ગંગાનાં પરિપ્રેક્ષ્યમાં સ્ત્રીઓનાં વિવિધ સ્વરૂપો પ્રકરણ: ૬ (૨)~ “ગંગાથી રાવી સુધી” (લેખમાળા: બે )~ પૂર્વી મોદી મલકાણ

हम हूँ तो गंगा तिरीयवा की चिरैयबा,
आज न्हाईबे गंगा के पनिया,
पर कल कहाँबै जाईबे तैही जनैना 
અર્થાત્-અમે તો ગંગા તીરેની ચકલીઓ છીએ, આજે ગંગાનાં પાણીથી ન્હાઈશુ, પણ કાલે કયાં જઈશું તે જાણતાં નથી.

वह चिड़िया जो चौंच मारकर, दूध सी गंगा पानी पी के
गंगा से सींचे रसभरे फल रुचिरस संतोष से खा के
छुम छुम नाच लेती है, वोह चिड़िया मैं ही तो हूँ ।
અર્થાત્-આપણી નદીઓ, આપણાં પર્વતો, આપણાં દેશની ભૂમિ જેમ અદ્ભુત છે તેમ આપણાં દેશમાં રહેલ પક્ષીઓની પ્રજાતિ પણ અદ્ભુત છે. જેમાંથી કેટલાક પક્ષીઓનો સંબંધ જનજીવન સાથે ઘનિષ્ઠ પણ બન્યો છે. આ ઘર આંગણાનાં પક્ષીઓમાંથી પોપટ -મેના વળી એવા યે પક્ષીઓ છે જેને પાળવાની પ્રાચીન પરિપાટી રહી છે. ઋગ્વેદમાં કહ્યું છે કે; દરેક જીવનો જીવાત્ત્મા પણ એક પક્ષી જ છે. જે કોઈપણ પ્રહરે ઊડે છે અને પિંજર છોડી જાય છે.

પ્રાચીન ભારતમાં પક્ષીઓનો ઘણો જ આદર સત્કાર કરવામાં આવતો હતો કારણ કે આ પક્ષીઓ શગુન, સૌંદર્ય અને સૂચનાઓ આપતા હતાં. તેમના સ્વર, તેમની ગતિ વિધિથી શુભ -અશુભ કાર્યોની સૂચના મળતી હતી તો સાથે તેમનાં પંખોનો પણ ઉપયોગ ઔષધ, સૌંદર્ય અને શિક્ષા માટે થતો હતો. તો સાથે આ જ પક્ષીઓનો ઉપયોગ સંદેશવાહક તરીકે થતો હતો. પણ લોકગીતોમાં પક્ષીઓની ભૂમિકાની વાત કરીએ તો; પક્ષીઓનો ઉપયોગ કેવળ યાતાયાત સંદેશવાહક તરીકે જ નહીં, બલ્કે માનવમનને એકબીજા સાથે જોડી રાખવામાં થતો હતો અને અમુક અંશે આજે પણ થાય છે. ખેત -ખલિયાન, બાગ-બગીચા, આંબાવાડી, વડ, પીપળે ને લીમડે તો આ પક્ષીમેળો ખરેખર ગુંજી ઊઠતો હતો. તેમનો ચરચરાહટ અને કલરવ રાતે સુવાડતો હતો ને દિવસે ઉઠાડતો હતો.

आजउसपक्षीकोफिरदेखा
जिसेपिछलेसालदेखाथा
क्यानामहैउसका
खंजन
टिटिहिरी
नीलकंठ ?
अहा ! मुझेकुछभीयादनहीं
मैंकितनीआसानीसेभूलताजारहाहूँ
ये पक्षियोंकेनाम
         ( શ્રી કેદારનાથ સિંહ )

ઘર આંગણે આવનાર પક્ષી, જેને રોજ ઘરની સામે લાગેલા પાઇપ પર, વાયર પર, વૃક્ષ પર, દીવાલ પર જોઈએ છીએ તે પક્ષીનું નામ આપણે જાણતાં નથી કારણ કે આજની સ્થિતિ અલગ છે. તેથી લોકગીતોએ આ વાત પર ધીરુ ધીરુ બોલીને આપણું ધ્યાન તેમની તરફ વાળવાનો જે પ્રયત્ન કર્યો છે, તે જોવા જેવો છે. તો, ચાલો આજે લોકગીતોમાં રહેલ પક્ષીસમાજ પાસે લટાર મારીએ અને સૌ પ્રથમ સોનચિરૈયા, ચકલીબેનની મુલાકાત લઈએ.

એક સમય એવો હતો કે, ઘર આંગણે ચી ચી કરનારી ચકલીને કારણે આંગણ આખું યે ગુંજી ઊઠતું. નવા નવા પગલાં માંડતાં શીખેલા એ બાળકની પહેલી મિત્ર ચકલી હતી. મા પણ બાળકને કહેતી-
“પા પા પગલી, નાની મોટી ડગલી
એક ડગલી એ આવી નાની સી ચકલી
ચકલી આવી, ચકલા ને ય લાવી ને
ચીં ચીં કરતાં આંગણ ગજાવી નાચવા લાગી.

અગર આ ગીતની વાત કરીએ તો બીજી પંક્તિઓમાં બીજા પક્ષીઓ જોડાતાં જાય પણ મુખ્ય અંતરામાં તો ચકલી બહેન જ રહેતાં.
આમ એ ચકલીની ઓળખાણ, તેનું કામ, તેની બોલી એ બાળકની પહેલી સ્કૂલ હતી. પણ આજે ઘર આંગણામાં વૃક્ષો દેખાતાં નથી તેથી તેની સાથે ચકલી યે ચાલી ગઈ ને બારાખડીની બૂકમાં ચિત્ર બનીને બેસી ગઈ. ચકલીબેન ભલે ચિત્ર બની બેસી ગયા હોય, પણ દરેક પ્રાકૃત ભાષાનાં મુખમાં ઉપરોક્ત જેવું એકાદ -દોકલ બાળગીત મળી જ આવે છે. નીચેનું ઉદાહરણ જોઈએ.
नन्ही बूँदी आवेला चिरैया ढ़ोल बजावेला,
बुढ़िया माई हाली -हाली गोइठा उठावेला ।
અર્થાત્:- ચોમાસાની ઋતુને વ્યક્ત કરતું આ બાળગીત બતાવે છે કે; નાની -નાની બુંદો આવશે ત્યારે ચકલી ખુશ -ખુશ થઈ ઢોલ વગાડશે, પણ બુઢીમાઈ ગોઠણ સુધી કપડાં ઉઠાવીને ચાલશે.

चिड़ि वो चिड़ी थारो ब्याव करूँ,
छः मण चोरवा त्यार करूँ
उठौ -उठौ री चिरैयाँ
तुमाये दद्दा लड्डुवा लाए ।


આજે આપણાં શહેરોની હાલત એ થઈ ગઈ છે કે શોધવા જાઓ તો યે કાગડા
, કબૂતર મળી જાય પણ ચકલી, ચકવી, કોયલ, હોલોરાણો, કાબર વગેરે જેવાં પક્ષીઓ સહેલાઇથી મળતાં નથી. આપણાં દરેક ભાષાનાં લોકસાહિત્યોએ આ પક્ષીઓ વિષે ઘણી વાત કરી છેજોવાની એ વાત કે લોકસાહિત્યમાં તો માનવજીવનને ય પક્ષીઓ સાથે સરખાવેલ છે. ખાસ કરીને દીકરીઓને. આથી કહ્યું છે કે;
चाँदे बैठी चिरकली उड़ान म्हारा दादाजी
चिरई समान फुदुकत कहु भइया
सरपट जात कित ओर ।
અર્થાત્:- ચાંદ પર બેસેલી મારી દીકરી ચકલીની સમાન ફૂદકતી જાય છે, કૂદતી જાય છે, ને પળ -બે પળમાં તો ક્યાંય ભાગી જાય છે.

डाली पे बैठी छोटी सी चिड़ियारानी
कांधे पे मेरे नन्ही सी गुड़िया
पर चिड़िया से भी सुन्दर है मेरी गुड़ियारानी
પણ ગુડીયાને ચિડિયા સાથે સરખાવનારા કેટલાં પિતા હોય છે? અને આ પિતાઓમાંથી કેટલાં જણા એ પોતાની ગુડીયાને કહ્યું છે કે; દીકરી મારુ જીવન તારે માટે છે?
यह मेरा जीवन तेरे लिए है मेरी गुड़िया रानी
मेरे जीवन का सपना है तेरे लिए है,
माँग ले जो चहिए वोह हँसके
क्यूंकी मेरा जीवन ही तेरे लिए है गुड़िया

જ્યાં અમુક પિતાઓ આવા હોય છે, તો બીજી બાજુ કેટલાક પિતાઓ માટે દીકરીઓને પ્રશ્ન પણ કરવો પડે છે. જેમ કે, રાજસ્થાની લોકગીતમાં દીકરી પિતાને કહે છે કે,
बाबा, मोहरा मै तो थारी चिरैया छोटी सी,
काहे को काटीया निमिया को पेड़, काटीयो मत,
निमिया के पेड़ पर चिरैया को बसेरो जैसे,
म्हारो बसेरो थारा आँगन में वैसे ।।
અર્થાત્:- બાબા, હું તો તારી નાનકડી ચકલી છું. તું શા માટે નીમનાં વૃક્ષને કાપે છે? આ નીમનાં વૃક્ષ પર જેમ ચિડિયાનો બસેરો અર્થાત માળો છે તેમ તારા ઘરનાં આંગણમાં મારો માળો છે. બીજા અર્થમાં જોઈએ તો,નીમનાં વૃક્ષનું પદ એ પિતાનું પદ છે જેની છાયામાં દીકરીઓ શાંતિથી મોટી થાય છે. આ બંને જણાંએ પોતપોતાના પદને શોભાવે તેમાં પણ સંબંધોની ગરિમા હોય છે.

આમ જ્યાં રાજસ્થાની લોકસાહિત્યએ દીકરી, ચકલી, લીમડાનાં વૃક્ષ અને માળાને મહત્ત્વ આપ્યું છે તેમહિન્દી સાહિત્યમાં કહે છે કે,
जैसी भोली-भाली चिड़ियारानी,
वैसी हमारी बिटियारानी,
चुन चुन दाना चुग के कल को
उड़ उड़ जावैगी कोई दूजे के घर।।

ઉપરોક્ત બંને જે વાત થઈ તે પિતાનાં આંગણમાં રમતી ખેલતી ચકલી -દીકરીની, પણ દીકરી -દીકરા વચ્ચેનાં ભેદભાવની વાત કરવામાં યે લોકસાહિત્ય પાછળ નથી રહ્યું. આથી તેણે દીકરીની તે પીડા દીકરી પાસેથી જ કઢાવતાં કહ્યું છે કે,
बिटियन जिनी तूने दुख दीह्या ए बाबा !
हों तोरी बिटिया, चिरैया की नाय हों,
हम तो कली तोरे आँगन की बाबा,
कल सुबह चली जाऊँगी,
तब खूब लाड़ दिजो भैया को ।। 
અર્થાત્:-જે દીકરીને તું તારા દીકરાથી જુદી ગણી, દુઃખ આપી રહ્યો છે તે દીકરી કાંઇ ચકલીની દીકરી નથી. તે દીકરી તારી છે, કાલે સવારે એ ચાલી જશે. ત્યાર પછી તુ તારા દીકરાને ખૂબ લાડ લડાવજે.


આમ દીકરીની પીડા જ્યાં પ્રગટ થાય છે
, ત્યાં દીકરીની પીડાની વાત બહુ મોડે મોડે સમજેલા માબાપની યે છે. આથી તેઓ દીકરીને સાસરેથી પાછી બોલાવતાં કહે છે કે,
ओ री नन्ही सी चिड़िया मेरी,
मेरे अंगना में फिर से आजा रे,
आ के अंगना में दिये जला जा,
एक और मौका दे दे तु मुझे,
तो नये सपनों से तुझे संवारtता जाऊ  ।।

જેમ ઘરમાં રહેતી દીકરીઓસાથે ભાવ-ભેદભાવની વાત લોકગીતોએ કરી છે તેમ સાસરીએ જતી વખતે દીકરી પણ પિતાને કહે છે કે,
हो बाबा मै तेरी सोन चिरैया,
आज जावे अन्जाने की नगरिया,
जाने कौन से देस से ये आयो सौदागर
और
उसका सोने का पिंजरा दिखलाके
आपने मुझ को ललचाया ।।

અહી જ્યાં દીકરી પોતાની વાત કરે છે,ત્યાં સગાસંબંધીઓ દીકરીનો લગ્નોત્ત્સવ ધામધૂમથી ઉજવતાં ઉજવતાં દીકરીનાં પિતાને કહે છે કે, જે દીકરીને તે અત્યંત લાડથી મોટી કરી છે તે દીકરીને બીજા દેશમાં જવાનો વખત આવી ગયો છે, માટે હે પિતા તું તારી લાડકવાયીને વિદાય આપ. સગાસંબંધીઓની આ ભાવનાને પંજાબી લોકગીતે બતાવતાં કહ્યું છે કે,
साढा चिड़िया का चंबा वे, बाबुल एषा उड़ जाणा
सड़ी लम्बी उड़ारी वे, बाबुल केड़े देश जाणा ।।
અર્થાત્:-બાબા, તારું ઘર એ અમારા જેવી ચકલીઓનો માળો છે, આવતી કાલે સવારે અમે પણ કોઈક નવા આસમાનમાં ઊડી જઈશું.
જે દીકરીઓને ખબર છે કે; બાબુલનું ઘર એનું આસમાન નથી તેથી આ દીકરીઓને માયુ પાસેથી કોઈ જ આશા નથી પણ પીડા તો પીડા જ છે તેથી એક દીકરી કહે છે કે;

सोनचिरैया सी मैं तेरे ही साहिल की कश्ती हूँ,
पर तूने कभी जाना ही नहीं
मैं जो जाना नहीं चाहती तेरे आँगन से
उसे निकालने में तू लगी है
….और भी एक कश्ती लगी है तेरे आँगन में
जो छोड़ जाने को तैयार है
पर तू बस उसे खींचने- बांधने में पड़ी है।

( પારિજાત મેવાકર )
કવિયત્રી પારિજાતે જેમ દીકરીની પીડાને વર્ણવી છે તેમ ઉર્દૂ કવિ શ્રી મુન્ન્વર રાણાજી કહે છે કે;
ओस की बूँद सी होती है बेटियाँ,
माँ -बाबा के स्पर्श को
खुरदुराने को रोती है बेटियाँ
रोशन करेगा बेटा तो बस एक ही कुल को
दो दो कुलों की लाज होती हैं बेटियाँ
फिर भी घर आँगन में ही पराई हो जाती है बेटियाँ ।

શ્રી મુન્ન્વરજી અહીં જ નથી અટકતાં તેઓ પોતાનો એક અનુભવ બતાવતાં કહે છે કે;
मेरी बिटीयाँ सी बहन को ख़ुद्कुशी करनी पड़ी
क्या ख़बर थी दोस्त मेरा इस क़दर गिर जायेगा 
एक 
अजनबी हाथ में उसकी कलाई देते…वक्त
वोह किसी बच्चे की तरह फूट के रोई थी
पर फिर भी उसको देखि-अनदेखि करके मैंने
एक कसाई की तरह भेज दिया था अजनबी के साथ ।

હવે એક બીજી કથા જોઈએ. સાસરે આવેલી કન્યાએ બહુ પ્રેમથી સર્વે નવા કુટુંબીજનોને અપનાવી લીધાં. આ કન્યા જ્યારે ગર્ભિણી બની ત્યારે તેનાં માતપિતા તે કન્યાને ત્યાં આવ્યાં. માતપિતાએ જોયું કે, તેની ગર્ભવતી દીકરીને પ્રસવની ઘડી આવી હોવાથી તે પીડામાં છે, અને તે ઊંહકારો કરી રહી છે પણ તે પીડાનો સ્વર સાંભળીને ય સાસુ જેઠાણી એ નવી વહુ માટે જાગ્યાં નહીં આ જોઈ માતાએ તેનાં પતિને કહ્યું;
जागी मायके जी चिरैया हो,
चेऊँ चेऊँ कर रही जी महाराज जी,
चुंदरीया रंग रही जी महाराज जी,
पर किसी ने देखि नाही ।

આમ જ્યાં ચકલી અને દીકરી એમ પંખી અને માનવની ભાવના જોડાયેલી છે ત્યાં એક નવી વાત પણ છે. આ વાત બાળકોને કહેવાની વાર્તાનું રૂપ હોય તેમ લાગે છે. કારણ કે અહીં ચકલીને ખેતર સાથે જોડી છે.
“ચકલીબાઈ, ચકલીબાઈ તારા ખેતરમાં મે તો ઝીંઝુરા રે વાવ્યાં
ઝીંઝુરા ને નાના મોટા ને લીલા પોપટા રે આવ્યાં,
પોપટા ને તોડવા રે તો હું તો વાંકી થઈ ત્યાં તો
લીલી ઘોડી ને પીળો ચાબખો લઈ ભાઈજી આવ્યાં”

આ બાળવાર્તાનું ગીતનું રૂપાંતર જોતાં અન્ય એક ગીતની યાદ આવી ગઈ જે એક સમયે દૂરદર્શન ઉપર આવતું હતું. જેના શબ્દો કશાક આવા હતાં.
एक चिड़िया -एक एक कर के अनेक चिड़िया,
दाना चुगने बैठ गई चिड़िया

જ્યાં સુધી મને યાદ આવે છે ત્યાં સુધી આ ગીતનો સાર શિકારીની જાળ ઉપાડી જઈ એકતાને સિધ્ધ કરવાનો હતો. પણ પ્રેરણા ને શીખ આપનારી વાતોને છોડી ક્યારેય ચકલીની આંખે-પાંખે દુનિયા જોવાનું વિચાર્યું છે? અલબત્ત ઘણીવાર કલ્પના કરવામાં આવી છે કે; પક્ષીઓ તળાવમાં તરે ને માછલીઓ આકાશમાં ઊડતી હોય તો કેવું સારું. પણ આપણી વાત કરીએ તો એમ કહેવું પડે કે;
मैंपूरीदुनियाकोचिड़ियोंकीआँखोंसेदेखूँगी,
जिनकेघोंसलेकिसीतरहकाटैक्सअदानहींकरते
वेसमुद्रोंमेंतटोंपरदरख़्तोंमेंआकाशमें और जंगलोंमें
यहाँतककिहमारेघरोंकीमुँडेरोंऔरछतोंपर
भी बैठ जाती है बिना बात किये इस लिये
,

चिड़ियाँ की आंखो से देखूँगी दुनिया सारी

જે ચકલીની આંખે દુનિયાને જોવાની વાત કરી રહ્યા છીએ તેની વાત જ નિરાળી છે. પણ દીકરી હોય કે ચકલી, જેટલી ફૂદકતી, કૂદતી ને ઊછળતી હોય પણ તેનાં આનંદને જોવાની આદત સમાજને નથી, પણ તેની પીડા સમાજ જોઈ શકે છે. પણ, તેની આ પીડા આત્મસાત કરવા માટે એટલો અહેસાસ રાખતાં નથી. તેથી જ આજે ચકચક કરી આખું આંગણ ગજાવતી દીકરી અને ચકલી બંનેની ટકાવારી આપણાં સમાજમાંથી ઘટતી જાય છે. આજે પણ ૧૧૦ છોકરાઓ વચ્ચે ૯૯ છોકરીઓ છે અને ચકલીઓની તો વાત જ જવા દો. ચકલીઓની જગ્યાએ આજે આપણે વિદેશી પક્ષી ફિંચ આવી ગયાં છે, પણ તેનાથી ચકલીઓની જગ્યા પુરાઈ જતી નથી. રહી ચકલી, સોનચિરૈયા જેવા પક્ષીઓની વાત તો આગળ જણાવ્યું તેમ આપણી સફર ઘણી લાંબી છે, તેથી આજે અહીં જ ઠહેરીએ.

सासूजी थारा घरनी मैं हूँ चिरियाबहू, पनिया भरन पनघट कैसे जाऊँ जी,

थारे घर को चकुवा और म्हारो धणी ताके म्हने लेई 
रसीले दोऊ नैण जी ।

© ૫-૫-૨૦૨૩ પૂર્વી મોદી મલકાણ ( ફ્લોરિડા યુ.એસ.એ )

Email:- purvimalkan@yahoo.com

Ph:- 14847848270

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ઓહહ, કેટલી મીઠાશ ભરી છે આ લેખમાં. હૃદય રસથી તરબોળ થઈ ગયું. આવા ઉત્તમ લેખો લખનાર લેખકો ય ગુજરાતમાં છે એ જાણીને સાનન્દશ્ચર્ય થયું.