આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૧૬ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૧૬

પ્રિય દેવી, 

દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય એ વાત ખૂબ ગમી. એજ રીતે પ્રલોભનોમાં લપસી પડતાં લોકો માટે તેં યોજેલી મેનકા અને વિશ્વામિત્રની ઉપમા ખૂબ જ સ-રસ લાગી.

पौराणिक प्रेम कथाएं: मेनका ने क्यों ठुकरा दिया विश्वामित्र का प्यार - vishwamitra  menka love story - Navbharat Times

એટલે હવે આવું તારી બાળકોને અમેરિકામાં મળતા શિક્ષણની વાત ઉપર. અહીં યુ.કે.માં પણ નર્સરી (રીસેપશન ઈયર)થી શિક્ષણ પધ્ધતિ દ્વારા એમની અંદર રહેલી કુદરતી ટેલન્ટને બહાર આવવા દેવા માટે જે પ્રયત્ન થાય છે તે સાચે જ ઉમદા છે.

How Do You Define a Special Needs Child? | HealthyPlace

અહીં ‘સ્પેશિયલ નીડ્સ’નો એક વિભાગ અલગ કરીને સ્કુલોમાં જે બાળકો સામાન્ય બાળકો કરતાં થોડા માનસિક રીતે નબળાં હોય અને ભણવામાં તકલીફ પડતી હોય એવા વિદ્યાર્થીઓને માટે સામાન્ય સ્કુલોમાં જ ખાસ સગવડ કરી આપવામાં આવે છે. જેથી તેઓ લઘુતાગ્રંથીથી ન પીડાય અને એમને પણ લાગે કે તેઓ સામાન્ય બાળકો જેવાં જ છે.

શારીરિક અને માનસિક રીતે અક્ષમતા ધરાવતાં બાળકો માટે પણ અલગ સ્કુલો રાખીને બને એટલા એ લોકોને સક્ષમ, સ્વતંત્ર બનાવવાનો પ્રયત્ન કરે છે જેથી શારીરિક ખોડ હોય કે ઉંમરના પ્રમાણમાં માનસિક રીતે અવિકસિત હોય તેવા બાળકોને અન્યો પર ઓછો આધાર રાખવો પડે.

Williamson promises review of special needs education in England | Special  educational needs | The Guardian

અમેરિકા અને યુ.કે.ની શિક્ષણ પધ્ધતિમાં બહુ મોટો તફાવત કદાચ નહીં હોય પરંતુ તે માટે આર્થિક સહાયતાની રીત ઘણી જુદી છે એમ મારું માનવું છે. યુ.કે.માં પ્રથમ ૧૦,૦૦૦ પાઉંડ કમાયા પછીની કમાણી પર ટેક્ષ ૨૨%થી શરૂ થઈ ૩૦% – ૩૫% સુધી આપવો પડે છે એના બદલામાં શિક્ષણ, બાળ ઉછેર, મેડીસીન વિગેરે નિઃશુલ્ક છે. હોસ્પિટલની સેવાઓ પણ મફત મળે છે. જ્યારે અમેરિકામાં વ્યક્તિગત વીમાની પધ્ધતિ છે એમ મેં વાંચ્યું છે. વીમો ન હોય તેવી વ્યક્તિઓને સેવાઓ નિઃશુલ્ક મળતી નથી. શું એ સાચું છે?

તું કહે છે તેમ બાળકોને મળતી તકોને લીધે કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ ભારતનું નામ ઉજાગર કરે છે અને તેથી ગૌરવની લાગણીની સાથે સાથે આંખમાં કંઈ પડે અને ખૂંચે તેમ એક વાત થોડી મનને કઠે છે અને એ કે ભારતમાં જો એ લોકોને આ તક મળે તો આપણું બુદ્ધિધન આપણા જ દેશના વિકાસાર્થે વપરાયને!

ખેર, આ સિવાય પણ યુ.કે.માં જે સેવાઓ મળે છે તેમાં ઘટાડાઓ થતાં રહે છે તેના કારણો અનેક છે પરંતુ તેમ છતાંય સરકારી બેનિફિટ્સ અહીં જે મળે છે એ કદાચ વિશ્વમાં અજોડ છે. બેકારી ભથ્થાથી શરૂ કરી, બાળક ૧૬ વર્ષનું થાય ત્યાં સુધી મળતું ચાઈલ્ડ બેનિફિટ, જન્મેલા બાળકની માતાને એક વર્ષ સુધી મળતી મેડિકલ સેવાઓ અને મેડિસિન્સ બધું જ મફત મળે.

Government Benefits for 60 Year Olds | UK Energy Support

આ ઉપરાંત વૃદ્ધોને મળતાં કાંઈ કેટલાય જાતનાં બેનિફિટ્સ અને તેમની કાળજી રાખનારને મળતી સહાય અને એવું તો ઘણુંય. એટલે અહીં આવવા માટે લોકોનો ધસારો ઓછો નથી. ખાસ કરીને યુરોપિયન યુનિયન બન્યા પછી જ્યાં જ્યાં યુરોપિયન લોકોએ રાજ કર્યું હતું તે બધા જ અહીં કાયદેસર આવી શકે છે-દા.ત. પોર્ટુગીઝ લોકોએ દીવ-દમણ પર રાજ કર્યં હતું-પોર્ટુગીઝ કોલોની હતી એટલે ત્યાં અને પોર્ટુગલમાં રહેતાં લોકો અહીં આવે છે. એ જ રીતે બોઝ્નીયા, સોમાલી જેવા દેશોમાંથી પણ અઢળક લોકો આવે છે. અને અસાયલમ સીકર આવે તે જુદા!!

અમેરિકાની જેમ માત્ર વ્યવસાયી હોય કે માત્ર ભણવા માટે જ આવનારા લોકો પ્રમાણમાં અહીં ખૂબ ઓછાં છે. એટલે જ અહીં એક નવી દુનિયા છે. તેં કહ્યું તેમ તને જેમ ૩૬ વર્ષનાં વ્હાણાં વાયાં તેમ મને ૪૭ વર્ષનાં વ્હાણાં વાયાં.

હવે આપણે માટે આ નવી દુનિયા નથી રહી. આપણે એના એક અભિન્ન ભાગ બની ગયા છીએ અને છતાંય…છતાંય ભારત જઈએ એટલે અંતરને તળિયેથી એક જે હાશકારો નીકળે છે એ અહીં નથી થતો.

એક વખત હતો દેવી, કે જગજીત અને ચિત્રા સિંઘનું પેલું પ્રસિદ્ધ ગીત-હમ તો ભયે પરદેશ મેં, દેશમેં નીકલા હોગા ચાંદ….

https://www.youtube.com/watch?v=nC1uZ2vofvg

આ સાંભળીને રડવાનું બંધ ન્હોતું થતું અને હવે કદાચ અનુભવો, ઉંમર કે પછી જમાનાની થપાટો ખાઈખાઈને સ્પંદનહીન બની ગયેલું મન! સાચે જ ક્યારે અને ક્યાં બાળપણની નિર્દોષતા ખોવાઈ ગઈ એ જ ખબર ન પડી!

કૃષ્ણ દવે મારા માનીતા કવિઓમાંથી એક છે તેમની એક પંક્તિ યાદ આવે છે-

સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બહાર, કળી કહે કે થોભ જરા હું ખોલી નાખું દ્વાર’.
અને એ દ્વાર એવાં ખુલ્યાં કે હવે પેલી સુગંધ અને ઝાકળ ભૂતકાળ બની ગયાં; નહી?

ભીખુદાન ગઢવીને પદ્મવિભુષણનો ખિતાબ મળ્યો તે વાંચીને ખુબ આનંદ થયેલો. એમની કહેલી એક જોક કહું. ઘણા વર્ષો પહેલા સાંભળી હતી-

એક ભાઈને તેઓ મળવા ગયા ત્યારે એ ભાઈ જડબે હાથ દઈ બેઠાં હતાં, એમણે પૂછ્યું શું થયું?

તો એ ભાઈએ કહ્યું, ‘ ઈસ્ત્રી કરતો’તો ને ફોન આવ્યો!!

હસવું આવ્યું કે નહીં યાર?

નીનાની સ્નેહ યાદ.
એપ્રિલ ૧૬, ૨૦૧૬

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ‘ હૈયે તે ટેરવે ‘ ના સ્વ – ભાવે ઝરેલી
    લાગણીઓ .