આઝાદ રાખે (ગઝલ) ~ કુણાલ શાહ ~ સ્વરાંકન-સ્વર: જ્હોની શાહ, સ્વર: અર્ચના શાહ

કોઈને બાંધે નહીં આઝાદ રાખે
ને છતાં સૌને દુઆમાં યાદ રાખે
ગ્રંથ, ગ્રંથિ કે ન કોઈ વાદ રાખે
ધર્મનો એ સ્નેહમાં અનુવાદ રાખે
શ્વાસ સાથે આપમેળે તસ્બી ફરતી
ને રટણમાં બ્રહ્મનો અનુનાદ રાખે
છે નથી-ની કોઈ ભ્રમણામાં નથી એ
ખુદને ખુદમાંથી સદંતર બાદ રાખે
ઓલિયો આ મસ્ત બેઠો ભોંયતળિયે
જો ફલક સાથે સતત સંવાદ રાખે
~ કુણાલ શાહ
રાતથી ડરવું નહી એ કવિતા કયાં છે?
ખૂબ સરસ ગઝલ, સ્વર અને સ્વરાંકન!
કવિશ્રી કુણાલ શાહ ની આઝાદ રાખે સ રસ ગઝલ નુ~જ્હોની શાહ, અને અર્ચના શાહ દ્વારા સુંદર ગાન