કુછ તો લોગ (કયું) કહેગેં ~ કટાર: બિલોરી (3) ~ ભાવેશ ભટ્ટ

ઘણી વાર આપણે કોઈ ફિલ્મ સ્ટાર કે અન્ય કોઈ પણ ક્ષેત્રની સેલિબ્રિટીઝને એવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે  ‘કાશ આ પ્રસિદ્ધિ, વૈભવ, પ્રતિષ્ઠા બધું પાછું લઈને મને મારી જૂની ઓળખ (સામાન્ય માણસની) કોઈ પાછી આપી દે’.

ત્યારે પ્રથમ તો આ સાંભળી આપણને પણ લાગણીનો ઉભરો આવે ને ગદગદ પણ થઈ જઈએ છીએ. પણ બીજી ક્ષણે આ વાત અત્યંત દાંભિક અને વાહિયાત લાગે છે.

કેમ કે વાસ્તવિકતા એ છે કે માની લો કે એ ક્ષણે કોઈ ચમત્કાર થાય ને કોઈ આવીને એ ભાઈને એમ કહે કે ‘હા લાવો બધું મને પાછું આપી દો, હું તમને સામાન્ય બનાવી દઉં છું, તમે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં તમને પાછાં મૂકી દઉં’,

તો શું એ ભાઈ હા પાડશે? તો આવું બધું બોલવાનું કારણ શું હોઈ શકે !

જે સ્થળ કે જે કક્ષા પર હોઈએ એને અકારણ કોસવાની ટેવ લોકોમાં આવે છે, અને પાછી ફક્ત બોલવા માટે જ આવે છે. એનાથી છૂટવાની વાતને આચરણમાં મૂકવાની તો ત્રેવડ હોતી જ નથી.

Overly Sensitive to Criticism: Adult ADHD and RSD

આ વાત પાછી અમુક પ્રકારના કે મહાનુભાવો પૂરતી જ સીમિત હોય એવું પણ નથી, દરેક વર્ગના માણસમાં આવી વૃત્તિ ઓછી વધતી જોવા મળતી હોય છે. કૈંક લોકોને એવું સાંભળતા પણ જોઈએ છીએ કે ‘ઓ ભગવાન પાછા બાળક બનાવી દે’

અરે હમણાં જો ભગવાનનો એવો અવાજ સંભળાય કે ‘ઓકે, કેટલા વરસનું બાળક બનવું?’ તો તરત જ એ ભાઈ તતફફ કરવા માંડશે. તો કેમ આવું બધું બોલવું ?

એક જવાબદારીની સભાનતાને બાદ કરીએ તો બાળપણમાં અને અત્યારમાં કૈં ફરક દેખાતો નથી.

‘બાળપણ પાછું મળેની ઝંખના ક્યાંથી કરું? એ રમકડાં ને રમતના દર્દ કૈં ઓછા હતા?’ ત્યારે પણ એ જ દુવિધાઓ, ઇર્ષાઓ, ચિંતાઓ, ને તનાવ હતા જે અત્યારે છે.

બસ એ બે અવસ્થાઓમાં આર્થિક અને સામાજિક મૂલ્ય ઉમેરાય છે. બાકી પીડાની દ્રષ્ટિએ તો બંને સરખા જ કષ્ટ આપનારા છે. છતાં આવું બોલીને સાંપ્રત પરિપક્વતાથી મળેલા સુખને ભાંડવાનું આપણે નથી છોડતા.

કદાચ એવું હોય કે આવી વાતો કરવાથી આપણો નિખાલસ અને ડાઉન ટુ અર્થ હોવાનો પોકળ ભ્રમ સચવાતો હોય!

એક સામાન્ય કક્ષાનો માણસ પણ શહેરમાં રહીને શહેરને ભોગવતા ભોગવતા એના વતનના ગુણગાન ગાતો હોય છે જે સ્હેજ પણ ખોટું નથી, પણ એના વખાણમાં જાણતા અજાણતા મોટેભાગે શહેર વગોવાતું હોય છે.

UP Villages oxygen deshi jugad people spending time under trees pipal ka  ped - यूपी के गांव: ऑक्सीजन के लिए देसी उपाय, पेड़ों के नीचे समय बिता रहे  लोग

જેમ કે ગામનો રોટલો, ગામની હવા, ગામની નિરાંતનો મહિમા સતત કરતો હોય છે, ત્યાંથી ન અટકીને શહેરના જીવનને કોસતો પણ હોય છે. અરે ભાઈ તમને કોણ ગનપોઇન્ટ ઉપર રાખી શહેરમાં રહેવા મજબૂર કરે છે. પણ સચ્ચાઈ એ છે કે તમે પોતે જ ગામના એ મર્યાદિત જીવનથી સંતુષ્ટ નથી,

શહેરની અઢળક સુવિધાભરી જિંદગી અને ઉચ્ચ શિક્ષણ અને ઝાકઝમાળ તમારું સપનું છે, એટલે તમે અહીંયા તમારું સપનું પૂરું કરવા આવ્યા છો. જે ગામમાં નથી મળવાનું, તો પછી એ સપનાને અને એ સ્વપ્નભૂમિને ઉતારી પાડવાનો શું અર્થ છે?

City life by BluBlu Studios on Dribbble

આના બચાવ પક્ષમાં ઘણા બેરોજગારીની ધજાઓ ઊંચી કરશે, પણ સચ્ચાઈ એ છે કે અમુક અપવાદને બાદ કરતાં મૂળભૂત જરૂરિયાત એટલે કે બે ટંક રોટલો, તન ઢાંકવા કપડું અને માથે છાપરું ન આપી શકે એટલું તો કોઈ ગામ રાંક થઈ ગયું હોય એવું હજી સુધી તો બન્યું નથી.

એ મૂળભૂત જરૂરિયાતમાં ગુણવત્તા, વૈવિધ્ય અને બીજી અદ્યતન સગવડોની ઘેલછા જ કહેવાતી બેરોજગારીને જન્મ આપે છે.

એક વાર એક ભાઈ ફાઈવસ્ટાર હોટલમાં ખૂબ ઉત્સાહથી કોંટીનેન્ટલ ફૂડ ખાતા ખાતા કહેતા હતા કે ‘અમારા ગામના છાશ-રોટલાની બરાબરીમાં આ બધાનું કૈં ના આવે’, ત્યારે પરાણે મન મારીને કોંટીનેન્ટલ ફૂડ ખાવાની એમની જીવલેણ લાચારી જોઈને ભલભલાનું હ્રદય ધ્રુજી ઉઠે.

Top 25 Continental Food List In India - Starters, Main Course and More
કોંટીનેન્ટલ ફૂડ

એક ભાઈ એ.સી ફોર વ્હીલરની પુશ-ચેરમાં હળવાશથી મુસાફરી કરતા કરતા કહેતા હતા કે  ‘બળદ-ગાડા’ જેવી મજા આમાં નથી’. એકદમ તો આવું સાંભળી આંચકો જ લાગે, પણ પછી થોડું વિચારતા એમના ‘બળદ-પ્રેમ’નું કારણ પણ સમજાઈ જ જાય.

હકીકત એ છે કે આવું કરવાથી શહેરને ખોટું નથી લાગવાનું અને ગામ હરખાઈ નથી જવાનું. ટોચ ભેટી નહીં પડે કે ખીણ ધૂત્કારશે નહીં, એમને કોઈ ફરક નથી પડવાનો. પણ તમે વતનપ્રેમ સામે દેશપ્રેમને આટલો મામૂલી તો ન બનાવી દો.

આ લિસ્ટ હજી ખૂબ લાંબું બની શકે એમ છે અને એમાંથી એક ‘દંભાયણ’ રચાઈ શકે છે. પણ અહીં હેતુ કોઈ ગ્રંથ આપવાનો નથી પણ આ સ્વાર્થની ગ્રંથિઓમાંથી મુક્તિ પામવાનો છે.

આવી ડબલ કે મલ્ટી સ્ટાન્ડર્ડ જિંદગી જીવવી એ આપણી જરૂરિયાત થઈ ગઈ છે. સામાન્ય વાત એટલી જ છે કે દરેક સ્થળ, સમય, સ્તર અને અવસ્થાને પોતાના ગુણ અવગુણ હોય છે. વિશેષતાઓ પણ હોય છે અને મર્યાદાઓ પણ હોય છે.

Agencies need to understand that diversity means hiring people of different  ages, too | Ad Age

આપણે જ્યારે જ્યાં હોઈએ એનો સ્વીકાર કરવાનો અને એને વફાદાર રહેવાનો પ્રયત્ન તો કરીએ, અને ના કરી શકીએ તોય કમ સે સમ ચૂપ રહીએ. કેમ કે આવી બેહૂદી સરખામણીઓ આપણી કૃતજ્ઞતાને અને આપણા અસંતોષને જ ઉઘાડા પાડી દેતી હોય છે. તો આવું કૈં ન બોલીને પોતે જ પોતાના ચરિત્રનું વસ્ત્રાહરણ થતા બચાવીએ.

हम ने ही तो अच्छे-बुरे की सूरत दी है!
हर पल की, हर ज़र्रे की इज़्ज़त करनी है
***

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. So true! Very well expressed! દંભાયણ એ અતિશય યોગ્ય શબ્દ છે! 🙂