હિસ્સો બની જાય છે. ભરતસિંહ સોલંકી ‘વાંસવા’ સ્મૃતિની શેરીમાં લઈ જાય છે…

એવો જમાનો તો ફરી પાછો નહીં આવે
વીતી ગયા એ દાયકા સોગાદ ગણવાના
આંખે અને શોલે પછી અનપઢ તણી ચર્ચા
બારુદ ચરસ આજેય સૌ આસ્વાદ ગણવાના

‘ચરસ’ ફિલ્મનું ‘કે આજા તેરી યાદ આઈ’ ગીત અત્યંત લોકપ્રિય થયેલું. એ ઉપરાંત આ જ ફિલ્મના ‘કલ કી હંસી મુલાકાત કે લિએ’ ગીતમાં ધર્મેન્દ્ર-હેમાની કેમિસ્ટ્રી કમનીય લાગતી હતી.

‘કિનારા’ ફિલ્મમાં એક અદ્ભુત ગીત હતું : એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈંને. કાવ્યત્વ માટે સાંભળવા જેવું અને ધરમ-હેમાના પ્રણય-સંવેદનને માણવા માટે જોવા જેવું આ ગીત છે.

મૃદુલ શુક્લ એ દસકાની વાત કરે છે જેમાં એક પછી એક અનેક હિટ ફિલ્મો ધર્મેન્દ્રએ આપી…

બધાને ખબર છે સમય એક સારો હતો
એ સિત્તેર એંસીનો દસકો તો તારો હતો
કલાકાર આવ્યા ઘણા ને ગયા પણ ઘણા
તું જગમાં બધાનો ખરેખર દુલારો હતો

કેટલાક કલાકાર એવા હોય જે નિવૃત્તિ લે પછી પણ તેમનું આકર્ષણ યથાવત્ રહે. તેમનું કામ બોલતું હોય છે. કામથી નામ થાય છે અને પછી આ નામ ચાહકોના હૃદયમાં કોતરાય છે. નિવૃત્તિનો મોટા ભાગનો સમય ધર્મેન્દ્રએ પોતાના ફાર્મહાઉસમાં વિતાવ્યો. આ ફાર્મમાં ઊગેલી કેરીની વિડિયો-ક્લિપ તેઓ સોશ્યલ મીડિયા પર મૂકતા ત્યારે તેમનું વિસ્મય ખરેખર વંદનીય લાગતું.

જોકે મહદંશે તેમની ઓરિજિનલ હી-મૅન ઇમેજ જ સદા છવાયેલી રહી. કૈલાશ પરમાર ‘અજનબી’ની પંક્તિ એક વિખ્યાત દૃશ્ય તરફ દોરી જાય છે…

50 Years of Sholay: Tracing the making of a classic in 50 pictures

દિલના નરમ, મિજાજ ગરમ યાદ આવશે
સિક્કો ઉછાળો, મિત્ર પરમ યાદ આવશે
દિલ જોશો જ્યારે હિન્દી સિનેમાનું ખોલીને
હીરો હી-મૅન તમને ધરમ યાદ આવશે

હી-મૅન ધર્મેન્દ્રને નાચતાં નહોતું આવડતું એ તેમના સહિત બધાએ સ્વીકારી લીધેલું. એટલે તેમનાં સ્ટેપ્સ પોતીકાં રહેતાં.

એક મુલાકાતમાં તેમણે રમૂજમાં કહેલું કે હું એક વાર જે સ્ટેપ કરું એ બીજી વાર કરવાનું કહેશો તો નહીં કરી શકું. વિલનને પડકારતા કેટલાક સંવાદમાં તેમની શૈલી મુખર અને આગવી હતી. રાકેશ ઠાકર ‘તરંગ’ એ આક્રમક ઇમેજને યાદ કરે છે…

જમાનો હતો એ ધડાધડ બિરાદર
‘ગજબ’માં કર્યો તો, અભિનય કદાવર
હજુ એ અમર છે તરંગી દિલાવર
ધરમજી અમારા જહનમાં જરાજર

‘સત્યકામ’ કે ‘બંદિની’ના ધર્મેન્દ્રનો ચહેરો ચિરકાલીન રહેશે.

Satyakam - Wikipedia

‘શોલે’ ફિલ્મના વીરુનો ઉલ્લેખ ન કરીએ તો વાત અધૂરી જ લાગે. આજની તારીખમાં સચિન અને અમિતાભ બચ્ચન સિવાય આ ફિલ્મના મોટા ભાગના પુરુષ કલાકારો વિશેની એક હકીકત દિલીપ ધોળકિયા ‘શ્યામ’ શબ્દસ્થ કરે છે…

અનોખા કંઈક કિસ્સાઓને શોલેમાં મઢેલા છે
વીરુ, જય ને બસંતી આજપણ હૈયે વસેલાં છે
મરણ જે ફિલ્મમાં પામ્યા, એ જીવે છે પુરુષ પાત્રો
રહ્યાં જે જીવતાં પરદે, બધાં સદ્ગત થયેલાં છે

લાસ્ટ લાઇન

‘આંખે’, ‘શોલે’, ‘ક્રોધી’નો તરખાટ આજે યાદ આવે
‘વીરુ’નો ટાંકી ઉપર બબડાટ આજે યાદ આવે

છે ‘હકીકત’, ‘જુગનૂ’, ‘જીવન-મૃત્યુ’નું આ ‘સત્યકામ’એ
કે ‘સમાધિ’, ને ‘ચરસ’ ચળકાટ આજે યાદ આવે

છે દિલો પર ‘હુકૂમત’ એની, ‘તહલકા’નો ‘જુઆરી’
‘દોસ્ત’, ‘રાજા જાની’નો મલકાટ આજે યાદ આવે

લો ‘કીમત’, આંકે એ ‘લોફર’ની કરે છે ‘બ્લૅક મેઇલ’
બસ ‘ગુડ્ડી’, ‘દો ચોર’નો કકળાટ આજે યાદ આવે

બાંધી છે ‘રેશમ કી ડોરી’, કેવી ‘પાપી દેવતા’ને
‘ચુપકે ચુપકે’ ચાલ્યા તે ચચરાટ આજે યાદ આવે

માત્ર ‘ગુંડાગર્દી’, છો ‘પોલીસવાલા ગુંડા’ જેવી
‘અપને’, ‘રખવાલા’ થકી રઘવાટ આજે યાદ આવે

~  નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’ 

કટારમાં સ્થળસંકોચને  કારણે સમાવિષ્ટ ન થઈ શકેલી ગઝલ તથા મુક્તકો: 

૧.

10 Life Lessons To Learn From Bollywood He-Man Dharmendra

ફિલમની કોઈ ઘટના જેમ જીવીને ગયા હી-મૅન
ઘણી જીવંત તમન્ના જેમ જીવીને ગયા હી-મૅન

વસંતી ચોલી હળવેથી હવામાં લહેરતી જ્યારે
કવિની કો’કવિતા જેમ જીવીને ગયા હી-મૅન

વગાડે ઢોલ, દોડે ઘોડા, ગર્જે પહાડને ચીરી,
જગત આખાની પ્રતિભા જેમ જીવીને ગયા હી-મૅન

રહ્યા છો પડદા ઉપર પણ,છવાયા છો હૃદય માંહી
અભિનયના એ દરિયા જેમ જીવીને ગયા હી-મૅન

અનોખા રંગ લઈ રંગી છબીને પ્રેમના રંગે
સમયની જીવતી પીડા જેમ જીવીને ગયા હી-મૅન

બનીને દૃશ્ય મનમાં એક અમીટ શી છાપ છોડી છે
ગગન જેવી પ્રતીક્ષા જેમ જીવીને ગયા હી-મૅન
ભારતી વોરા ‘સ્વરા’, ઓસ્ટ્રેલિયા

૨.

Dharmendra death: 24 rare photos of veteran actor that will make you nostalgic

એક યુગ પૂરો થયો એનો છતાંયે યાદમાં યુગો સુધી રહેશે.
ના થશે હી-મૅન બીજો કોઈ સૌની ચાહમાં યુગો સુધી રહેશે.

મૃત્યુ પણ ભૂંસી શકે નહિ છાપ લોકોના હૃદયમાંથી કદીયે પણ,
ને કલાકારી હતી એવી અનોખી દાદમાં યુગો સુધી રહેશે.
~ કુસુમ કુંડારિયા રાજકોટ

૩.

Behind the legend: Interesting facts about Dharmendra's career - The Hindu
એ હી-મૅનને જગ સદા ઓળખે છે
તમારી જ ફિલ્મો બધા ઓળખે છે

સિતારો ગુમાવીને સૂનું થયું નભ
સિનેમા જગતની પ્રભા ઓળખે છે

ગઝલમાં લખું શું ને બાકી શું રાખું
કલાકારને ખુદ કલા ઓળખે છે
~ રિદ્ધિ પરમાર “ઓજસ”

૪.

Dharmendra death: Ramesh Sippy recalls the iconic tank scene from Sholay
‘ધરમ’ના નામ સાથે કામને સૌ યાદ બહુ કરશે,
ચડ્યા ‘તા ટાંકી પર એ ગામને સૌ યાદ બહુ કરશે..

બસંતી સાથેના રોમાન્સની વાર્તા અમર થઈ ગઈ,
પ્રણય-પ્રસ્તાવને હસતાં મને સૌ યાદ બહુ કરશે..

ભરોસાપાત્ર ઠાકુરના બની, જીત્યાં બધાનાં દિલ,
ને ગબ્બર સાથેના સંગ્રામને સૌ યાદ બહુ કરશે..

પડ્યા’તા બે જ જણ ભારે ઈનામી ડાકુની સામે,
વિલનના કારમા અંજામને સૌ યાદ બહુ કરશે..

બુરાઈનો પરાજય સત્ય સામે થાય છે ચોક્કસ,
મળેલા આગવા પયગામને સૌ યાદ બહુ કરશે..

ચડાવ-ઉતાર આવ્યા જિંદગીમાં ફિલ્મ માફક, પણ,
મુસીબતમાં ધરેલી હામને સૌ યાદ બહુ કરશે..

નીકળશે વાત જો ‘નિઃસ્વાર્થ’-મૈત્રીની ફરી ક્યારેક,
તો, જય સાથે વીરુના નામને સૌ યાદ બહુ કરશે.
~ ✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’

૫.

গোপনে হয়েছে শেষকৃত্য! অভিনেতা ধর্মেন্দ্রর অস্থি বিসর্জন দিতে সবার অলক্ষে কোথায় গেলেন দেওল পরিবার? - Binodon XP

શું થઇ ગયું હી-મૅન અચાનક જતાં રહ્યા
આખા જગતના સૌ રડે ચાહક જતાં રહ્યા

વિશ્વાસ કોઈને હજી પણ આવતો નથી
જેણે એ સાંભળ્યું,છે બધા છક જતાં રહ્યા

સૌના હૃદયને તોડીને ચાલ્યા ગયાં તમે?
છોડી જવાનો કોઈ હતો હક?જતાં રહ્યા

વરસો જીવી શકો હજી તબિયત હતી એ પણ
ચકમો બધાને આપીને નાહક જતાં રહ્યા

એશા, પ્રકાશ, હેમા, સની, બોબી, આહના
કોના ઘરે કરે હવે દસ્તક જતાં રહ્યા

એવોર્ડ શબ્દ નાનો પડે છે તમારે કાજ
ભારતના રત્નના હતા લાયક જતાં રહ્યા
~ જીગ્નેશ ક્રિસ્ટી ‘સંગત’

૬.

When Dharmendra bribed Rs 20 to the 'Sholay' crew for extra takes just to stretch his hugs with Hema Malini | - The Times of India

ધરાની ધૂળને અંગે ધરી ચાલ્યા ધરમજી
ઘણી ફિલ્મોની યાદો પાથરી ચાલ્યા ધરમજી
હજી પણ સાંભરે સૌને ધરમ, હેમાની જોડી
રસિકો સર્વને વંદન કરી ચાલ્યા ધરમજી
~ ભારતી કાંતિલાલ ગડા, મુંબઈ

૭.
https://www.youtube.com/watch?v=BRh6vLgQ-Rs

ભૂલાશે કદી ના જમાનો, ધરમનો
જમાનો હજી છે દિવાનો, ધરમનો
ફિલમ એની માણો તો જાણો તમે પણ
અદાકારીનો એ ખજાનો, ધરમનો
~ જિતુ સોની, કલોલ

૮.
The image is a collage of veteran Indian actor Dharmendra, showcasing his roles in various films from 1964 to 1989. Dharmendra is a well-known Indian actor, producer, and politician who is often
કૈં કેટલીયે ફિલ્મનાં કિરદાર થઈ ગયા
ધર્મેન્દ્ લોકહૈયે અસરદાર થઈ ગયા
બીજા અનેક પાત્ર ભલે આવશે હજુ
પોતે અલગ એ સૌથી કલાકાર થઈ ગયા
~ પીયૂષ ભટ્ટ

*******

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. વાહ સરસ સંકલન…ખૂબ આભાર આપણું આંગણું બ્લોગ ટીમ… મારી રચના પસંદ કરવા બદલ