આ ભાવનાની નહિ, પરંતુ નામનાની વાત છે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

નામના કોને ન ગમે? છાપામાં ખૂણેખાંચરે પણ આપણું નામ છપાય તો વ્હાલું લાગવાનું. જોકે સોશ્યલ મીડિયાના વર્ચસ્વને કારણે આ રોમાંચમાં થોડી ઓટ આવી છે. હવે તો અડધી-પોણી રાતે પણ પોસ્ટ મૂકીને આપણી હયાતી પુરવાર કરી શકવા સક્ષમ છીએ.

The Best Time to Post on Facebook – Best Times for 9 Industries - OnlySocial

રમેશ પારેખ શોધ આદરે છે…

વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી
એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી
હોવું ઉર્ફે શોધ પોતાના અડધિયાની, રમેશ
કોણ એવો શખ્સ છે કે જે સ્વયં અડધો નથી?

કેટલીય વાતમાં દમ ન હોય છતાં એની ચર્ચા ચોમેર થયા કરે. પ્રિયંકા ચોપરાએ ફિલ્મમાં જે ડ્રેસ પહેર્યો છે એની એટલી ચર્ચા થાય કે એનો અભિનય ભૂલાઈ જાય. ભારતમાં છાશવારે ચૂંટણીનો માહોલ જામ્યા જ કરે છે. બિહાર વિધાનસભાની ચૂંટણી હમણાં જ ગઈ.

હવે બંગાળ, તામિલનાડુ વગેરે રાજ્યોમાં ચૂંટણીની વાતોનો માહોલ જામશે. આ બધી રમમાણ અને સત્તા માટેનું રમખાણ જોઈએ તો થાય કે એક દેશ – એક ચૂંટણીનો સિદ્ધાંત સત્વરે લાગુ થવો જોઈએ.

One Nation, One Election: The Big Shift in India's Electoral Landscape

કોઈની નાવ ડૂબે કે તરે એ જોવા-જાણવામાં બધાની શક્તિ ખર્ચાય છે. પાઈની પેદાશ નહીં ને ઘડીની ફૂરસદ નહીં. આદિલ મન્સૂરી અસમંજસ વ્યક્ત કરે છે…

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં
રહે છે કોણ દર્પણના આવરણ નીચે
હું રોજ જોઉં છું તો પણ ઓળખાય નહીં

જીરવાય નહીં એવા ઘણાય ઘાવો દેશ વેઠતો રહ્યો છે. આતંકવાદની ફેક્ટરી તો ચાલ્યા જ કરે છે. એ ઉપરાંત નક્સલવાદને કારણે દેશને જબરદસ્ત જાનહાનિ અને ધનહાનિ થતી રહી છે. પશ્ચિમ બંગાળમાં ૧૯૬૭માં નક્સલવાદની શરૂઆત થઈ હતી.

Bengal and The Naxalite Movement

એ પછી તો ઘણાં રાજ્યોના એ ફેલાયો. છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં એનાં મૂળ ઊંડા ઉતર્યા. સત્તા સામે વિદ્રોહની ભાવના સાથે શરૂ થયેલી ચળવળ ધીરે ધીરે દેશદ્રોહમાં પલટાતી ગઈ. ૧૮ નવેમ્બરે શાતિર નક્સલી કમાન્ડર માડવી હિડમા ઠાર થયો.

Top Maoist leader Madvi Hidma among six killed in encounter in Andhra Pradesh

આ સાથે જ નક્સલી ચળવળ પર એક મોટો ઘા થયો છે. વિચારધારા ખોટી હોય તો આચારધારા ખોટી જ પડવાની. હેમેન શાહ ચિંતનલક્ષી વાત કરે છે…

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે
અંતે બહારનાં ક્લેવરની વાત છે
જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર
ટીપાંની વાત સમંદરની વાત છે

આ વિશ્વ કણથી લઈને કણકણ સુધી વિસ્તર્યું છે. એ અસીમ છે, અમાપ છે. સ્વીકારવાની સાથે એને સમજવાનું પણ છે. ઋષિઓ, વૈજ્ઞાનિકો, ચિંતકો પોતપોતાના દૃષ્ટિકોણથી વૈકુંઠનું વિસ્મય સમજવાનો પ્રયાસ કરતા રહે છે.

The Vedic Rishis are pride of India - Here are the Reasons

જે ઊંડા ઉતરે છે એમને સંસારના રાગદ્વેષ, માન-અપમાન વગેરે ક્ષુલ્લક લાગવા માંડે છે. હિમાંશુ ભટ્ટ જીવનધારાને સમજવાનો પ્રયાસ કરે છે…

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે
સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

જો ઉલ્લેખનીય ઘટનાની વાત કરવી હોય તો ગુજરાતી ફિલ્મ `લાલો…’ ખાસ્સી લોકપ્રિય થઈ છે. યુવા પ્રતિભાઓ પોતાનું કૌવત દેખાડે એ જરૂરી છે.

Laalo Movie Cast: ગુજરાતી ફિલ્મ "લાલો - કૃષ્ણ સદા સહાયતે" સાથે જોડાયેલા દરેક વ્યક્તિને જાણો

નાટક અને ફિલ્મ આ બે એવા સક્ષમ માધ્યમ છે જે માતૃભાષાના સંવર્ધનમાં ઉપયોગી નીવડી શકે. જોકે અનેક ગુજરાતી ફિલ્મોમાં કલાકારોના ખોટા ઉચ્ચાર સાંભળીને મોટા ધ્રાસ્કા પડે છે. ચોટદાર સંવાદ પણ ખોટા બોલાય તો એ કઠવાના. કોઈ પણ ક્ષેત્ર હોય, સાધન સાથે સાધના પણ અનિવાર્ય હોય છે. ખલીલ ધનતેજવી પ્રારંભ પછી પ્રગતિના પંથે જવા માટે નિર્દેશ કરે છે…

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા
પણ હવે બારણું ઊઘડે તો વાત આગળ વધે
બંને જણને એક સરખી આંચમાં તપવું પડે
બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે

લાસ્ટ લાઈન

કલ્યાણ ઝંખું અન્યનું, એ પ્રાર્થનાની વાત છે
આગળ વધીને જો કહું, તો સાધનાની વાત છે

પાણી ભરેલાં પાત્ર બે બાજુ ખભા પર ઊંચકી
ચિંતા કરે છે ઝાડની, એ ચાહનાની વાત છે

સાચી મદદમાં નહિ, કરોડો આમ દેશે દાનમાં
આ ભાવનાની નહિ, પરંતુ નામનાની વાત છે

ચાહત હૃદયનું આંતરિક સૌંદર્ય છે, સન્માન છે
સમજાય તો પૂજા નહીંતર, વાસનાની વાત છે

મંદિર સમાણાં બાલમંદિરો જગતમાં વિસ્તરે
ભગવાન સાથોસાથ માણસ-સ્થાપનાની વાત છે

~ રતિલાલ સોલંકી
~ ગઝલ સંગ્રહઃ પછી બેસું ગઝલ લખવા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.