આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૧૨ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૧૨

પ્રિય દેવી,

મારા ગયા વખતના પત્રમાં મારા સ્વભાવ વિરૂધ્ધ થોડી ગંભીર થઈ ગઈ હતી નહીં? હમણા જ પૂજ્ય મોરારીબાપુનું એક વાક્ય વાંચ્યું, ‘રડતાં તો જિંદગી શીખવશે, હસતા શીખો, સાહેબ.’ બસ, એ મુજબ હંમેશા હસતી–રમતી નીનાને જિંદગીએ રડતાં શીખવ્યું છે તેનો આછેરો ચિતાર આપ્યો. બાકી તો ‘જો તુમ હંસોગે તો દુનિયા હંસેગી, રોએંગે તુમ, તો ના રોયેગી દુનિયા’ ને હંમેશાં હું અનુસરું છું.

હવે આવું તારા પત્રના વિષયો તરફ. સાચ્ચે જ તારા મોટાભાઈએ રાખેલા દીવાદાંડી સમાન વાક્ય– ‘એ દિવસો પણ વહી જશે’ ને સલામ. એ વાક્ય વાંચવું સહેલું છે પરંતુ જીવનના કેટલાંક વળાંકો પર આવું હકારાત્મક વલણ રાખવું કેટલું મુશ્કેલ છે તેનો સ્વાનુભવ પણ છે.

હવે તેં લખેલા પેલા ભારતીય છોકરાની પ્રમાણિકતાની વાત. પૂ. પાંડુરંગ શાસ્ત્રીએ કરેલી એક વાત યાદ આવી. તેમણે કહ્યું હતું કે, ‘ ભારત બહાર રહેતો દરેક ભારતીય ભારતનો પ્રતિનિધિ/એમ્બેસેડર છે. આપણું વર્તન, વાણી અને વિચારનું પ્રતિબિંબ કેવું પડે છે તેને માટે દરેકે સજાગ રહેવું જોઈએ. પોતાના ઘરે થીંગડાવાળા કપડાં ચાલે; બહાર નીકળીએ ત્યારે વ્યવસ્થિત રહેવું જોઈએ’. કેટલું સાચું છે!

Swadhyay Parivar Gujarati Website-Bhavgeets-Books

માત્ર લોહીમાં વણાયેલા સંસ્કાર ઉપરાંત પણ આપણે કામ કરવું પડશે અને હું ખાસ કરીને યુ.કે.ની વાત કરું છું. મેં ૯ વર્ષ અહીં યુથવર્કરનું કામ કર્યું છે અને ખાસ કરીને આપણા એશિયન યુથ સાથે. દેવી, હું નકારાત્મક વાત નથી કરતી પરંતુ વાસ્તવિકતા એ છે કે ત્રણ ત્રણ સંસ્કૃતિને ત્રિભેટે ઊભેલો યુવાન માર્ગદર્શન માંગે છે. ત્રિભેટે એટલા માટે કહું છું કે અમારે ત્યાં મોટા ભાગના એશિયનો આફ્રિકાથી આવ્યા છે.

Expelled in 1972, Uganda Indians lead UK's Brexit trade | World News - Hindustan Times

… એટલે મૂળ ભારતથી આવેલા પૂર્વજોનો સાંસ્કૃતિક વારસો, આફ્રિકાની થોડી અસર અને હવે પશ્ચિમની સંસ્કૃતિમાં ઉછરતો આપણો યુવા વર્ગ.

કમાવા માટે જ ભારત બહાર નીકળેલા માતા–પિતાનું ધ્યેય પહેલું કમાવાનું એટલે બાળકને જોઈતો સમય આપી ન શકવાની તેમની મજબૂરી, સાથે સાથે પહેલી પેઢી અહીં સ્થાઈ થયેલી તેમને નડતો ભાષાનો પ્રોબ્લેમ અને વિપરિત સાંસ્કૃતિક મૂલ્યો વચ્ચે ભીંસાતો આપણો યુવાન!

Culture and Mediation Process Design | Communities in Transition

તેં લખ્યું છે તેમ, આપણે ન્યાયાધીશ કે વકીલ ન બનીએ, આવતી પેઢીના માર્ગદર્શક બનીએ અને તે પણ ‘ઑપન માઈન્ડ’ રાખીને, તેમની સંવેદનાને આત્મસાત કરીને અને સહાનુભૂતિ સાથે સાથે વાસ્તવિકતાનો  સ્વીકાર કરીને.

ઉપર લખેલું બધું જ કરવા ઉપરાંત આપણે સૌએ ‘સાંભળતાં’ શીખવાની જરૂર છે એવું તને નથી લાગતું? આદરણીય ફાધર વાલેસે ‘શબ્દલોક’ નામના એમના પુસ્તકમાં વાતચીતની કળા પર ખૂબ સરસ લખ્યું છે–

ફાધર વાલેસ : એ 'વિદેશી' જેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યની 'સેવા' કરી - BBC News ગુજરાતી

‘વાતચીતનો પહેલો ધર્મ સાંભળવાનો છે. કાનથી સાંભળો, મનથી સાંભળો, દિલથી સાંભળો વચ્ચે બોલવાનું નહી… બરાબર સાંભળ્યું એટલે બોલવાનો અધિકાર મળ્યો, એનો પૂરો ઉપયોગ કરો–પૂરી સમજણ સાથે’.

આજના યુવાનોને વડીલો તરફથી ઉપદેશ મળે, ક્યાં તો સલાહ–સૂચનો મળે કે ક્યાં તો ‘અમારા જમાનામાં…’ અથવા ‘તમારા કરતાં…’!!!

આપણે એ લોકોને ફાધર વાલેસે કહ્યું તેમ સમય ફાળવીને, દિલથી–મનથી અને સંવેદના અને સહાનુભૂતિથી સાંભળીએ–પછી એ પૂર્વ હોય કે પશ્ચિમ. આપણે વડીલોએ સાંભળવાની કળા શીખવી જોઈએ એમ મને લાગે છે.

26 Things Young People Can Learn From the Older Generation | Cheapism.com

ભણતર તેમાં થોડો ભાગ ભજવે તો સારું છે. જેમકે આજના જમાનાને સમજવા માટે તેમની પાસે વાંચન, મોર્ડન ટેકનોલોજી વિષેનું જ્ઞાન અને દુનિયાની માહિતી ધરાવતા હોવાથી થોડું ‘ઓપન માઈન્ડ’ હોવું જોઈએ.

મને લાગે છે અમેરિકામાં કદાચ પરિસ્થિતિ જુદી હશે કારણ મોટા ભાગના એશીયનો ભારતથી આવી વસ્યા છે વળી અમેરિકન કાયદા મુજબ લગભગ વ્યવસાયિક લોકો વધારે હશે–એટલે કે ભણેલા લોકો વધારે હશે–ત્યાંની પરિસ્થિતિ જણાવજે, વાંચવું ગમશે.

યાર, વિષયો જ એવા નીકળે છે ને કે ન થવું હોય તો ય ગંભીર થઈ જવાય!

તેં ‘કુંભારના ચાકડા…’ના લેખકના નામ વિષે પૂછ્યું છે, પરંતુ યાર, આટલા વર્ષો પછી સાચે જ યાદ નથી. આટલા વર્ષોની ક્યાં વાત કરું, હું ભારત ગઈ તે પહેલાં મેં મારા ફાઈલિંગ કેબિનેટની ચાવી ખબર નહી ક્યાં રાખી છે આટલા દિવસો થઈ ગયા – પ્રયત્ન કરી કરીને થાકી ગઈ, યાદ જ નથી આવતું!

બદામની બરણી પૂરી થઈ ગઈ પણ બદામ લાવવાનું પણ આજે ભૂલી ગઈ, માનીશ!

હવે બીજી એક હસવાની વાત લખી વિરમું– મેં આગળ લખ્યું તેમ અહીં આવેલા પ્રથમ હરોળની પેઢીનાં જેમનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઓછું હતું તેવા બહેને મને એકવાર એમને ઘરે ‘ડેમોલિશન’માં જવા આમંત્રણ આપ્યું! મેં પૂછ્યું, ‘કેમ, કાંઈ ભાંગતોડ કરવાની છે?’ તો કહે ‘ના, ના, ટપરવૅરનું ડેમોલેશન (કહેવા માંગતા હતાં ’ડેમોસ્ટ્રેશન’) છે!!!

ચાલ, હસવું આવ્યું કે નહી તે લખજે.

નીનાની સ્નેહયાદ
માર્ચ ૧૯ ‘૧૬

આપનો પ્રતિભાવ આપો..