નમું છું તમને, સલામી દઉં છું ~ શ્રદ્ધાંજલિ કાવ્ય ~ ડૉ. ભૂમા વશી

(અર્પણઃ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ CDS બીપિન રાવત અને એમના તમામ સાથીઓને, જેમણે અકસ્માતમાં જાન ગુમાવ્યો.) 

દિશા જ નક્કી કરો પ્રથમ, તે પછી તો રસ્તો થયા કરે છે
તમે સીમાડે અડગ રહો છો, અમારે છાંયો થયા કરે છે

તમે સહુએ મળીને સાથે, અજબ કૃપાઓ કરી દીધી છે
તમે દીધું છે અમોને રક્ષણ, હૂંફાળો માળો થયા કરે છે

જિગર ભરીને એ હામ લાવ્યાં, ભલેને વાગે અહીં આ ઠોકર
નજરને રાખીને લક્ષ્ય ઉપર, બધાં પ્રયત્નો થયાં કરે છે

ધરીને હિંમત, કદમ કદમ પર, બતાવી કૌવત જુઓ એ ચાલ્યાં
ભલેને આવે તુફાન આંધી, બરફનો ભૂક્કો થયા કરે છે

ભલેને લાગે કદી કઠણ એ, કફન ભલે ઓઢીને સૂતો છે
હૃદય વચાળે, કો બાળ માટે, સદાય ટહુકો થયા કરે છે

નમું છું તમને, સલામી દઉં છું, અમારી મા મોભના ઓ રક્ષક
તમે કરેલી શહીદી જોતાં, ભીની આ આંખો થયા કરે છે

~ ડૉ. ભૂમા વશી

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. -*शहीदो को श्रद्धांजलि*

    હમ રહે યા ના રહે,
    લેકિન ભારત રહના ચાહિએ… .

    1. ભારતના વીર સપૂતને સાચી શ્રદ્ધાંજલિ .