વસ્યાં લોહીમાં (ગઝલ) ~ મનોજ ખંડેરિયા
વસ્યાં લોહીમાં ગામ નવસો નવાણું
કવિતા વગરનું ન એકે ય થાણું!
ચરણ જાણે ધરતીમાં ખૂંચેલી વડવાઈ
પવન-વેગી સંદર્ભે ક્યાંથી પલાણું?
પકડવા જતાં અર્થ ત્યાં થઈને સરકે
હશે નક્કી કાગળમાં અદૃશ્ય કાણું!
અહીં શબ્દની ધૂમ ભરચક બજારે
અમે નીકળ્યા માત્ર કરવા હટાણું
દિવસ-રાત ગાડાં ને ગાડાં ભરીને
દીધે રાખ નરભા! નહીં ખૂટે નાણું
~ મનોજ ખંડેરિયા
વાહ
વાહ
યાદગાર ગઝલ
જેનું શબ્દ નાણું ખૂટતું ન હતું એવા મનોજ ખંડેરિયાની દરેક ગઝલ બેનમૂન.