ગાંધીગિરા (સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી) ~ કવિ: ઉમાશંકર જોશી ~ ત્રણ સ્વરાંકન ~ (૧) આલાપ દેસાઈ (૨) રવિન નાયક (૩) અમિત ઠક્કર
વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે શુભકામનાઓ
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણસીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ – મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય નેજે
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી!
~ ઉમાશંકર જોશી
ગાંધીગિરા (સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી) ~ કવિ: ઉમાશંકર જોશી ~ ત્રણ સ્વરાંકન ~ (૧) આલાપ દેસાઈ (૨) રવિન નાયક (૩) અમિત ઠક્કર
ખૂબ જ સુંદર પ્રસ્તુતિ.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી!
મારી ભાષાનું ગૌરવ,મહિમાવંત શબ્દો…….
કવિવરને કોટી કોટી વંદન