કેમ રહેવું રાજી? (ગીત) ~ પુષ્કરરાય જોષી (રાજકોટ)

કેમ રહેવું રાજી?
ઈશે આપ્યું આયખું થોડું
ને પળોજણ ઝાઝી

ડગલે-પગલે ઠોકર ખાતાં
કાપીએ વિકટ વાટ,
નિત ઊઠીને કોને કહીએ
કાયમનો કકળાટ?
ઊંચે બેઠો ઈશ જુએ ક્યાં
દુનિયાની તારાજી?

રૂપ બદલતો રોજ જમાનો,
કેમ મિલાવવા તાલ?
તોય હૈયે આશ અનોખી
રૂડી ઊગશે કાલ,
માણસ નામે મૂરખ પ્રાણી
કહેતા મરીએ લાજી

***
પુષ્કરરાય જોષી
479, ગુજરાત હાઉસિંગ બોર્ડ,
કણકોટ પાટિયા, કાલાવડ રોડ,
રાજકોટ-360005
મો.નં. 99251 65164

આપનો પ્રતિભાવ આપો..