ચૂંટેલા શેર ~ ભગવતીકુમાર શર્મા

તાણો છે શબ્દનો અને વાણો વિચારનો
બેઠા કબીરજી ને નિકટ હાથસાળ છે
*
ચન પાળવાની પડી ટેવ તેથી
કોઈને વચન પણ ના આપી શકાયું
*
ચોર્યાસી લાખ ફેરા ફરવાના પૃથ્વી ઉપર
હું આવ-જા કરું છું બસ, જિસ્મો-જાન માફક
*
સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર
*
જોડકણાએ અવઢવમાં મને કેવો ડુબાડ્યો
ફાડી ન શકાયું કે મઠારી ન શકાયું
*
માણસને પામવાનો હું અવસર ચૂકી ગયો
કારણ કે મારી શોધ તો ઈશ્વર સુધી હતી
*
પરાધ જો ગણો તો ફક્ત એટલો જ કે
સંભવ નહોતો ત્યાં મેં અપેક્ષા કરી હતી
*
મારી સાથ ગાયું ગીત એ ભૂલી ગયો છું હું
સ્મરણ તાજું કરો ને ગીતની અડધી કડી આપો
*
રણાઈ ન વાગે કે નથી ઢોલની થાપી
ચાલે છે દિવસ-રાત કશા દિવ્ય તમાશા
*
ક વાસંતી ટોળું જ આવ્યું હતું
આંગણે રોપીને પાનખર ક્યાં ગયું?
*
ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો
*
સાવ ઝીણો અંતરપટ શિવ ને જીવની વચ્ચે, શક્ય એનું ઓગળવું
માશૂકા-ખુદા વચ્ચે હોય ન અદેખાઈ, એ ક્ષણો ગઝલની છે
*
ચ્છો છો તમે તોય વટાવી ન શકાશે
ફાટ્યા છતાં પોતાના હું ખિસ્સામાં રહ્યો છું
*
નિખાલસ થઈ હાર મેં તો સ્વીકારી લીધી
બને તો જીવી લેજે મારા વગર તું
*
વાવ, કૂવા, સરોવર, નદી સર્વ સુક્કાં અને ખાલીખમ
મારા પડઘાઓ એમાં ભરું છું છતાં ગામ આવ્યું નહીં
*
સાર્થક ઠર્યો તે તારો ભરોસો હતો અડગ
નિષ્ફળ ગઈ તે મારી અપાહિજ દુઆ હતી
*
તિથિધર્મ લાજે; આંસુનાં તોરણ લગાવી દો
પધારી છે વ્યથા-કુંવરી, જરા સત્કાર તો કરીએ
*
ધૂરી વાર્તાઓ ને અનુત્તર પ્રશ્નનો ઢગલો
હું વિક્રમને ખભે બેસી જતા વૈતાળ જેવો છું
*
કોઈએ જાણ્યું નહીં ને મેં જગત છોડી દીધું
અડધી કાઠીએ કદી મારી ધ્વજા થઈ ન શકી

~ ભગવતીકુમાર શર્મા

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment