“ચાલને સખી…!!” ~ વસુધા ઈનામદાર

“ચાલને સખી…!!” – વસુધા ઈનામદાર

ચાલને સખી, મધરાતે
વાદળ થઈને ઘૂમીએ!
તારલિયાના વનમાં સખી,
ભોમિયા થઈને ભમીએ….!

આકાશગંગામાં (2)
ડુબકી લઈ,
મરજીવા થઈ
ગોપીત ગગનનાં ગોતીએ!
– ચાલને સખી, મધરાતે
વાદળ થઈને ઘૂમીએ !
તારલિયાના વનમાં સખી….
ભોમિયા થઈને ભમીએ……!

લાલચટક ચુંદડીમાં (2)
હું તારલિયાને ગૂફું..
લાલી શરમની ઉડાડીને,
તને ગાલે, ભાલે ચૂમું!
– ચાલને સખી, મધરાતે
વાદળ થઈને ઘૂમીએ !
તારલિયાના વનમાં સખી….
ભોમિયા થઈને ભમીએ……!

માઝમ રાતે, રાત હીંચોળે (2)
સૂરજને લઈને ખોળે,
ગગનગોખે જાગી ઊઠેલો
રવિ પરોઢિયું ઢોળે!
– ચાલને સખી, મધરાતે
વાદળ થઈને ઘૂમીએ !
તારલિયાના વનમાં સખી….
ભોમિયા થઈને ભમીએ……!

***

આપનો પ્રતિભાવ આપો..