સાતમો સુવર્ણા ડી. શાહ ગુજરાતી કવિતા ઉત્સવ ~ ૩૧ માર્ચ ૨૦૨૪ ~ ઓનલાઈન Zoom ~ આયોજન: યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા

ધી ગુજરાત રિજ્યન કલ્ચર પ્રોગ્રામ
સેન્ટર ફૉર ધી સ્ટડી ઑફ હિંદુ ટ્રેડિશન્સ (CHiTra)
યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા પ્રસ્તુત

સાતમો સુવર્ણા ડી. શાહ ગુજરાતી કવિતા ઉત્સવ

Sun, 31st March 2024
USA: 9.00 am to 1.00 pm (EST)
India: 6.30 pm to 10.30 pm

Zoom id: 972 0930 0466
Passcode: 621121

Zoom Link:
https://ufl.zoom.us/j/97209300466?pwd=RE5TZzgxQmtXemRWenJ6VkE0eEtNZz09#success

ખ્યાતનામ વૈજ્ઞાનિક, વિદ્વાન, વિદ્યાર્થીઓના લાડકા પ્રોફેસર અને શિક્ષણ-યજ્ઞમાં આજીવન આહુતિ આપનાર કવિ ડૉ. દિનેશ શાહનો કવિતા પ્રત્યેનો પ્રેમ ચેરાપુંજીના વરસાદની જેમ સતત વરસતો રહ્યો છે. નાદુરસ્ત તબિયત હોવા છતાં કવિતાના ઉત્સવ માટેની તેમની પેશન ખરેખર વંદનીય અને અભિનંદનીય છે. વિવિધ કવિઓને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રસ્તુત કરી તેઓ દિનેશાઈ-કાર્ય કરતા રહ્યા છે.

યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાના નેજા હેઠળ ચાલતી આ કાવ્યપ્રવૃત્તિ અંતર્ગત સાતમો કાવ્યોત્સવ યોજાઈ રહ્યો છે. તેમાં અમેરિકા-ભારતના જાણીતા કવિઓ ભાગ લેશે.

કવિગણ:
દક્ષેશ કોન્ટ્રાક્ટર (બ્રાઉન્સવિલે, ટેક્સાસ)
રીંકુ રાઠોડ (ગાંધીનગર)
અબ્દુલ વાહિદ સોઝ (શિકાગો)
નંદિતા ઠાકોર (કોલંબિયા)
મુકુલ ચોક્સી (સુરત)
હર્ષવી પટેલ (વલસાડ)
અનિલ ચાવડા (શિકાગો)
હર્ષ બ્રહ્મભટ્ટ (અમદાવાદ)

આ કાર્યક્રમમાં ફ્લોરિડા યુનિવર્સિટીના પ્રતિષ્ઠત પ્રોફેસર ડૉ. વસુધા નારાયણ સ્વાગત કરશે. દિનેશભાઈ ઓ. શાહ પ્રાસંગિક વક્તવ્ય આપશે. કાર્યક્રમનું સંચાલન ડૉ. દિગેશ ચોક્સી અને સુશ્રુત પંડ્યા સંભાળશે તથા આભારદર્શન ડૉ. સ્નેહલતા પંડ્યા કરશે.

આપણું આંગણું બ્લૉગના પ્રિય વાચકોને તથા બ્લૉગ આયોજિત ગઝલશિબિર, ગીતશિબિરમાં ભાગ લેનાર કવિમિત્રોને આ કાર્યક્રમ માણવા વિશેષ વિનંતી.
***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.