તો ખુશ છું (ગઝલ) ~ ડૉ. મુકેશ જોષી ~ (ગઝલસંગ્રહ: કેડી તૃપ્તિની)

બે હલેસાં રેતમાં મારી શકું તો ખુશ છું 
કો’કને બસ એટલા તારી શકું તો ખુશ છું 

છે ઘણું અઘરું ભલા એ જાણતો હોવા છતાં 
સ્હેજ થોડા આપને ધારી શકું તો ખુશ છું 

અશ્રુઓને આંખમાં રાખી શકું એ શ્રેષ્ઠ છે 
એકબે જો આંખથી સારી શકું તો ખુશ છું 

આમ તો એનેય ચરવું હોય તો ચારી શકો 
સ્વપ્નરૂપી ગાયને ચારી શકું તો ખુશ છું 

એમ છો લાગે કશું કૈં ખાસ તો કર્યું નહીં 
આગને ઊગતી જ જો ઠારી શકું તો ખુશ છું 

જીતવામાં હોય છે કાયમ મજા એવું નથી 
જાતથી થોડોક જો હારી શકું તો ખુશ છું 

~ ડૉ. મુકેશ જોષી 
ગઝલસંગ્રહ: કેડી તૃપ્તિની પ્રકાશક: રન્નાદે પ્રકાશન 58/2, બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001.ફોન: 079-22110081 – 64વેબસાઈટ : rannade.com

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. Saheb Irshad Irshad Irshad bahu saras gahazal chhe ane share pan bahu saras chhe.kedi truptini ghazalsangrah god ni sathe sidho samprak chhe tem batave chhe ane socially down to earth bing touch kare chhe congratulations saheb.