પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજાની આત્મકથા ~ શુભારંભ : શુક્રવાર ૧૭ ડિસેમ્બરથી (હપ્તાવાર પ્રગટ થશે)

પગલું માંડું હું અવકાશમાં
~ (વર્ષા અડાલજાની આત્મકથા) 

વર્ષા અડાલજા

સંસારે મુજ મુગ્ધ ભ્રમણને સાર્થક કરતી, વર્ષા અડાલજાની આત્મકથા ટૂંક સમયમાં આપણું આંગણું બ્લોગમાં શરૂ થઈ રહી છે.

વર્ષા અડાલજા એક એવું વર્ષાવંતુ નામ છે જેનો વિશેષ પરિચય આપવાની જરૂર નથી. નામ હી કાફી હૈ. સાહિત્યના આકાશમાં આગવી ઓળખ ઊભી કરનાર આ સર્જકથી આપણું સાહિત્ય સતત સમૃદ્ધ થતું રહ્યું છે.

અનેક ઍવોર્ડ વિજેતા નવલકથા અને પારિતોષિક પ્રાપ્ત વાર્તાસંગ્રહો પછી વર્ષાબહેન લખી રહ્યાં છે આત્મકથા. અતીતની અટારીએ શોભતાં અનેક સંસ્મરણોને રસાળ શૈલીમાં આલેખતી આ આત્મકથા માત્ર એક સજ્જ સર્જકની ઉક્તિ જ નહીં બને, પણ વીતેલા સમયને શબ્દસ્થ કરતું એક દસ્તાવેજીકરણ પણ પૂરવાર થશે.

પગલું માંડું હું અવકાશમાં આત્મકથાના હપ્તાવાર પ્રકરણો શુક્રવાર ૧૭ ડિસેમ્બરથી શરૂ થશે. આ સતસવીર આત્મકથા વાંચવાનું ચૂકતા નહીં કારણકે તેમાં વર્ષાગત પ્રસંગો પણ છે અને એવાં પારેવાં પણ છે, જે સ્મૃતિના ટહુકા પ્રસારવા રાહ જોઈ રહ્યાં છે.

બ્લોગ સંપાદક:
જયશ્રી વિનુ મરચંટ
હિતેન આનંદપરા

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. આ ખબર અત્યંત આનંદદાયક. પ્રતીક્ષા છે આ આંગણામાં વર્ષાબહેનની.

  2. આ સમાચાર એટલે ‘આપણું આંગણું’ ની લોકપ્રિયતા પર મહોર છે! વર્ષા બહેનનાં ઉત્કૃષ્ટ લખાણનો લહાવો લેવા ઉત્સુક છીએ.