આવ્યા આવ્યા વાઘ પર અસવાર માડી અંબા રે (ગરબો) ~ દિલીપ રાવલ ~ સંગીત: આલાપ દેસાઈ ~ સ્વર: ઐશ્વર્યા મજુમદાર ~ નિર્માણ : હર્ષ પટેલ, રિશી પટેલ

Producer : White Peacock films ~
Sandstone Production

દુહો :
નોખું એનું રૂપ છે, નોખી એની ભાત
રુમઝુમ પગલાં પાડતી, મારી આવી અંબે માત

આવ્યા આવ્યા વાઘ પર અસવાર માડી અંબા રે
સાથે કરીએ માનો જયજયકાર માડી અંબા રે
જય અંબે જગદંબે માડી જય જય અંબે
જય અંબે જગદંબે માડી જય જય અંબે

ઝગમગ ઝગમગ દીવડા માના ગોખે રે
ગરબે રમીએ ચાલો ચાચર ચોકે રે
છાંટો કંકુ લાલ માના મંડપમાં
તાલીઓના તાલ માના મંડપમાં
અમ સૌનો તું કરતી બેડો પાર માડી અંબા રે
સાથે કરીએ માનો જયજયકાર માડી અંબા રે

તું કલ્યાણી તું રુદ્રાણી માતા રે
ગરબો તારો દેતો અમને શાતા રે
નવ નવ રાતો નવદુર્ગાને નામે રે
માનો મહિમા ગયો ગામે ગામે રે
તારી કરુણાથી ચાલે સંસાર માડી અંબા રે
સાથે કરીએ માનો જયજયકાર માડી અંબા રે

છંદ :
વાઘ સવારી, ત્રિશૂલધારી, દૈત્યોને હણનારી
તારો મહિમા આજ જગતમાં ગાતા સૌ નર નારી
મા..ગાતા સૌ નર નારી
મા…ગાતા સૌ નર નારી.

~ દિલીપ રાવલ

4 comments

  1. બહુ જ સુંદર! ભારતીય સંસ્કૃતિ, ખાસ કરીને ગુજરાતની અસ્મિતા સમાન આપણી પરંપરા અને ઉત્સવોનો આનંદ જે રીતે વિવિધ પ્લેટફૉર્મ પર ઉજાગર થઈ રહ્યો છે અને તે પણ અદ્દભુત રીતે. તે જોઈ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે. આભાર.

  2. Eye-catching, Ear-reverberating, Mind-blowing, Heart-feeling …… so human so divine ……. !
    Aishvarya’s shvar & Alaap’s allap taking us –
    ‘Am’ to ‘Amba’ ………..! !

આપનો પ્રતિભાવ આપો..