“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૧૧) ~ લેખકઃ ડો. ઈન્દુ રમેશ શાહ ~ સંપાદકઃ રેખા સિંઘલ

૧૯૪૦માં પાકિસ્તાન અલગ રાષ્ટ્ર ન હતું તે સમયે કરાંચીમાં જન્મેલા ઈંદુ શાહને દેશના ભાગલા વખતે સાત વર્ષેની ઊંમરે જન્મભૂમિ છોડવી પડી. પાકિસ્તાનથી હિજરત કરીને એમનું કુંટુંબ ભારતમાં આવીને સ્થાયી થયું. એ વખતના હ્રદયદ્રાવક સ્મરણો તેઓને આજે પણ યાદ છે. સંઘર્ષમય વાતાવરણ છતાં પ્રગતિની દિશા ભણી તેઓ આગળ વધતા ગયા. ડોકટર થઈ મુંબઈ અને સુરેંદ્રનગરમાં પંદર વર્ષો સેવા આપી. લગ્નબાદ ડોકટર પતિ રમેશ સાથે ૧૯૮૪માં અમેરીકા આવ્યા. અહીં પણ આત્મબળ વડે સંઘર્ષોનો સામનો કરીને શાંતિ અને સ્થિરતા ભણી આગેકૂચ કરતા રહ્યા. બાલ્યકાળથી ગુજરાતી સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં તેમને રસ હતો જે ફરી જાગૃત થયો. હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ નામની સંસ્થાના સભ્ય થયા બાદ ગદ્ય અને પદ્ય લખવાની શરૂઆત કરી. વિવિધ સામાજિક પ્રવૃતિઓમાં તેઓ સક્રિય રસ લે છે અને ગુજરાતની સંસ્કૃતિનો વારસો જાળવી રહ્યા છે. સાલસ અને નમ્ર સ્વાભાવના ઈન્દુબેનની કુંટુંબભાવના વિદેશની ધરતી પર એમની આસપાસના વર્તૂળમાં વિસ્તરતી રહી છે. તેમના બ્લોગનું એડ્રેસઃ www.Indushah.Wordpress.com છે. Email: [email protected]
વિટંબણા અને પરિતૃપ્તિ
આજે TV પર ભારતના સમાચાર જોતી હતી, દિલ્હીની શાળાઓમાં જિહાદ અને કુમકુમ વિષે ચર્ચા, મુસલમાન-હિન્દુ Anchors જોરદાર પોતાના મુદ્દા રજુ કરી રહ્યા હતા. આ સાંભળતા મારી નજર સમક્ષ ૧૯૪૭ની સાલમાં થયેલ હિન્દુસ્તાન-પાકિસ્તાન ભાગલાના ૭૫ વર્ષ પહેલાનું દ્રશ્ય.…, યાદશક્તિથી સચેત મન પહોંચ્યું કરાચી; ત્રણ બહેનો, ત્રણ ભાઈઓ અને સરખી ઉમરના પિત્રાઈ ભાઈ-બહેનો સૌ સાથે શાળાએ જઇએ, લેશન કરીએ, વાળુ કરીને આતુરતાથી પલાંઠીવાળી, કાન સરવા કરી બેસીને, એક બીજા સાથે વાતો કરીએ; ‘આજે દાદીમા રાજા-રાણીની વાર્તા કરશે’, ના ‘આજે તો હિતોપદેશની વાર્તા કરશે’; મોટીબહેન નાક પર આંગળી મુકી ઇશારાથી સૌને શાંત કરે અને કહે, દાદીની વાર્તા સાંભળો; મારા દાદીમા એ જમાનાના સિન્ધી પ્રાથમિક શાળાના મહિલા નિરક્ષક હતા, તેમને લેવા ઘરે બે ઘોડાની ગાડી આવતી. અમે સૌ ભાઈ બહેન જોઈને ખુશ થતા.
મારા દાદાએ અમારી ગાયોનું રક્ષણ કરવા “મોતી” નામનો બુલડોઝ કૂતરો પાળેલ, જેથી રાત્રે મુસલમાનો ચોરી કરીને કતલખાને ન લઈ જઈ શકે.
એક સાંજે મોટી બહેન મોતીને રોટલો ખવડાવવા ગઈ; આમ તો રોજ મોટાભાઈ દુધ-રોટલા મુકી દે અને મોતી ખાઈ લેતો. મોટીબહેન મોઢામાં મુકવા ગઈ અને મોતીએ બચકું ભર્યું !
અમે નાના ભાઈ-બેનો ગભરાઈ ગયા, રડવા લાગ્યા. મારા દાદીએ તુરત મોટીબહેનના હાથ પર હળદરની લુગ્દી લગાડીને ત્રાંબાનો પૈસો બાંધી દીધો. મોટીબહેનનો હાથ થોડા દિવસમાં રૂઝાઈ ગયો. બધા ખુશ! આ સુખી સંયુક્ત કુટુંબની જાણે વિધાતાને ઈર્ષા આવી.
૧૯૪૭ની ગોઝારી સાલ! હિન્દુસ્તાન–પાકિસ્તાન ના ભાગલા થયા, પૂજ્ય ગાંધીબાપુના ઉપવાસ વ્યર્થ ગયા, સંયુક્ત કુટુંબ વેર વિખેર થઈ ગયું, મુસલમાનો હિન્દુ સ્ત્રીઓના કાન-નાક-કાંડા કાપીને ઘરેણા લુંટતા. નસીબ જોગે, મારી મા, કાકી, માસી, મામી એ મોટાકાકાની સલાહ અનુસાર મોહ છોડી દાગીના વગર જીવ બચાવવા બાળકો સાથે જે છેલ્લી ટ્રેન કરાચીથી મહેસાણા જતી હતી તેમાં ધક્કા-મુક્કી સાથે, થોડું ખાવાનું ભાખરી, થેપલા અથાણું વગેરેના ડબ્બા ભર્યા હતા. તે લઈને માંડ માંડ મુસલમાનોની નજર ચુકાવી ચડ્યા, ત્રણ દિવસ ટ્રેનમાં કાઢવાના હતા. નાના બાળકોને ખવડાવીને મોટા ભાઈ-બહેન પણ મા-બાપ સાથે ભૂખ્યા રહીને મહેસાણા પહોંચ્યા. સૌએ હાશનો શ્વાસ લીધો. સ્ટેશન ની પરબ પર સૌએ ધરાઇને પાણી પીધું. મા, કાકી, માસીએ સાડલાના છેડે બાંધેલ પૈસાથી મોટા ભાઈ-બહેનને પરોઠા-શાક ખવડાવ્યા.
મહેસાણાથી અમારા ગામની મીટર ગેઈજ ટ્રેન પકડી લીંબડી (સૌરાષ્ટ્ર) પહોંચ્યા. દાદા-દાદી અને નાના-નાની એક મહિના પહેલા આવીને બંગલો નોકર પાસે સાફ કરાવી રાખેલ. મોટા સંયુક્ત કુટુંબનો ખ્યાલ રાખી મારા પિતાશ્રીએ બીજા વિશ્વયુધ્ધ પછી આ બંગલો ફર્નિચર સાથે ખરીદી લીધેલ જેમાં બે રસોડા, બે બેઠક રૂમ,ચાર સુવાના રૂમ તથા આગળ પાછળ બે લાંબી પરસાળ હોવાથી બે-ત્રણ કુટુંબ આરામથી રહી શકે. મારા પિતાશ્રીની અગમ બુદ્ધિ હંમેશા આખા કુટુંબને ઉપયોગી થતી. મારા મામાએ પણ મારા પિતાશ્રીની સલાહ માની “દવેનિવાસ” નામનું મકાન લીંબડીમાં ખરીદી લીધેલ જેથી સૌ સાથે રહી શકે. ખેર, થોડો સમય સાથે રહી શકાયું.
મોટાકાકાની સરકારી નોકરી હતી તેથી તેમને બે દેશના કરાર મુજબ રાજકોટ શહેરમાં સરકારી નોકરી સાથે રહેવાનું ઘર મળી ગયુ, તેઓને નિયમ મુજબ કુટુંબ સાથે જવું જ પડે, વિલંબ કરે તો ઘર જતું રહે, મારા ૭ પિત્રાઇ ભાઈ-બહેન છૂટા પડ્યા. અમે ૯ ભાઈ-બહેન લીંબડીની શાળામાં દાખલ થયા. હું અને નાના કાકાની દીકરી કમલ બીજા ધોરણમાં, મારા મોટાભાઈ–મોટીબહેન હાઈસ્કુલમાં, મારી નાનીબહેન બાળપોથીમાં અને નાનોભાઈ એકડામાં એ સમયે Kinder Garden શબ્દ વ્યવાહરમાં નહીં આવેલ. ૪ વર્ષની નીચેના ઘેર રહે. મારા નાના-નાનીનું ઘર અમારા બંગલાથી થોડું દુર હતું. મારા નાનીમા કરાચીમાં મહિલા શિક્ષક હતા તેથી તેમને લીંબડીની પ્રાથમિક શાળામાં નોકરી મળી ગઈ. મારા દાદા-દાદીએ ૧૯૪૭ એપ્રિલ મહિનામાં નિવૃત્તિ લઈ લીધેલ.
મારા પિતાશ્રી કરાચીમાં આવક અને વેચાણ-કરની પ્રેકટીસ કરતા હતા, તેમના ભાગીદાર મુસલમાન હતા, સંયુક્ત કુટુંબના જમાનાનો રિવાજ પ્રમાણે…અમારા પિતાશ્રીને અમે કાકા કહેતા.
(હવે પછીના લખાણમાં ‘કાકા’ સંબોધન મારા પિતાશ્રી માટે સમજવું.) મારા કાકાએ આખા કુટુંબને સહી સલામત દેશમાં પહોંચાડયા, પોતે પાછળ રહ્યા. એક માલ-સામાનનું વહાણ કરાચીથી કંડલા બંદર જઈ રહ્યું હતું તેમાં મોટા અને નાના કાકાનો બધો સામાન મોકલાવ્યો પરંતુ, પોતાનો ફક્ત એક લોખંડનો કબાટ જ વહાણ કંડલા આવ્યું, સામાન છોડાવવા ડ્યુટી ભરવાની હતી, નાના કાકા, મોટાકાકા કોઈ પાસે રોકડ રકમ ન હતી, મારી માએ તેની પાસે થોડી ચાંદી જે દાદી સાથે મોકલાવેલ તે નાના કાકાને આપી, લીંબડીની બજારમાં વહેંચીને, રોકડા પૈસા લઈને નાના કાકાએ કંડલાથી સામાન ટ્રકમાં ભરી લીંબડી આવ્યા.
સામાન જોઈને, અમને બધાને આશ્ચર્ય થયું, બહેન બોલી, નાના કાકા અમારા ભણવાના ટેબલ -ખુરશી નથી આવ્યા? તમારો અને મોટા કાકાનો તો બધો સામાન છે! બધા પિત્રાઇ ભાઈ-બહેનોના બધા રમકડા-આવ્યા અમારું એક પણ રમકડું નહી! અમે નાના ભાઈ-બહેન રડવા લાગ્યા. નાનાકાકા શું બોલે? મા બોલી, બેટા વહાણ ભરાઇ ગયું હશે તેથી આપણો સામાન રહી ગયો હોય, તમારા ટેબલ-ખુરશી-રમકડાં બધુ તમારા કાકા આવશે ત્યારે લેતા આવશે. અમે બધા ભાંડુડા શાંત થયા.
ત્યારબાદ અમે રોજ માને પૂછીએ કે મારા કાકા ક્યારે આવશે? મા સાંત્વન આપે, બેટા થોડા દિવસમાં આવી જશે. દાદા-દાદીને હવે ચિંતા થવા લાગી, રોજ પૂજા કરે, ગાયત્રી પાઠ કરે. અમે નાના ભાઈ-બહેન તેમની પાસે બેસીએ ભગવાનને પ્રાર્થના કરીએ મારા કાકાને જલ્દી અહીં મોકલ. મારા કાકાના મુસલમાન ભાગીદારે અસીલની જમા થયેલ ફી અને ઓફિસ ખર્ચ નો હિસાબ એપ્રિલ મહિનામાં કરી ત્રણે ભાગીદારના ભાગ પાડવા જોઇએ તે કર્યો જ નહીં, બહાના કાઢ્યા કરે, ક્યા જલ્દી હૈ? હો જાયગા…આમ કરતા જુલાઈ મહિનો આવ્યો. છાપામાં સમાચાર આવે-હિન્દુસ્તાન-પાકિસ્તાન ભાગલા થશે, વાઈસરોય સાથે મિટીંગ થઈ, ગાંધીજી, ઝિણા(Jinnah) અને જવાહરલાલની મિટીંગ થઈ. ઝિણાએ જીદ કરી કે પાકિસ્તાન જ જોઇએ. સત્તાની લાલચ-મોહમાં માણસ બધું ભૂલી જાય!
આપણે સહુએ “ગાંધી” ફિલ્મમાં જોયું છે કે સરહદ નક્કી થઈ, હિન્દુ મુસલમાનની ખુન ખરાબી શરુ થઈ, ઓગષ્ટ ૧૫-૧૯૪૭ ભાગલા થયા. મારા કાકા અને ભાગીદાર (વાડીકાકા) મુંઝાયા. મુસલમાન હિન્દુ મંદિર અને શીખ ગુરુદ્વારામાં તોડ-ફોડ લુંટ-ફાટ કરી રહ્યા હતા. મારા કાકા અને વાડીકાકા થોડો સમય મુસલમાનવેશ પહેરી રહ્યા, ને પોતપોતાના મકાન વેહેંચવા મુક્યા. પરંતુ મકાન તો ક્યાંથી વહેંચાય? મુસલમાનોને ખબર હતી, મકાન જમીન તેમને જ મળવાના છે કારણકે હિન્દુ શાકાહારી અહીં નથી રહેવાના.
છેવટે મકાન ઓફિસ બધુ છોડી સ્વામીનારાયણ મંદિરમાં આશરો લીધો, એ એક જ મંદિર હતું જ્યાં બધા હિન્દુઓ સહીસલામત રહી શકતા. ત્યાંથી મંદિરની બસમાં હવાઈમથકે પહોંચ્યા, વિમાન માર્ગે અમદાવાદ આવ્યા. ત્યાંથી ટેક્ષી કરી લીંબડી આવ્યા. ચાર મહિને કાકાને મુસલમાનવેશમાં દાઢી- મુછ સાથે જોઈને અમે નાના ભાઈ બહેન હેબતાઈ ગયા. દાદા- દાદીએ સમજાવ્યા; દેશ તેવો વેશ કરવો પડે. થોડા દિવસ કાકા સાથે આનંદ કર્યો. કાકા ઓફિસ શરૂ કરવા મુંબઈ ગયા. અમારે બે વરસ લીંબડી રહેવાનું નક્કી થયું.
કાકા, વાડીકાકા અને ત્રીજા ભાગીદાર જગદીશકાકાએ મુંબઈમાં ગિરગાંવ વિસ્તારમાં ઓફિસની શરુઆત કરી, કહેવાય છે ને કે; ‘મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે’. પરંતુ, કાકાએ વિલેપારલે પૂર્વમાં ઘર ભાડે લીધુ. કહેવાની જરૂર નથી, બે વરસ કાકાએ કેવી રીતે કાઢ્યા હશે?…ઓફિસમાં સુવાનું, સામેની હોટેલમાં એક વખત જમવાનું, સાંજે દુધ/ફ્રુટથી ચલાવી લેવાનું.
સૌરાષ્ટ્ર મેલમાં અમે બધા મુંબઈ આવ્યા. બોમ્બે સેન્ટ્રલથી લોકલ ટ્રેનમાં વિલેપારલે સ્ટેશન ઉતરીને ૨૦મિનીટ ચાલીને ઘેર પહોંચ્યા. લીંબડીના મોટા બંગલાથી આવી ગયા એક રૂમ રસોડું અને સળંગ ચાલી વાળા ઘરમાં! છતાં આનંદ હતો કાકા સાથે રહેવાનો. એક વરસ ત્યાં રહ્યા પછી ચાર રૂમના ફ્લેટમાં અને ત્યાંથી વિલેપારલે પશ્ચિમમાં મોટા ઘરમાં આવ્યા. અમે ભાઈ-બહેન વિલેપારલેની પ્રખ્યાત શાળા ગોકળીબાઇ પૂનમચંદ પિતાંબર માં દાખલ થયા. ધોરણ ૪થી ધોરણ ૧૧ (મેટ્રીક) સુધીનો અભ્યાસ કર્યો. હંમેશા પહેલા પાંચમાં ઊતિર્ણ થતી, સાથે શાળાની ઈતર પ્રવૃતિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતી. શિક્ષક રમણીકભાઈ સર અને શુકલ સર મને હંમેશા પ્રોત્સાહન આપતા.
શાળામાં મારી ખાસ સહેલી નલિની સાથે વાંચીએ, સવાલ જવાબ કરીને વાંચેલું યાદ કરીએ, આનો લાભ અમે બન્ને મેટ્રીકમાં પ્રથમ વર્ગમાં ઊતિર્ણ થયા. નલિની સાથે વિલેપારલેમાં બંગાળી શીખવા પણ જતી, ત્યાં અચિનદા સાથે ઓળખાણ થઈ, અચિનદા બંગાળી શીખવતા, અમે બન્ને તેમની સાથે બંગાળી સિનેમા જોવા પણ જતા. અચિનદાની ઓળખાણથી હું બંગાળી નવલકથાના ગુજરાતી અનુવાદ વાંચતી થઈ. બંગાળી ક્લાસનો સમય અચિનદાની અનુકુળતાએ રાતના સાતથી શરુ થયા, તેથી મારે માટે પારલા વેસ્ટથી ઇસ્ટમાં જવાનું શક્ય ન હોવાથી મારા બંગાળીના લેશન બંધ થયા. નલિની અને અચિનદાની મિત્રતા પ્રેમમાં પરિણમી.
૧૯૫૮ થી ૧૯૬૦ સુધી અમને બન્નેને Science માટે વખણાતી જયહિન્દ કોલેજમાં અને ત્યારબાદ નલિનીને જી. એસ. મેડીકલ કોલેજ (કે. ઇ. એમ. હોસ્પિટલ)માં અને મને ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજ (નાયર હોસ્પિટલ)માં પ્રવેશ મળ્યો.
નલિની ડો. (M.D.-Pediatrician) થયા પછી સાદાઈથી લગ્ન થયા. આજે નલિની ઘાટકોપરમાં રહે છે અને મુલુંડમાં પ્રેકટિસ કરે છે. અચિનદા બંગાળી મીઠાઇ અને મિસ્ટી દહીના શોખીન જીવ હતા. નલિનીના બે ડો. બાળકો અને ડો.પત્નિ અચિનદાની મિઠાઈ છોડાવી ન શક્યા! ડાયાબિટિસની બિમારીમાં પ્રભુને પ્યારા થઈ ગયા!
મેં મુમ્બાઈ યુનિવર્સિટીની (M.B.B.S.; D.G.O.; D.A.) ઉપાધી મેળવી.
મેડીકલ કોલેજમાં સાથે ભણતા રમેશ શાહ સાથે મૈત્રી થઈ. મિત્રતા પ્રણયમાં પલટાઈ…બ્રાહ્મણ અને જૈન વાણિયા આંતરજ્ઞાતીય લગ્ન એ જમાનામાં શક્ય નહોતા. માતા-પિતાને વાત કરવાની પણ હિંમત ન હતી. પત્ર લખી કાકાના કોટના ખિસ્સામાં મુક્યો. ત્રણ દિવસ ગયા. સવારના ૭ વાગે હું નાયર હોસ્પિટલ જવા તૈયાર થઈ ત્યારે કાકાએ બોલાવીને કહ્યું; આજે તારે મારી સાથે ગાડીમાં આવવાનું છે, હું તને નાયર ઉતારી દઈશ. ગાડીમાં કાકા અને મોટાભાઈ સાથે વાત થઈ;
કાકાઃ “રમેશના પિતાને શું કામકાજ છે?”
“તેઓ લીંબડી હાઈસ્કુલમાં શિક્ષક છે”
“કેટલા ભાઈ-બહેન છે?”
“એક મોટા બહેન ડોકટર છે અને ડોકટર-પતિ સાથે અમદાવાદમાં રહે છે.”
“તારા લગ્નથી તારા નાના ભાઇ-બહેન માટે યોગ્ય ઘર શોધવાની તકલીફ પડશે એનો વિચાર કર્યો છે?”
“અમને કોઇ ઉતાવળ નથી. તમે મને ભણાવી છે, હું એકલી રહેવા માટે સક્ષમ છું”
વાત કરતા કરતા નાયર હોસ્પિટલ આવી ગઈ. મારા માતા-પિતા અને મોટાભાઈને આટલી વાતથી સંતોષ ન થયો. તેઓ લીંબડી રમેશના પિતાનું ઘર જોવા ગયા. લીંબડીથી આવ્યા બાદ મારા મોટાભાઈએ મને પુછ્યું; “તને ત્યાં ગમશે? તેમના ઘેર એક બેસવાની ખુરશી પણ નથી” !
મારો જવાબ; “મોટાભાઈ, હું ખુરશીને નથી પરણવાની, તેમના ડોકટર દીકરાને પરણવાની છું!”
મારી નાની બહેનના લગ્ન-આમંત્રણને માન આપી રમેશના માતા-પિતા મુંબઈ આવ્યા, ૬ દિવસના રોકાણ દરમ્યાન રમેશના બા રસોડામાં મારા ભાભીને મદદ કરતા, તેના બાપુજી પણ સૌ મહેમાન સાથે આનંદથી વાતો કરતા. મારી નાની બહેનના સસરા અને જેઠ-જેઠાણી અમરેલીમાં શિક્ષક હતા. સરખા વ્યવસાયના હોવાથી એકબીજાના અનુભવની વાતોનો આનંદ માણતા.
રમેશના માતાને પોતાના એકના એક દીકરા માટે જૈન-વહુ લાવવાની તીવ્ર ઈચ્છા, રમેશના માતાના શબ્દો “મુંબઈ ભણવા મોકલ્યો ત્યારથી મે ધારેલુ એવું જ થયું કે દીકરો ખોયો, ૧૨ વર્ષ મુંબઈમાં રહેલાને દેશમાં રહેવું ન ગમે.” શિક્ષક સસરા સમજે… બન્નેના માતા-પિતાની ઉદારતા અને આશીર્વાદ સાથે ૧૯૬૭ મે મહિનામાં અમારા લગ્ન થયા. મને મુંબઈમાં ગાંધી હોસ્પિટલમાં Anesthesiologist ની નોકરી સાથે બે બેડરૂમના ક્વાટર્સ માં રહેવા ગયા. એપ્રિલ ૧૯૬૮ માં રમેશ પ્રથમ પ્રયાસે M.S. General Surgery પાસ થયા. આ સમાચાર ઝાલાવાડ પત્રિકામાં છપાયેલ તે લઈ કાકા મારે ઘેર આવ્યા, મારા સસરાએ વાંચ્યું, ખૂબ ખુશ થયા. મારા કાકાની ઈચ્છા હતી કે અમે મુંબઈમાં તબીબી વ્યવસાય શરુ કરીએ. રમેશના બોસ (Boss) મુંબઈના પ્રખ્યાત જનરલ સર્જન ડો.વસંત શેઠની ઈચ્છા પણ રમેશ ઇંગલેન્ડ જઈને એફ. આર. સી એસ.ઉપાધી મેળવે અને તેઓની સાથે વ્યવસાયમાં જોડાય.
નવેમ્બર ૬૮માં દીકરી (પારુલ) નો જન્મ થયો. રમેશના માતા-પિતાની ઈચ્છાને માન આપી ૧૯૭૦માં સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)ની છોટાલાલ જમનાદાસ હોસ્પિટલમાં અમે બન્નએ નોકરી સ્વીકારી. ડો. શેઠ સાહેબે વિદાય પહેલા અમને બન્નેને તેમના મલબાર હીલના રહેઠાણ પર ડીનરનું આમંત્રણ આપ્યું. વાતો કરતા સાહેબે મને પૂછ્યું; “ઇન્દુ તું શા માટે રમેશને રોકતી નથી ? તું મુંબઈમાં મોટી થઈ છે, કહી દે તને સુરેન્દ્રનગરમાં નહી ફાવે.” પરંતુ મને મારા સાસુના શબ્દો “દીકરો ખોયો”, યાદ આવ્યા, મારે તેમના નિસાસા નહોતા લેવા. મારો જવાબ “સાહેબ, રમેશ એકના એક દીકરા છે, મારા સાસુ- સસરાની ઇચ્છા રમેશ વતનમાં સેવા આપે તેનો મારે વિરોધ નથી કરવો, ભવિષ્યમાં તેઓ માનશે તો અમે ઇંગલેન્ડ જઈશું.”
નસીબની બલિહારી; કરાચીથી લીંબડી, લીંબડીથી મુંબઈ અને મુંબઈથી સુરેન્દ્રનગર! ૧૯૭૦થી જુલાઈ૧૯૭૩ સુધી સુરેન્દ્રનગરની છોટાલાલ જમનાદાસ હોસ્પિટલ (સી.જે.હોસ્પિટલ)માં મેં સ્ત્રી બાળકોના વિભાગમાં અને રમેશે જનરલ સર્જન તરીકે નોકરી કરી. ૧૯૭૩ના નવેમ્બરમાં અમારું પોતાનું ૨૫ બેડનું આધુનિક સુવિધા સાથેનું “સર્જિકલ મેટર્નિટી નર્સિંગ હોમ” મારા સસરાના સહકારથી શરુ કર્યુ. ૧૪વર્ષ સુરેન્દ્રનગરમાં વ્યવસાય તેમજ સામાજિક ક્ષેત્રે ખૂબ ખ્યાતિ મેળવી. સુરેન્દ્રનગર હું ફિયાટ ગાડી ચલાવતી તે જમાનામાં કોઈ સ્ત્રી ગાડી નહોતી ચલાવતી, મારી ગાડી પાછળ નાના છોકરાઓ દોડે;, ‘એ બાયડી ગાડી હાકે’, આ મારા માટે અજાણ્યું હતું’. સુરેન્દ્રનગરમાં વ્યવસાય દરમ્યાન એ જમાનાના સાસુ-વહુના સંબંધ અને રીત-રિવાજ વિષે ઘણું જાણવા મળ્યું; સગર્ભા વહુથી પાણી ભરેલ માટલા ઊપાડી ના શકાતા હોય તો પણ સવારના માટલામાં પાણી વહુએ જ ગાળવાનું. વહુ આ વાત સાસુને કે પોતાના પતિને ના કહી શકે, મને કહે બહેન તમે મારા સાસુને કહોને મારે વજન નહીં ઉપાડવાનું, મારાથી માટલા નથી ઊપાડાતા. હું તેના સાસુને કહું ખરી, પણ મને મનમાં થતું સાસુ વહુને દીકરી ક્યારે માનશે?
૧૯૮૦માં મારી નાનીબહેન અમેરિકાથી ભારત આવી ત્યારે પુછ્યું; તમારે અમેરિકા આવવું હોય તો હું અરજી ફાઈલ કરું? પાછી અનિશ્ચિતા?! મારી ૧૨વર્ષની અને ૯ વર્ષની દીકરીઓ, અમેરિકામાં ૧૦થી ૨૦ વર્ષના બાળકો જે કિશોર –અવસ્થા (Teenagers)થી ઓળખાય, તેઓ જો ખરાબ સોબતમાં આવી જાય તો? સમાચાર પત્રોમાં આના વિષે અવાર નવાર વાંચેલ યાદ આવ્યું; એક સમાચાર જે વાંચી મારા રુંવાટી ફરકવા લાગેલ; થેંક્સ ગિવીંગના આગલા દિવસે પતિ-પત્ની બેમહિનાની દીકરીને બેબી સીટર પાસે ઘેર રાખી, ખરીદી કરવા ગયેલ. બેબી સીટરે તેના બોય ફ્રેન્ડને બોલાવ્યો, તેમણે કેફી પદાર્થના નસામાં નાનીકડી દીકરીને ટરકી(Turkey) સમજીને ઓવનમાં મુકી દીધી…બન્ને સોફા પર કઢંગી હાલતમાં પકડાયા, બન્નેને સજા થઈ. પરંતુ મા-બાપે બાળકી ગુમાવી.
મેં રમેશને American Immigration વિષે બન્ને દીકરીની તથા અમારા વ્યવસાયની વિટંબણા વ્યક્ત કરી; “આપણે ત્યાં આપણો તબીબી વ્યવસાય આ રીતે ચાલુ રાખી શકીશું?” મારા પતિને હંમેશા નવું કરવું ગમે. રમેશે બહુ ઉત્સાહ દાખવ્યો; “આપણી દીકરીઓને કોઈ સોબત નહી નડે. હા પાડી દે, આપણે ફરી વખત Residency કરવી પડે તો કરીશુ.” જરૂરી કાર્યવાહી શરુ કરી દીધી, અમારી અરજી ફાઈલ થઇ ગઈ. ૪વર્ષે (૧૯૮૪માં) અમને ચારેયને Immigration Visas (Green Cards) મળી ગયા.
મારા સાસુ સસરાને જણાવ્યું અમે બે ચાર વર્ષ વધુ અભ્યાસ અર્થે અમેરિકા જઈએ છીએ.૧૯૮૪ના ફેબ્રુઆરીમાં વિસા કોલ આવ્યો. બન્ને દીકરીએ એપ્રિલમાં પરીક્ષા આપી, ત્યાર બાદ અમે એપ્રિલ ૩૦ ના બોસ્ટન-અમેરિકા ઊતર્યા. મારા બહેન-બનેવી નાના ગામ Franconia-New Hampshireમાં રહેતા હતા જેની વસ્તી ૪૦૦ અને એક જ ભારતીય કુટુંબ! ૬મહિના ફ્રેન્કોનિયા તેઓની સાથે રહેવાનું થયું.
Our “Bad Luck”_easier ECFMG (Educational Council for Foreign Medical Graduates-one day with 100 Qs) was replaced with harder (FMGEMS) Foreign Medical Graduate Examination of Medical Science lasting two days with basic and clinical sciences to be eligible for Residency. FMGEMS clear કર્યા છતા, નાના ગામમાં દાકતરી વ્યવસાયને અનુકુળ કોઈ નોકરીની શક્યતા ન હતી તેથી જુલાઈ મહિનામાં બોસ્ટન આવ્યા. મારી બન્ને દીકરીઓ એક વર્ષ ફ્રેન્કોનિયા રહીને ભણે તેમ નક્કી થયું.
અમે બન્ને બોસ્ટનમાં સુરેન્દ્રનગરની સી જે હોસ્પિટલમાં મારી સાથે કામ કરેલ ડૉ.રંજન શાહ સાથે બોસ્ટનથી ૨૫ માઈલ દૂર, વાલપોલ (Walpole) ગામમાં રહ્યા. ગામના Nursing Homeમાં Nurses’ Aidesનો કામચલાઉ નોકરી ન છૂટકે શરુ કરવી પડી. દરમ્યાનમાં રમેશે resdidency માટે ઘણી બધી હોસ્પિટલની મુલાકાત લેવાનું શરુ કર્યુ, દા.ત., રમેશે બોસ્ટન માસ જનરલ હોસ્પિટલ (Mass General Hospital-MGH)માં અરજી કરેલ, Interview આવ્યો, લેખીત પરિક્ષા માં ૧૦૦ ટકાએ પાસ! ખૂબ ખુશ થયા! મૌખિક પરિક્ષા માટે ત્રણ સર્જનની પેનલના એક આપણા દેશના ડો. પટેલે બધા certificates/references જોયા પછી સલાહ આપી, “ડો., દેશમાં પાછા જતા રહો.” રમેશનો જવાબ મને હજુ યાદ છે; “સાહેબ, હું પાછો જવા માટૅ નથી આવ્યો, અહીં કાયમ રહેવા માટે આવ્યો છું. આભાર!”
છ અઠાવાડીયા સુધી ડો. રંજનબેનના ઘેર રહ્યા પછી અમે two bedroom apt. in Norwood (subarb of Boston, MA) રહેવા ગયા. Residency મળતા મળતા બીજા સાડા ત્રણ વર્ષ પસાર થઈ ગયા. તે દરમ્યાન, રમેશ બે જોબ કરતા, સોમવારથી શુક્રવાર પાર્ટ ટાઇમ Respiratory therapist તરીકે અને શનિ–રવિ ઘરડાઘરમાં. થોડા વખત પછી ઘરડાઘરની નોકરી છોડીને private companyમાં Holter Moniter (ElectroCardioGram_ECG-reader) તરીકેની નોકરી શરુ કરી. સાથે સાથે રમેશને બ્રુકલિન(Brooklyn, MA)ની બેથ ઈઝરાયલ(Beth Israel) હોસ્પિટલમાં રિસર્ચ જોબ મળ્યો. ઓપોસમ (opossum-possum, a marsupial) અને મનુષ્ય જાતિના મોટા આતરડાના ગુદા ભાગના જ્ઞાનતંતુ સરખા છે તે સાબિત કરવાનું કામ તેઓએ કર્યું. This research work was accepted in American Physiology journal.
અમેરિકામાં શાળા જુલાઈમાં શરુ થાય. ઉનાળાના વેકેશન દરમ્યાન હાઈસ્કુલના વિદ્યાર્થી થોડા ક્લાક જ્યાં મળે ત્યાં નોકરી કરે, તેના ફાયદા; બાળકોને વ્યવસાયનો અનુભવ મળે, પૈસાનું મહત્વ સમજાય અને કોલેજની ફી માટે બચત કરીને બને એટલુ આત્મનિર્ભર થઈ શકાય.
અમારી મોટી દીકરી પારૂલને Franconiaની ફ્લુમ રેસ્ટૉરન્ટમાં ૪ કલાકની નોકરી મળી ગયેલ; નાની દીકરી શીતલ ઘર-કામમાં માસીને મદદ કરતી અને માસીની અમેરિકન બહેનપણીને ત્યાં થોડા કલાક બેબી સિટીંગ કરતી. એક દિવસ કપડા સુકવતા તેણીની આંખમાં આંસુ આવ્યા, મારી બહેનના સાસુ એ જોઈ ગયા; ‘શીતલ અમેરિકામાં બધાએ ઘરકામ કરવું પડે, અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટર ચુંટણી હારી ગયા, અત્યારે વોશિંગટનનું white house છોડી પોતાના ગામમાં ખેતી કરે છે. થોડા વર્ષ જ મહેનત કરવાની છે, તમારા મમ્મી-પપ્પા અંહીના ડાકટર થઈ જશે અને તમે બન્ને અહીંની કોલેજમાં ભણશો પછી કોઈ તકલીફ નહીં રહે.’ લેબર ડે પછી વેકેશન પુરું થયું, શાળાઓ ખુલી, બન્ને દીકરી ભારતમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલ છતાં અંગ્રેજી અને ગણીતની પ્લેસમેન્ટ પરીક્ષા લેવાઈ; બન્ને ને ૧૧માં અને ૯માં ધોરણમાં Admission મળી ગયું. ઘરકામમાં માસીને મદદ, બન્ને રાત્રે મોડે સુધી લેશન કરે, સવારે વહેલા ઊઠી શાળાએ જાય. પારૂલનો GPA હંમેશા ૩.૫ અને ૪ વચ્ચે રહેતો. અમારી ગેરહજરીની સૌથી વધારે અસર શીતલના અભ્યાસમાં પડી રહી હતી. એક દિવસ ફોન કર્યો; સાધારણ વાત જ કરતા હતા;
શીતલ રડી પડી, અમે કોઈ ઠપકો આપેલ નહી, છતા રડવાનું કારણ? મારી આંખ ભીની થઈ એ જોઇ રમેશે નિર્ણય લીધો, આપણે Franconia જઈને દીકરીઓને અહીં (Norwood) લઈ આવીને Norwood highમાં દાખલ કરીએ.
મારી બન્ને દીકરી ૧૨માં ધોરણમાં સારા GPA સાથે ઉતિર્ણ થઈ. પારૂલને ત્રણ વિષય, Physics, Chemistry & Biologyમાં ઈનામ મળ્યા. પારૂલના હાઇસ્કુલ ગ્રેજ્યુએશનમાં રમેશ હાજર નહી રહી શક્યા, કારણકે, મારો સૌથી નાનોભાઈ જયેશ ભારતથી immigration visa સાથે બોસ્ટન-હવાઈમથક એ જ સમયે આવવાનો હતો, તેને લેવા જવાની જવાબદારી મારા બનેવીએ રમેશને સોંપેલ, જેથી તેઓને ન્યુ હેમ્પશાયરથી ડ્રાઈવ ન કરવું પડે. અમને હાઈસ્કુલ-ગ્રેજ્યુએશનનું મહત્વ આ દેશમાં આટલુ બધુ છે, તેની ખબર નહી. મે જોયું, ત્યારે મને ખબર પડી; મારી દીકરી આટલા બધા સારા માર્કસ અને ત્રણ ઇનામ સાથે ઊતિર્ણ થઈ, મારી આંખ ભરાઈ આવી આનંદથી અને મારા પતિની ગેરહાજરીના દુઃખથી!!
મને Walpoleની બેન્કના ટ્રાન્સિટ ડિપાર્ટમેન્ટમાં Reconcilliator of incoming checks from regional banks તરીકે રાતના૧૦થી સવારના ૭ સુધી નોકરી મળેલ. મારા Supervisor સાથે એ બધા સરવાળા ફરીથી તપાસવાના, આ કામ કોઈ વખત વહેલું પતી જાય, કોઈ વખત થોડી પણ ભૂલ થઈ હોય તો અમારે સરવાળા (reconciliation) કરવા પડે. મારી Supervisor ઈટાલિયન હતી, મારી મોઢે સરવાળા કરવાની રીતથી ખૂબ પ્રભાવિત થતી. એક દિવસ મને કહે, “તું એક વર્ષ કોલેજમાં જા, બેન્ક તારી ફી ભરશે, તને Supervisorની નોકરી મળી જશે.”
મારો જવાબ; હું ઈન્ડિયાની ડોકટર છું, મારે બે દીકરીઓને ભણાવવાની જવાબદારી છે. મે અહીંની હોસ્પિટલમાં Residency માટે અરજી કરેલ છે.” તેણીએ શુભેચ્છા પાઠવી. મારા Supervisor સાથેના સારા સંબંધની મારી સાથે કામ કરતી અમેરિકન બહેનોને ઈર્ષા આવતી! લંચ બ્રેક વખતે કોઈ મારી સાથે બોલે નહીં. હું મારું લંચ ઢોકળા થેપલા ઓફર કરું તો પણ ના લે. ખેર, હું ભારતીય હોવાથી મારા વખાણ તેઓથી સહન ન થાય તે સ્વભાવિક છે!
એક દિવસ સવારે નોકરી કરી ઘેર આવતી હતી, મને ઝોકું આવી ગયું, મારી ગાડી રોડ નીચે ઘાસમાં જતી રહી. મારી પાછળ પોલિસની સાયરન વાગી, મેં જાગીને ફ્લેશર્સ ચાલુ કર્યા, ઊભી રહી, પોલિસ આવ્યો, મારું લાયસન્સ અને રજિસ્ટ્રૅશન આપ્યા. મને પુછ્યું; “Ms. do you know why did I stop you? …Yes I know, after night job, was drowsy, lost control and car went on grass!” પોલિસે મને ટિકીટને બદલે ચેતવણી આપી. “રાતનો જોબ કર પરંતુ દિવસે પુરતો આરામ કર જેથી ફરી વાર આવું ન થાય.” મે બાહેંધરી આપી, ફરી આવી ભૂલ નહી થાય. આત્મવિશ્વાસથી સાચો જવાબ આપી દઈએ તો અમેરિકામાં પોલીસ પણ તમને માફ કરે. લેશન મળ્યો ગભરાયા વગર સાચું બોલવું.
રમેશને રીસર્ચ પેપરના આધાર પર બ્રુકલિનની મેમોનિડીસ હોસ્પિટલ (Maimonides Hospital in Brooklyn, (NY) માં જનરલસર્જરીમાં Residency મળી.પરંતુ, ત્રીજા વર્ષમાં as per pyramidal system (!) એડમિશન ન મળ્યું, કારણ, ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ(FMG) with skin color and age difference! જો કે, Anesthesia ડિપાર્ટમેન્ટના Head (Program Director) ભારતના ડો.શેવડે હતા, જેમણે રમેશને Anesthesia-Resident તરીકે લીધા.
૬ મહીના પછી, મેં પણ, Methodist Hospital (Brooklyn, NY) માં એનેસ્થેસિયામા residency શરુ કરી. એ દરમ્યાન મને ડિફિકલ્ટ કેસ પ્રેઝન્ટ કરવાની તક મળી. દર મહિનાના છેલ્લા શુક્રવારે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટની કોન્ફરન્સ થાય ત્યારે મેં Difficult intubation નો કેસ પ્રેઝન્ટ કર્યો; બાળકના હ્રદયના ધબકારા મંદ થતા હતા, ઈમરજન્સી C-Section કરવાનું હતું. Spinal Anesthesia વધારે સમય લે તે શક્ય નહી હોવાથી General Anesthesia was the best choice under the circumstances. ટુંકી ગરદન, અને મોટાપણાને લીધે, મેં જે સ્કોપ હતો તેનાથી તુરત જ ૭ નંબરની ટ્યુબ શ્વાસનળીમાં નાખી ૧૦૦% પ્રાણવાયુ આપ્યો; રજીસ્ટ્રારે તરત સર્જરી શરુ કરીને હેમખેમ બેબીને અને માને બચાવી લીધા. આ પ્રેઝ્ન્ટેશનનો ઉલ્લેખ ડો ટેંપેસ્ટાએ (Head of Deptt.) મારા ભલામણ-પત્રમાં કરેલ.
અમે બન્ને રેસિડન્સી કરતા હતા, ત્યારે, ચિ. પારૂલને BU (Boston University)માં અને ચિ. શીતલને Northeastern Uni.માં પ્રવેશ મળ્યો. અમે બન્ને NYમાં, અને બન્ને દીકરીઓ Norwoodમાં ! ત્યાર બાદ, રમેશને Cardiovascular & Thoracic Anesthesia-Fellowship Baylor College of Medicine, Houston, TXમાં અને મને, Fellowship in OB-GYN anesthesia મળવાથી અમે હ્યુસ્ટન move થયા.
પારૂલને સમર વેકેશનમાં વ્યસ્ત રહેવા માટે બે જગ્યાએ પાર્ટ ટાઈમ કામ મળી ગયું, આ કામની કમાણી તેના ખાતામાં જમા થતી જે તેને BUની ફી ભરવા ઉપયોગી થઈ, તે વખતે એક વર્ષની ફી ૨૨૦૦૦ ડૉલર હતી. પારૂલને ૧૦૦૦૦ ડોલર દર વર્ષે સ્કોલરશીપ મળવાની હતી, બાકીના પૈસા તેણીના વર્કના અને અમારા તરફથી. અમેરિકામાં ૧૨ ધોરણ સુધીનું ભણતર મફત. કોલેજનું ભણતર ખૂબ મોંઘુ હોવાથી કોલેજના ભણતરનો લાભ બહુ ઓછા વિદ્ધાર્થીઓને મળે છે.
પારૂલના આગ્રહને માન આપી બા બાપુજી કોલેજ Graduation માં હાજરી આપવા અમેરિકા આવ્યા તેમના આશીર્વાદ અને પારૂલની મહેનતથી ન્યુયોર્કની મેડીકલ કોલેજમાં એડમિશન મળ્યું. ચારવર્ષની Medical કોલેજ કર્યા બાદ ડલાસની સાઉથવેસ્ટ યુનિવર્સિટી-હોસ્પિટલમાં Internal Medicineમાં Residency મળી, શનિ-રવિ રજા હોય ત્યારે ડલાસ હિન્દુ મંદીરમાં દર્શન કરવા જતી ત્યાં પુર્ણિમાબહેન શાહ સાથે ઓળખાણ થઈ. તેમને ત્યાં સત્સંગમાં પુર્ણિમાબહેનના ભાણેજ ચિરાગ દેશાઈ સાથે પરિચય થયો. આ પરિચય પ્રણયમમાં પલટાયો. ચિરાગના માતા-પિતા ચુસ્ત વૈષ્નવ જય જય શ્રી ગોકુલેશમાં માને, અમે જૈન બન્નેના માતા-પિતાની સમજુતીથી ૧૯૯૭માં હ્યુસ્ટનમાં લગ્ન થયા.૧૯૯૮ના જુનમાં તેણીની રેસિડન્સિ પુરી થવાની હતી એપ્રિલની ૩૦ તારીખે અંજલી મારી પ્રથમ ગ્રાન્ડ ડોટરનો જન્મ થયો, હજુ રેસિડન્સિ પુરી થવાના બે મહિના બાકી હતા ૧૦ દિવસ શીતલ ફિલાડેલફિયાથી આવી અંજલીને રાખવા પારૂલ ડ્યુટિ પર હોય ત્યારે બ્રેસ્ટ પંપથી પોતાનું દુધ સ્પેસ્યિલ બેગમાં ભેગું કરે રેફરિજેટરમાં રાખે, તે બેગ બહાર કાઠી ગરમ પાણીના ગ્લાસમાં મુકવાનું નવસેકુ દુધ બોટલમાં ભરી અંજલીને પીવડાવવાનું.
દસ દિવસ બાદ કોણ જાય? મે પારૂલના સાસુને પૂછ્યું તમે જશો? તેમનો જવાબ “ના બા ત્યાં તેની પાર્ટનર માછલી રાંધે મારાથી ન રહેવાય” ના હો મને એ ગેસ પર રાંધવાનું ના ગમે” જાણે ગેસ પર માછલી ચોટી જવાની હોય! ખેર, સૌ સૌની માન્યતા! મારો નવો કોન્ટ્રેક છતા મારે અંજલીને રાખવા જવું પડ્યું.
બે મહિના પછી એપાર્ટમેન્ટનો સામાન પેક કરી મારે ઘેર લાવવાનો, પારૂલની ઇન્ટરનલ મેડિસિન બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં, બે મહિના તેણી મારે ત્યાં રહે જેથી ઉપર તેના રૂમમાં શાંતિથી વાંચી શકે. અંજલી માટે, અમારા મિત્રના બહેન સ્મિતા ભારતથી આવેલ તેમને ડોલર કમાવવાની જરૂર હતી. જેથી જલ્દી પોતાનું ઘર લઈ શકે. અમે તુરત તેમને બેબી સીટર તરીકે રાખી લીધા, સવારના સાત વાગ્યામાં હું સ્મિતાબહેનને લઈ આવું. તુરત હોસ્પિટલ જવા નીકળું. ઉતાવળમાં એક દિવસ ગાડીમાં ગેસ ઓછો હતો હોસ્પિટલ ૨૫ માઈલ દુર જોયું મનમાં કશો વાંધો નહીં હોસ્પિટલ પહોંચી જવાશે ઘેર આવતા ગેસ લઈશ. હોસ્પિટલનું કામ પતાવી બે વાગે નીકળી ગેસની લાઇટ આવી ગયેલ હોસ્પિટલની નજીકના ગેસ સ્ટૅસન પર ગેસ લેવા ઊભી ખભે પર્સ લટકતું રાખી ગેસનું નોઝલ ટેંકના કાણામાં મુક્યું તુરત એક આફ્રો અમેરિકન છોકરી આવી “મેમ, can you show me where is north Houston hospital? (મેડમ, મને નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલનો રસ્તો બતાવશો?) હું તેણીને જવાબ આપતી હતી ત્યાં અચાનક તેનો બોય ફ્રેન્ડ આવ્યો મારૂં પર્સ ખેંચી ભાગ્યો તેની પાછળ છોકરી પણ ભાગી બન્ને ગાડીમાં બેઠા પલાયન થઇ ગયાં મે બુમ મારી (thief thief snatched my purse ran away) “ચોર, ચોર, મારું પર્સ ખેંચી ભાગ્યો… કોઈ દોડો, પકડો,” પણ કોઈએ સાંભળ્યું નહી, કોઈ ગાડી ઊભી ના રહી!!
મારી ગાડીમાં ગેસ નહીં મારી પાસે પૈસા નહી હુ બારીએ ગઈ એક દેશીભાઈ બેઠેલા હતા ખુશ થઈ બોલી ભાઈ મારું પર્સ ચોરાઇ ગયું બારીમાંથી તમે જોયું છે ,મને ૫ ડોલરનો ઊધાર ગેસ આપો હું નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલમાં ડોકટર છું, આવતી કાલે પૈસા આપી દઈશ, ભાઈનો જવાબ હું માલીક નથી, નોકરી કરુ છું મારાથી કોઇને ઉધાર ગેસ ન આપી શકાય.
અત્યારે પારૂલ હ્યુસ્ટનમાં ૨૩ વર્ષથી ઈન્ટર્નલ મેડિસિનની પ્રેકટિસ કરે છે. તેણીના બે બાળકો, મોટી દીકરી અંજલી સિવિલ એન્જિનિયર થઈ અત્યારે અમેરિકન નેવી-કોલેજમાં ઑફિસરની ટ્રેનિંગ લઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૨ ગ્રેજ્યુએટ-નેવલ ઓફીસર તરીકે અમેરિકન નેવી સાથે ૭ વર્ષનો કોન્ટ્રેક્ટ સાઇન કરેલ છે. નાનો દીકરો એરિસ (ARIS) યુનિવર્સિટી ઓફ ટેક્ષાસ-ડલાસમાં ન્યુરોસાયંસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
નાની દીકરી શીતલ ન્યુયોર્કની લો કોલેજમાંથી ઊતિર્ણ થઇ. તેના લગ્ન વિપુલ જાની સાથે ૧૯૯૭માં થયા; બન્નેના લગ્નમાં બાપુજીએ હાજરી આપી, બા ૧૯૯૩માં અચાનક હ્રદય બંધ થવાથી પ્રભુને પ્યારા થઈ ગયેલ. શીતલ અત્યારે ફિલાડેલફિયા શહેરમાં કોરપોરેટ લોની પ્રેકટિસ કરે છે. તેણીની દીકરી સરિસા પિટ્સબર્ગ યુનિવર્સિટિમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે.અને ડીન લિસ્ટમાં તેનું નામ છે. જે અમારા માટે ગૌરવ છે. તેનો દીકરો સુમીત ૧૦માં ધોરણમાં છે. બન્ને દીકરીઓ તેમના કુટુંબ સાથે સુખી છે. અમારો અમેરિકા આવવાનો હેતુ સફળ થયો તેનો અમને બન્નેને આનંદ છે.
હવે મારી વાત, મારા બે વર્ષ મેથોડિસ્ટ હોસ્પિટલમાં પુરા થયા ૧૯૯૨માં હ્યુસ્ટનની બેલર કોલેજમાં ગાયનેક એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં જ્ગ્યા ખાલી થયાની ખબર મળતા મારા પતિએ મને હ્યુસ્ટન આવવા જણાવ્યું પાછી દ્વિધા મારી બન્ને દીકરી ન્યુયોર્કમાં અભ્યાસ કરતી હતી બન્નેને મુકીને મારે મારી કેરિયર માટે પાછું હ્યુસ્ટન આવવાનું.બન્ને દીકરીને ગાડી આપી,એપા ર્ટમેંટ લઈ આપ્યું જોઇતો સામાન આપ્યો. હું હ્યુસ્ટન આવી. મારા પતિ કોલ પર હતા. હું મારો નાનોભાઈ જે હ્યુસ્ટનમાં ૪ વર્ષથી સી એ ની પ્રેકટિસ કરતો હતો તેને ત્યાં હતી, ત્યાંથી મારો ભાઈ તેની ગાડીમાં મને Baylor collage ઈન્ટરવ્યુ માટે લઈ ગયો મારી ભાભીએ જતા પહેલા મને દહી ગોળ ખાવાના શુકન કરાવ્યા,પાર્કિંગ કરવાનું મુશ્કેલ મારો ભાઈ મને ઉતારી પોતાના કામ પર ગયો.
હું ડો. સુરેશની ઓફિસની બહાર બાંકડા પર બેઠી, બે ત્રણ બીજા ઉમેદવાર પણ બેઠેલ મનમાં બીક -આ બધા અમેરિકન.. હું ભારતની ઉંમરમાં મોટી, મારા ચાન્સ અલ્પ જણાતા હતા, હશે પ્રભુ ઈચ્છા. જે થશે તે માન્ય, આમ વિચારમાં આંખો બંધ કરી બેઠેલ અને મારું નામ સંભળાયું. ઊભી થઈને ઓફિસમાં દાખલ થઈ. “ગુડમોર્નિંગ મેડમ” બોલીને ડો સુરેશે મારી સામે જોયું એકદમ સાદા સરળ સૌમ્ય હતા ડો સુરેશ. હું પણ “ગુડ મોર્નિંગ” બોલી. શો. સુરેશે મને સામેની ખુરશી પર બેસવા જણાવ્યું. મેં મારી CV તેમજ મેથોડિસ્ટ હોસ્પિટલના ડો ટેંપેસ્ટા તથા ડો જ્યોર્જના (Recommendation)પ્રમાણ પત્રો બતાવ્યા. ડો સુરેશે મારી C V જોઈ. મુંબઈ યુનિવર્સિટીના બે ડિપલોમા જોયા D G O, D A.મને ભારતમાં કરેલ મારા વ્યવસાય વિશે થોડા પ્રશ્નો પૂછ્યા. શા માટે એમ. ડી. નહી કર્યું?
મેં જણાવ્યું મારા પતિ એમ. એસ જનરલ સર્જન હતા અમારે તેમના ગામ સુરેન્દ્રનગરમાં તબિબી વ્યવસાય શરુ કરવાનો હતો ત્યાં કોઈ એનેસ્થેસ્યોલોજીસ્ટ નહોતા તેથી મેં એમ.ડી ગાયનેકમાં કરવાનો વિચાર છોડી દીધો અને King Edward હોસ્પિટલમાં એનેસ્થેસ્યામાં બે વર્ષ રેસિડન્સિ કરી અને બન્ને ડિપ્લોમા લીધા જેથી હું મારા પતિના દર્દીને સુરેન્દ્રનગરમાં એનેસ્થેસિયા આપી શકું તથા મારા દર્દિને પણ સ્પાઈનલ આપી C Section કરી શકું. ડો સુરેશ પોતે પણ ભારતના કર્નાટકના નાના ગામના હતા મારી વાત સમજી શક્યા.
મને ત્રીજા વર્ષમાં રેસિડન્સી મળી ગઈ. રેસિડન્સ કવાર્ટસ મળી શકે તેમ નહતું તેથી Baylor કોલેજની નજીકના એપાર્ટમેન્ટ કોમ્લેક્ષમાં એક બેડરુમનું એપાર્ટમેન્ટ ભાડે લીધુ. થોડો સામાન મારા પતિ લાવેલ અને થોડો સામાન હું લાવેલ તથા મારા ભાઈએ બે ફોમના ગાદલા આપેલ તેનાથી અમારો સંસાર શરુ થયો. શનિ- રવિ સમય મળતા અમે બન્ને થોડું જરુરિયાત પુરતું ફરનિચર લેવા જઈએ, એક સોફા કમ બેડ લીધો એક ચાર ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ લીધું.
હ્યુસ્ટનમાં જૈન સેંટર હતું ત્યાં રવિવારે તથા પર્યુસણ પર્વ વખતે અમે દર્શન કરવા જતા ત્યાં સુરેન્દ્રનગરના જૈન સાથે ઓળખાણ થતા મિત્રતા થઈ. ખાસ રજનીભાઈ અને વીરાબહેન શાહ, રજનીભાઇ સુરેન્દ્રનગરના અને વીરાબહેન મુંબઈના એટલે અમને વાતો કરવાના વિષય મળી રહેતા. ત્યારબાદ બીજા સુરેન્દ્રનગરના જૈન પરિવાર સાથે ઓળખાણ થઈ અને અમે રજનીભાઈને ત્યાં નિર્ણય લીધો સુરેન્દ્રનગર મિત્રમંડળની સ્થાપના કરી, છ પરિવાર બધા સુરેન્દ્રનગરના દર મહિને એક પરિવારને ત્યાં બધા ભેગા થાય રાત્રી ભોજન કરે સાથે નાનો લલિતકળા કાર્યક્ર્મ પણ હોઇ, કોઈ વખત રમુજી જોક્સ, કોઈ વખત સંગીત, નૃત્ય,નાનું બાળકો દ્વારા નાટક, પર્યુસણ પર્વ હોય ત્યારે જૈન સ્તવનનો કાર્યક્ર્મ, આમ મોટા નાના સહુને તેમના મનપસંદ પ્રોગ્રામનો આનંદ મળે. આ રીતે અમારા અમેરિકાના જીવનની શરુઆત થઈ, મારી દીકરી પારૂલને ડલાસ રેસિડન્સિ મળી ગયેલ તેથી શનિ-રવિ ડ્રાઇવ કરી જયારે કોલ પર ના હોય ત્યારે સુરેન્દ્રનગર મિત્રમંડળના કાર્યક્રમમાં ભાગ લેવા આવતી, પરિવારના આનંદ સાથે તેણીને ધર્મના સંસ્કાર મળતા.
હ્યુસ્ટનમાં ૩૦ વર્ષથી સ્થાયી થયા. આ ૩૦ વર્ષમાં અમને બન્નેને ઘણા સારા માઠા અનુભવો થયા. મહાવીર જયંતિનાં કાર્યક્રમમા અમે જૈન મંદિરમાં હતા. ઘેર આવ્યાને ફોન પર સુરેંદ્રનગરથી ડોકટરનો મેસેજ સાંભળ્યો; મારા સાસુનું અચાનક અવસાન થયેલ છે. મારા પતિએ તાત્કાલિક ટ્રાવેલ એજંટ મારફત ટીકિટ બુક કરાવી. બેયલર કોલેજમાંથી ફક્ત એક અઠવાડીયાની રજા મળી, અને મારા પતિ ભારત ગયા. મને અહીંના કાયદા અનુસાર ત્રણ દિવસની રજા માન્ય થઈ. આ ત્રણ દિવસ મને ૩૦ દિવસ જેવા લાગ્યા. મારા ભાભી મને બીજે દિવસે જમવાનું ટિફીન લઈને મળવા આવ્યા; સારું લાગ્યું. મારી બન્ને દીકરી રોજ બે વખત ફોન કરતી; શીતલ ન્યુયોર્કથી અને પારૂલ ડલાસથી.
મારા સસરાને અમેરિકા લઈ આવવા માટે વીસાની તજવીજ કરવામા રમેશનું રોકાણ વધારે થયું. મે બેયલર કોલેજના મારા પતિ સાથે કામ કરી રહેલ સાઉથઇન્ડીયન ફેલોને વિનંતી કરી કે મારા પતિના કોલની જવાબદારી લે. ફેલો-જુનિયર ફેકલ્ટી તેઓ એકબીજાની જવાબદારી સ્વીકારે તો પ્રોગ્રામ ડિરેક્ટરને કોઈ વાંધો ના હોય.
રમેશ આવ્યા પછીના બીજાજ દિવસે હોસ્પિટલ ગયા તેમની ઓફિસમાં લેટર(dated March, 1994) પડેલ વાંચ્યો:
“Dear Dr. Shah,
Your 2years of fellowship/junior faculty position will be completed as of June 30th 1994. Your position is eliminated. Your certificate of completion would be ready. You are free to start your private practice anywhere. Good luck in your future endeavors.”
Subsequently, મારા પતિને જાણવા મળ્યું; ફેલોએ રમેશના કોલના દિવસે ફેમિલી- ઈમરજન્સીનું કારણ આપી રમેશનો કોલ ન કરવો પડે તે માટે રજા લીધી; વરિષ્ઠ ફેકલ્ટીને કોલ એટૅન્ડ કરવો પડેલ. અમને શીખવા મળ્યું; કદી દેશી(!) પર વિશ્વાસ નહીં કરવાનો. આ સમાચાર જાણી બાપુજીને દુઃખ થયું; “મારે કારણે તમારી નોકરી ગઈ!” અમે બન્નેએ બાપુજીને ધીરજ આપી કે અમેરિકામાં કોઇ ડૉ કામ વગરના ના રહે, એક નહીં તો બીજી હોસ્પિટલમાં નોકરી મળી જાય અને નોર્થ હ્યુસ્ટન-હોસ્પિટલ એક અઠવાડીયામાં મળી પણ ગઈ!
મારા પૂ. સસરાને સિટીઝન થવા માટે મારા પતિએ અરજી કરેલ. એકના એક દીકરાના ૭૫ વર્ષના પિતાની સિટીઝનશીપની અરજી મંજુર થઈ; અંગ્રેજી અને ગણીતના શિક્ષક બાપૂજી મૌખિકપરીક્ષા લેવાઇ પરીક્ષા પાસ કરી સિટીઝન થઈ ગયા. ૬ માસ દરમ્યાન દિવસે એકલા ઘરમાં રહીને, સ્વાભાવિક કંટાળો આવે જ. દિવસે થોડો વખત ટીવી અને રામાયણ-મહાભારત ના વિડીયો જોઈને સમય પસાર કરતા. શનિ-રવિ હું અથવા રમેશ, કોલ પરના હોય ત્યારે જૈન સેન્ટરમાં અથવા હ્યુસ્ટન-સિનિયર સિટીઝન એસોસિયેશનની મિટીંગ માં લઈ જતા. બાકી બાપૂજીને દેશમાં પાછા જવાની ઇચ્છા તીવ્ર હતી. અમે બાપૂજીની મુંઝવણ સમજતા હતા. રોજ સાંજે જમતી વખતે બાપુજી પૂછે, “ભાઈ, મારી ટિકીટ બુક કરાવી? હું સિટીઝન થયો છું, જરુરથી પાછો આવીશ, તમારા બે માંથી એક જણે મને લેવા આવવાનું.”
હવે તો તેમને રોકવાનું કોઈ કારણ અમારી પાસે રહ્યું નહી. રમેશનો નવો જોબ અને મારી OB Recidancyની ટ્રેનીંગના કારણે, અમારા બેમાંથી કોઈ બાપુજી સાથે જઈ શકે તેમ ન હોવાથી એર ઇન્ડિયાની ટિકીટ લીધી, જેથી તેમને ખાવાની તથા એર હોસ્ટૅસ સાથે વાત કરવાની સરળતા રહે.. મારા મોટાભાઈ તેઓને મુંબઈ-એરપોર્ટ લેવા ગયા. મારા ભાભીએ વેવાઈ માટે દાળ ભાત શાક કઠોળ ગરમ રોટલી મીઠાઇની થાળી પીરસી.
બાપુજી ભાભીના વખાણ કરતા બોલ્યા; “પ્રમિલાબહેન, આજે છ મહિના પછી હું ગરમ ગરમ રોટલી સાથે જમું છું. અમેરિકામાં તો ફિયાસ્ટાની તૈયાર રોટલી ગરમ કરી ખાવાની!” ભાભીએ આગ્રહ કરી જમાડ્યા. આ વાતની ખબર મને એક વર્ષ બાદ હું જ્યારે બાપૂજીને પાછા અમેરિકા લેવા આવી ત્યારે પડી. ભાભીએ મને પૂછ્યું; “ઇન્દુબહેન, તમે તમારા સસરાને ફિયાસ્ટાની રોટલી ખવડાવતા’તા?”
“હા ભાભી, હું કોલ પર હોઉ, ૩૬ કલાકે ઘેર આવુ, દાળ ભાત શાક આગલા દિવસે કરીને ફ્રિજમાં રાખું, રોટલી કરવાનો સમય ના હોય અને અમે જે ખાતા તે જ બાપુજીને ખવડાવતા.” ઔપચારિક વાતચીત કર્યા પછી હું સુરેંદ્ર્નગર આવી.
ભાભીની મહેમાનગતી માણીને બાપુજી અમારા ગામ સુરેંદ્રનગર પહોંચ્યા. હવે એકલા ઘરમાં રહેવાનું!! બે-ત્રણ દિવસ પાડોશીએ જમાડ્યા. એ જમાનામાં સુરેન્દ્રનગરના જૈન સમાજમાં વડીલનું માન સન્માન જળવાતું. બાપુજીને સમાચાર મળ્યા; જોરાવરનગરના એક જૈન કુટુંબને મોટા ભાઈએ ઘરમાંથી કાઢી મુક્યા છે. બાપુજીએ તેમને ઘરે લાવીને આશરો આપ્યો. અમારા ફળિયામાં એક ઓરડી માં સુધારોવધારો કરાવડાવીને, તેમના આખા કુટુંબને રહેવાની સગવડતા કરી આપી; કોઈ ઘર-ભાડુ નહીં લેવાનું, બાપુજીને રસોઈ કરી આપવાની અને ઘરનું કામકાજ કરવાનું. બાપુજીને એમના કુટુંબ સાથે લેણદેણ. કાનજીભાઈ, તેમના પત્ની રસિલાબહેન અને બે દીકરાઓએ બાપુજી જીવ્યા ત્યાં સુધી બાપુજીની સેવા કરી.
હવે મારી વાત ઓગણીસો ત્રાણુંની સાલમાં એક વર્ષ ગાયનેક ફેલોશીપનું પુરું થયું. જોગાનુજોગ નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલના એક મેક્ષિકન એનેસ્થેસ્યોલોજીસ્ટના વર્ક વિસા પુરા થયા અને મને તેની જગ્યા મળી ગઈ. અમે બન્ને એક જ હોસ્પિટલમાં કામે લાગી ગયા. અમારા બન્નેના કોલ જુદા જુદા દિવસે હોવાથી બે ગાડીની જરૂર, મારા માટે ટૉયોટા કરોલા ગાડી લીધી. અમારી વાર્ષિક આવક ૬ આંકડાની થઈ. મીસોરીસીટી (Missouri City,TX)માં ૬૦૦૦ સ્કેવર ફુટનું ૪ બેડ રુમનું ઘર ચણાવ્યું. ચી.પારૂલના જન્મદિવસે હિન્દુ રિવાજ મુજબ શુભ ચોઘડીયામાં કળશ મુક્યો. મને અને મારી દીકરીઓને ગમતું ફર્નીચર વસાવી લીધુ.
મને યાદ આવ્યું; બાના અવસાન બાદ બાપુજી આવેલ ત્યારે સવાલ કરેલ, “ભાઈ, અહીં ભારત જેવા ગાદલા ના મળે?” અમે low rise platform bed, futon mattress & pillows લાવીને એમનો બેડરૂમ તૈયાર કરી રાખ્યો. પારૂલની ઈન્ટરનલ મેડિસિન બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં, બે મહિના તેણી મારે ત્યાં રહે જેથી ઉપર તેના રૂમમાં શાંતિથી વાંચી શકે, મારા જોબના કારણે હું અંજલીની સંભાળ ન લઈ શકુ, તેથી માટે અમારા મિત્રના બહેન સ્મિતા ભારતથી ઇમીગ્રેશન વિસા સાથે આવેલ, તેમને ડોલર કમાવવાની જરૂર હતી જેથી જલ્દી પોતાનું ઘર લઈ શકે. અમે તેમને બેબી સીટર તરીકે રાખી લીધા. હું સ્મિતાબહેનને સવારના સાત વાગ્યામાં અમારા ઘેર લાવીને તુરત હોસ્પિટલ જવા નીકળું. ઉતાવળમાં એક દિવસ ગાડીમાં ગેસ ઓછો હતો, હોસ્પિટલ ૨૫ માઈલ દુર, મનમાં વીચાર આવ્યો-કશો વાંધો નહીં, હોસ્પિટલ પહોંચી જવાશે, ઘેર આવતા ગેસ લઈશ. હોસ્પિટલનું કામ પતાવી બે વાગે નીકળી, હોસ્પિટલની નજીકના ગેસ સ્ટેશન પર પર્સ સાથે ગેસ ભરતી’તી ત્યારે કોણ જાણે ક્યાંથી એક આફ્રો-અમેરિકન છોકરી આવી, “મેમ, (can you shaw me where is North Houston Hospital?), મને નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલનો રસ્તો બતાવશો? હું જવાબ આપતી હતી ત્યાં અચાનક તેનો બોય-ફ્રેન્ડ આવ્યો, મારી પર્સ ખેંચી ભાગ્યો, તેની પાછળ છોકરી પણ ભાગીને ગાડીમાં પલાયન થઇ ગયાં! મે બુમ મારી (thief! Thief! They snached my purse & ran away)
ચોર, ચોર, મારું પર્સ ખેંચી ભાગ્યો, કોઈ દોડો, પકડો, કોઈએ સાંભળ્યું નહી, કોઇ ગાડી ઊભી ન રહી!!
મારી ગાડીમાં ગેસ નહીં, મારી પાસે પૈસા નહીં. હુ સ્ટોરમાં અંદર ગઈ, એક દેશીભાઈ બેઠેલા હતા, ખુશ થઈ, ભાઈ મારું પર્સ ચોરાઇ ગયું, બારીમાંથી તમે જોયું છે, મને ૫ ડોલરનો ઊધાર ગેસ આપો, હું નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલમાં ડોકટર છું, આવતી કાલે પૈસા આપી દઈશ, દેશીભાઈનો જવાબ; “હું માલીક નથી, નોકરી કરુ છું. મારાથી કોઇને ઉધાર ગેસ ન આપી શકાય.”
હું ગાડી પાસે આવી, મારી આંખમાં આંસુ આવી ગયા. મને જોઇને એક આધેડ ઉમરના આફ્રો-અમેરિકન બહેન મારી પાસે આવ્યા; (do not worry fill up your tank and never come again to this gas station) ચિંતા નહીં કર ગેસ ભરી લે અને કોઈ દિવસ આ ગેસ સ્ટેશન પર ગેસ લેવા આવીશ નહી, આ એરિયા તારા જેવી સ્ત્રી માટે નથી. મેં તેનો આભાર માનીને એડ્રેસ માગ્યું જેથી હું તેને ચેક મોકલાવી શકુ. “પહેલા ગેસ ભરવાનું શરું કર, હું એડ્રેસ આપું છું” કહીને બીજા પંપ પર પોતાની ગાડીમાં ગેસ ભરવા લાગી. મેં ગેસ ભરી ઉપર જોયું તો, તે બહેન એડ્રેસ આપ્યા વગર જતા રહ્યા વગર અને એની સામે હતો દેશીનો અનુભવ!
અજાણી અને આફ્રો અમેરિકન બહેને મદદ કરી, આપણે ભારતીઓ જેને કલ્લુ કહીને વખોડીએ તેણે જ મને મદદ કરી. મારી માન્યતા પ્રમાણે કદી કોઈના માટે અભિપ્રાય બાંધવા નહી, પ્રભુએ સૌને સરખા ઘડ્યા છે, રૂપ-રંગથી માણસની ઓળખ નહીં કરવી જોઇએ. ઘેર પહોંચીને સૌથી પહેલા ક્રેડીટ કાર્ડની ઓફિસમાં ફોન કરી જણાવ્યું ને કાર્ડ બંધ કરાવ્યું. સાંજે મારા પતિને અને પારૂલને વાત કરી, પારૂલે સલાહ આપી “મમ્મી, કોઈ દિવસ પર્સ ખભે લટકાવી ગેસ નહી લેવાનો, પૈસા/કાર્ડ કાઢી પેંટના ખીસામાં મુકી દેવાના, ગાડી લોક કરી ગાડીની ચાવી બીજા ખીસામાં મુકીને ગેસ લેવાનો. ડ્રાઇવિંગ લાયસન્સ પર્સ સાથે ગયું. લાઈસન્સ વગર ગાડી ચલાવાય નહી. સવારે અમે બન્ને સાથે હોસ્પિટલ ગયા. વહેલા નીકળી ડીપીએસની ઓફિસે ગયા, ઓફિસરને વાત કરી સોસિયલ સિક્યોરિટી નંબર આપ્યો, તુરત કોમ્યુટર પર જોયું ફોટો પાડ્યો, નવું લાઈસન્સ મળી ગયુ! ઓફિસરનો આભાર માન્યો. અમેરિકાની કાર્ય વ્યવસ્થાને ધન્યવાદ! બે દિવસ પછી હોસ્પિટલની લોબીમાંથી મારું લાઈસન્સ હોસ્પિટલ કર્મચારીને મળ્યું. ચોરને લાઈસન્સની જરૂર ન હોય, ફક્ત પૈસા અને ક્રેડિટ કાર્ડની જ જરૂર હોય!
પારૂલની બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં પુરી થઈ. ચિરાગે હ્યુસ્ટનના ટી આઇ પ્લાન્ટમાં બદલી કરાવી. પારૂલે હોસ્પિટાલીસ્ટની નોકરી માટે અરજી કરેલ તેનો ઇન્ટરવ્યુ ઓસ્ટિનની હોસ્પિટલમાં આવ્યો, ત્યાં નોકરી મળી ગઈ. હ્યુસ્ટનનો ટી આઈ પ્લાન્ટ બંધ થતા ચિરાગ એના માતા-પિતા પાસે ઓસ્ટિન આવ્યો. અંજલી ત્રણ મહિનાની હતી, પારૂલ અંજલીની અડધું પીધેલ દુધની બોટલ રેફરીજેટરમાં મુકે તેનો સરલાબહેનને વાંધો, એઠું દુધ મુકે છે!
ઠાકોરજીનું દુધ અભડાય છે, જમવા બેસે ત્યારે પારૂલ શાક દાળ પોતાની હાથે લે તેનો પણ તેમને વાંધો, બધુ એઠું કરે છે. પારૂલ મનમાં વિચારે કે આ તો રોજનું થયું. એક દિવસ મને વાત કરી “મમ્મી બધા ધર્મમાં નિર્દોષ બાળકોને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે તે સાચી વાત?”
“હા બેટા સાચી વાત, કેમ આ પુછે છે?
“તો પછી અંજલીનું અડધું પીધેલ દુધની બોટલ રેફરીજેટરમાં બીજા દુધ સાથે મુકું તો દુધ અભડાય?”
“ના, એવું કોઇ ધર્મમાં લખ્યુ હોય તે મારી જાણમાં નથી.”
પારૂલનો પણ પગાર ૬ આંકડાનો થયો કે તુરત જ ચિરાગે ઓસ્ટિનમાં ત્રણ બેડરૂમનું ઘર લીધું ચિરાગ હવે આખો દિવસ ઘેર કોમપ્યુટર પર શેર બજારનું કામ કરે જે કોલેજમાં હતો ત્યારથી કરતો હતો, જોકે નોકરી માટેના પ્રયત્નો તો ચાલુ જ હતા.
પારૂલની હોસ્પિટાલીસ્ટની નોકરી ૧૨ કલાકની; અંજલીને સવારના ૭ વાગે પ્રાયવેટ ડે કેરમાં મુકે, સાંજે ૩ વાગે ચિરાગનું શેર બજાર પુરું થાય ત્યાર પછી અંજલીને ઘેર લાવે. અંજલી ડે કેરમાં રહેવાથી અવાર નવાર માંદી પડે, પારૂલનો મને ફોન આવે; “મમ્મી હમણા જ ઓસ્ટિન આવવા નીકળ, અંજલી માંદી છે” હું અડધી રાત હોય તો પણ જવા નીકળું, સવાર થતા ઓસ્ટિન પહોંચી જાઉ, જેથી પારૂલ કામ પર જઈ શકે. સરલાબહેન એક દિવસની પણ રજા ન લે, તેમની સેવા-પૂજા અટકી પડે! શું થાય? જેવી લેણ દેણ!. નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલ પ્રાઈવેટ ડોકટરોના હસ્તક આવી, એનેસ્થેસ્યા ગ્રુપ પ્રેકટીસ બદલાણી, સર્જનનો ઇરાદો પગારદાર નર્સ પ્રેકટીશનરથી જ ચલાવવાનો જેથી કંટ્રોલ તેમના હસ્તક રહે.
રમેશના સારા નશીબે મેમોરિયલ હોસ્પિટલના એનેસ્થેસ્યોલોજીસ્ટ ગ્રુપમાં નોકરી મળી ગઈ. મારે લોકમ જ કરવું હતું જેથી હું ગમે ત્યારે દોહિત્રીને રાખવા જઈ શકુ. મે બે ત્રણ લોકમ એજન્સીમાં અરજી કરી. અરજી સાથે બધા સર્ટિફિકેટ તથા ડોકટરના સારા કામ કર્યાના પ્રમાણપત્રો પણ મોકલ્યા. લોકમ-વર્ક માટે હ્યુસ્ટનના આજુબાજુના ગામમાં જવાનું થતું; ૫૦-૭૦ માઈલ વન વે ડ્રાઇવિંગ થઈ જતું. એક હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જનના દર્દીને સ્પાઇનલ એનેસ્થેસીયા આપેલ, પગની એડીના હાડકાની સર્જરી હતી. દર્દીને તંદ્રાની દવા આપેલ જેથી હાડકાની સર્જરીમાં વપરાતી હથોડી વગેરે સાધનોના અવાજથી ગભરાય નહીં; આ સર્જન, નર્સ અને આસિસ્ટન્ટ ડૉકટર સાથે ડર્ટી જોક્સ કરવા માટૅ મશહૂર હતો, એણે એક જોક્સ કર્યો જે હું અહીં લખી નહીં શકુ. બીજા દિવસે મેં એજન્સીને ફોન કરી જણાવ્યું; મારે અહીં કામ નથી કરવું, કારણ આપ્યું હોસ્પિટલ ઘણી દૂર છે. કોન્ટ્રેક્ટ કરેલ તેથી બીજા એનેસ્થેસ્યોલોજીસ્ટ ન મળે ત્યાં સુધી મારે કામ કરવું પડે.
મારા નશીબે બે દિવસમાં એજન્સીને બીજા ડોકટર મળી ગયા. મને એજન્સી મારફત ઓસ્ટિનથી પચાસ માઈલ દુરની હોસ્પિટલમાં એક મહિનાનું કામ મળ્યું. જાણી પારૂલ ખુશ થઈ “મમ્મી, તું મારે ત્યાં રહેજે. એજન્સિ તને માઇલેજ ના પૈસા આપશે, સરસ મને અંજલી સાથે રહેવા મળશે ૧૫ મહિનાની ચાલતી બોલતી થયેલ. એક દિવસ ઓપરેશન રૂમની લોબીના ડબલ ડૉર જે પારદર્શક કાચના હોય છે, હું અંદર આવવા ઊભી હતી ત્યાં ડૉર અચાનક ખુલ્યું અને મારા માથા સાથે જોરથી ભટકાયું; હું ભીંતના ટેકે બેઉ હાથ માથા પર રાખી ઊભી રહી, તુરત જ સ્ટ્રેચર સાથે ડોકટર આવ્યા, મને પુછ્યું “(Indu Did you pass out), (no I am having headache) ના, મને માથામાં દુઃખે છે. મને સ્ટ્રેચરમાં એક્ષરે અને સી ટી સ્કેન માટૅ લઈ ગયા. અમેરિકામાં પ્રોટોકોલ પ્રમાણે માથામાં ઈજા થયેલ બધા દર્દીના એક્ષરે/સી ટી સ્કેન અનિવાર્ય. મારો એક્ષરે અને સી ટી સ્કેન નોરમલ હતા.
હું ઓસ્ટિન પારૂલને ત્યાં હતી ત્યારે શીતલ અને વિપુલ ફરવા માટે આવ્યા. શનિવારે અમે બધા હિલ કંટ્રી ફરવા ગયા, ત્યાં પારૂલને ચકર આવ્યા, અમે તુરત ઘેર આવ્યા. પ્રેગનન્સી ટેસ્ટ પોઝીટીવ હતો. સોમવારે ડોકટરને બતાવવા ગયા, ડોકટરે તપાસ કરી પારૂલ સગર્ભા છે. બીજી વખત નાનીમા થઈશ તેનો મને આનંદ થયો. ચિરાગે તેના મમ્મીને જણાવ્યું; સરલાબહેનનો જવાબ “આટલું જલ્દી બીજું બાળક!”. ૪ મહિને અલ્ટ્રાસાઉંડમાં ખબર પડી પારૂલને દીકરો છે.સમાચાર જાણી સરલાબહેન ખુશ થયા! ચિરાગના કાકા-કાકી ન્યુજર્સીથી પારૂલની પ્રસુતી વખતે ઓસ્ટિન આવ્યા, પારૂલને રોજ સુંઠ કરી આપતા. પારૂલ ના પાડે તો વઢે પાડે, “સવાશેર સુંઠ ખાવી જ જોઇએ જેથી કમરનો દુઃખાવો ના થાય અને છોકરો મજબુત થાય. દીકરાનું નામ ચિરાગે દરેક ગ્રાંડ પેરેન્ટ્સના નામના પહેલા અક્ષર; અનિલ ભાઈનો એ, રમેશનો ર, ઇન્દુનો આઇ અને સરલાનો સ જોડીને એરિસ(ARIS) પાડ્યું, કેટલો સુંદર વિચાર!
ચિરાગના પ્રયત્ન સફળ થયા, તેને હ્યુસ્ટનમાં મોરગન સ્ટૅનલી બ્રોકરેજ ફર્મમાં કામ મળી ગયું. પારૂલ-ચિરાગ તેમના બન્ને બાળકો સાથે અઠવાડિયું અમારે ત્યાં રહ્યા. સુગરલેંડમાં અમારા ઘરની નજીક ઘર લીધું, સારું ચોઘડિયું જોઇને ત્યા રહેવા ગયા. પારૂલે ઈન્ટરનલ મેડિસિન ગ્રુપ પ્રેકટિસ ત્રણ પાર્ટનર સાથે શરૂ કરી.
અંજલીને નર્સરી સ્કુલ માં દાખલ કરી. એરિસ માટે એક ગુજરાતી બહેનને સોમવારથી શુક્રવાર રાખ્યા. નર્સરી સ્કુલમાં લંચ પછી ફરજીયાત એક કલાક નેપ ટાઈમ હોય, અંજલીને ઊંઘ આવે નહીં બહેન આંખો બંધ કરે અને કોઈ તેનાથી નાના બાળક્નો રડવાનો અવાજ સંભળાય કે તરત ઊભી થાય તે બાળક્ની બાજુમાં બેસે તેના માથા, પીઠ પર વ્હાલથી હાથ ફેરવે અને બાળકને સુવડાવી દે, નાનપણથી અંજલી આટલી પ્રેમાળ. અત્યારે ૨૩ વર્ષની સિવિલ એન્જીનિયર બનીને અમેરીકન
નેવી ઓફિસર થઈ છે, તેનો કુટુંબ અને મિત્રો પ્રત્યે એટલો જ પ્રેમ છે.
**
રમેશને એજન્સી મારફત ટેક્ષાસના લરિડો શહેરમાં જનરલ એનેસ્થેસ્યોલોજીસ્ટની નોકરી મળી ગઈ. અમે ડ્રાઇવ કરી હ્યુસ્ટનથી લરિડો પહોંચ્યા. ત્યાં અમારા મુંબઈના મિત્ર હીતેશ પટેલના ઘેર રહ્યા. હીતેશભાઈ બિલ્ડર હતા અને તેમના પત્નિ મનીશા રીયલ એસ્ટેટ એજંટ હતા; તેમણે અમને ભાડાનું બે બેડરૂમનું નાનું ઘર શોધી આપ્યું, અમે એ ઘર એક વર્ષ માટે ભાડે લીધું. હું રમેશને માટે થોડી રસોઇ બનાવી રેફરીજ્રેટરમાં મુકી ડ્રાઇવ કરી હ્યુસ્ટન આવી. રમેશની હોસ્પિટલની વાન તેને લઈ જતી અને કામ પુરું થયા બાદ ઘેર મુકી જતી. નાના ગામમાં જ્યાં ડોકટર બહુ ઓછા હોય ત્યા આવી સગવડનો લાભ મળે, છતા અમેરિકન ડોકટર નાના ગામમાં જવા તૈયાર નથી હોતા! લરિડો શહેર મેક્ષિકોની બોર્ડર પર આવેલ છે અને ત્યાં સ્પેનિશ બોલનારની વસ્તી વધારે છે. પંદર દિવસ બાદ રમેશને લોંગ વિકએન્ડ હતો ત્યારે હીતેશભાઈ તેમના પત્નિ મનીશા અને દીકરા માનવ અને યશ સાથે હ્યુસ્ટન આવ્યા. પહેલી વખત અમારે ત્યાં આવ્યા; મેં ચુરમાના લાડુ દાળ-ભાત બટેટા- રીંગણનું શાક અને વાલ બનાવ્યા. સૌ જમ્યા પછી રમેશે તેઓને અમારું ઘર બતાવ્યું. હીતેશને અમારા ઘરનો પ્લાન ખૂબ ગમી ગયો, “મનીશા આપણે લરિડોમાં આવું ઘર ચણાવીશું?” “હીતેશ આવી રાઉન્ડ બારીઓ અને આવા પીલર બનાવવા વાળા કારીગર લરિડોમાં મળશે?”
“કારીગરની તું ચિંતા નહી કરીશ હું મેક્ષિકોથી લઈ આવીશ”
“ભલે મને તો ખૂબ ગમશે”.
અમારો ગેસ્ટ બેડરૂમ ઉપર હતો, તેઓ ઉપર સુવા ગયા. સવારે હું ઊઠી ચા બનાવી તથા કેશર પિસ્તા બદામ એલાયચી નાખી દૂધ બનાવ્યું. હું તેમને બોલાવવા ઉપર ગઈ, શું જોયું? ત્રણ મહિનાથી ઈન્ડિયાથી પાર્સલમાં આવેલ લાકડાનું મંદિર પડેલ જે એસેમ્બલ કરવાનું અમારા બન્નેના વ્યવસાયને હિસાબે રહી જતું હતું તે ત્રણે જણા એસેમ્બલ કરી રહ્યા હતા, “હીતેશભાઈ – મનીશા તમારે આ કામ કરવાનું! બે દિવસ માટે આવ્યા છો આરામ કરવાનો” “માસી હજુ તમે અમને મહેમાન માનો છો?”
“ના મનીશા એવું નથી તમે ઘરના જ છો મારી પારૂલ, શીતલ અને તું મારી ત્રીજી દીકરી ચાલો નીચે ચા પાણી નાસ્તો તૈયાર છે પછી આ કામ પૂરું કરજો” “હા મમ્મી દાદીની વાત સાચી છે મને ભૂખ લાગી છે” “માનવ બેટા ચાલ મારી સાથે નાસ્તો તૈયાર
છે” “દાદી તમે જાવ હું મમ્મી પપ્પાને લઈને આવું છું”, બધા સાથે નીચે આવ્યા, ચા-દૂધ ગરમ બટેટા-પૌંઆનો નાસ્તો કર્યો. તૈયાર થઈને હ્યુસ્ટનના પ્રખ્યાત શ્રી પ્રમુખ સ્વામી મહારાજના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા, જે બાપ્સ તરીખે ઓળખાય છે.
હીતેશ પટેલ, મનીશા જૈન, બાપ્સના મંદિરે દર્શન કર્યા અને સાયોના કાફેમાં ગયા; મનીશાએ
નાસ્તાના પેકેટ ખરીદ્યા. લરિડોમાં ઇન્ડિયાના નાસ્તા મળે નહી. ત્યાંથી મનીશાની ઇચ્છા જૈન મંદિર જવાની હતી, રવિવાર હતો એટલે ત્યાં પાઠશાળાના બાળકોના કાર્યક્ર્મ માનવ અને યસ સાથે જોયા, અને ત્યા જૈન ભોજન લીધું, ઘેર આવ્યા. સોમવારે સવારે ચા નાસ્તો કરી રમેશની અને હીતેશની ગાડી ઊપડી લરિડૉના રસ્તે! હું આવડા મોટા ઘરમાં એકલી! મનમાં મારી જાતની સાથે વાત કરી; તું ક્યાં એકલી છે? મંદિરમાં તારી રક્ષા કરવા વાળા શિવ-શક્તિ બેઠા છે, રોજ સ્નાન કરી દેવી અપરાધ સ્તોત્ર અને શિવાષ્ટકમ બોલે છે, દર મંગળવારે હનુમાન ચાલીસા બોલે છે.
અઠવાડિયામાં ફેમિલી પ્રેકટિસ લોકમ હેરિસ કાઉન્ટી હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટના ક્લિનીક્માં શરૂ થઈ જશે, સોમવારથી શનિવાર સુધી કામમાં દિવસ પૂરો થશે. ડાઉન ટાઉન હ્યુસ્ટન સાઉથ મેઈન સ્ટ્રીટમાં સવારના ૮ થી ૫ કામ કરવાનું શરું કર્યું. ૧ કલાક લંચ બ્રેકમાં બધા ડોકટર ડાઇનિંગ રૂમમાં આવે, મારી ઓળખાણ આપી બે અમેરિકન ડો. હતા તેઓ બહાર લંચ લેવા ગયા. ત્રણ ઈન્ડિયન ડોકટરે ઘેરથી લાવેલ લંચ ખાધું. ડોકટર રંજન શાહ સાથે મારે ઓળખાણ થઈ; જાણવા મળ્યું દર રવિવારે પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાય ક્લાસ તેઓ ચલાવતા હતા.
હું ત્યાં બે રવિવાર ગઈ. રેકોર્ડીંગ જ સાંભળવાનું, મજા નહી આવી. ચિનમયા મિશન હ્યુસ્ટનમાં છે તેની જાણ થતા આનંદ થયો. મેં અને રમેશે તેમના ગીતા પ્રવચન મુંબઈમાં ચર્ચગેટ પરના વિશાળ આઝાદ મેદાનમાં સાંભળેલ, ૩૦૦થી ૫૦૦ શ્રોતાઓ જરા પણ અવાજ વગર શાંતિથી સાંભળતા, સ્વામીજીની વાણીનો એ પ્રભાવ! હું ૫ વર્ષથી રિટાયર્ડ છું. અઠવાડીયાના ત્રણ દિવસ કાઉન્ટીના Literacy council for foreign langveges માં અંગ્રેજી શીખવાડવા જતી હતી. કોવિડ મહામારી શરું થઈ ત્યારથી ઓન લાઇન ક્લાશ થોડો સમય લીધા.ભારત અને પાકિસ્તાનથી આવેલ વડીલોને અંગ્રેજી શીખવાડવાનો મને મને આનંદ થતો,
નિયમીત દર રવિવારે આચાર્યશ્રી ગૌરાંગભાઈ સવારે ગીતા પર પ્રવચન આપે. માતા-પિતા પ્રવચનમાં હોય ત્યારે તેમના બાળકો બાળવિહારના ક્લાસમાં બેસે; કિન્નર ગાર્ડનથી બારમાં ધોરણ સુધીના ક્લાસ ઉંમર પ્રમાણે તેમને આપણા હીન્દુધર્મનું જ્ઞાન મળે; દાખલા તરીકે કિન્નર ગાર્ડનમાં એ બી સી ડી શિખવાડે, એ ફોર એટિટ્યુડ, બી ફોર બિહેવિયર, પહેલા ધોરણમાં રામયણની વાર્તા, બીજા ધોરણમાં હનુમાન ચાલીસા, ત્રીજા ધોરણમાં ભાગવતની કૃષ્ણલીલાની વાર્તા વગેરે, શ્રીમતિ દર્શનાબહેન બાલ વિહારના શિક્ષકોને દર વર્ષે ટ્રેનિંગ આપે. આ રીતે ખૂબ સમયસર અને કુશળતા પુર્વકનું આયોજન. મારા બન્ને ગ્રાન્ડચાઇલ્ડ અંજલી અને એરિસને કિન્નર ગાર્ડનથી ૧૨ ધોરણ સુધી ચિનમયા મિશનમાં ધર્મના સંસ્કાર મળ્યા, જે અંજલીએ તેના આરંગેત્રના પ્રોગ્રામ વખતે “જળકમળ છાંડી જાને બાળક…” કવિતાના રેકોર્ડીંગ સાથે ભારત નાટ્યમ નૃત્ય કરી દીપાવ્યા, બન્ને જણાના રૂમના સાઈડ ટેબલ પર કૃષ્ણ ભગવાનની મુર્તી છે.
૯/૧૧/૨૦૦૧માં ન્યુયોર્ક શહેરના આખી દુનિયાના પ્રખ્યાત વેપાર ઉદ્યોગ ૨ ટાવર પર આંતકવાદીએ આત્મઘાત હુમલા કર્યા, ત્યારે અમારા જમાઇ ચિરાગ મોર્ગન સ્ટેનલિની ઓફિસમાં મિટીંગમાં હતા, પહેલા ટાવર પરના હુમલાની ખબર સાંભળતા જ તેમણે ૨૧માં માળથી નીચે ઊતરવાનું શરુ કર્યું; જાહેરાતમાં જણાવતા હતા બધા ઊપરના માળ પરની અગાશી પર ઊભા રહો ત્યાંથી તમને હેલિકોપ્ટર નીચે લાવશે. ચિરાગે વિચાર્યું, એ કેવી રીતે શક્ય હોઈ શકે,
આંતકવાદી ઊપરના માળ પરથી જ હુમલો કરે છે, તુરત નીચે દાદરા ઊતરવા લાગ્યા તેમની સાથે તેમણે એક બહેન ગભરાયેલ હતા તેનો હાથ પકડ્યો. બન્ને સાથે ઊતરતા હતા ત્યાં અચાનક ચિરાગને કોઇ ઓફિસ બિલ્ડિંગને જોડતો પુલ દેખાયો તેની તરફ વળ્યા અને બહેનનો હાથ છુટી ગયો. ચિરાગે નીચે ઊતરવાનું ચાલુ રાખ્યું; રસ્તા પર આવ્યા, ઘોર અંધારું સુર્ય નારાયણના પ્રકાશમાં દોડવાનું ચાલુ રાખ્યું, પોલિસની વાન ફરતી હતી બધાને વોર્નિંગ આપી રહી હતી.
“કોઈ રસ્તા પર ન આવે, પોતપોતાના ઘરમાં રહે” ચિરાગને કઈ દિશામાં દોડવું ખબર ન હતી. ટૅલિવિઝન પર મેં સમાચાર સાંભળ્યા પારૂલ કામ પર જતી હતી તેણે એન પી આર રેડિયો પર સાંભળ્યું, મને રડતા રડતા ફોન કર્યો “મોમ ચિરાગ ન્યુયોર્ક સાઉથ ટાવરમાં છે, હું ફોન કરૂ છું ઉપાડતો નથી શું કરું?” “બેટા, તું રડતા રડતા ડ્રાઇવ ના કર, તારા પાર્ટનરને જણાવ એ તારા દર્દીને સંભાળે, તું ઘેર જા હું પણ તારા ઘેર જાઉ છું, આપણે બધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, ચિરાગ સહીસલામત ઘેર આવશે.”
મારા પતિ તેમના લોકમ કામ પર હતા તેઓનો કોન્ટ્રાક પુરો થવાને બે દિવસ બાકી હતા, મેં ફોન કરી જણાવ્યું; “તમે વહેલા આવો તો સારૂ, પારૂલ અને અને બન્ને બાળકો રડ્યા કરે છે” મારા પતિ સંમત થયા, તુરત ઓફિસમાં ગયા જણાવ્યું (I have to leave as my son-in law is involved in Newyork tower terrorist event) ઉતાવળમાં બોલાયેલ આ શબ્દોએ કેવી ગેરસમજ કરી તે હું આગળ જણાવું છું.
હું પારૂલને ત્યાં હતી. રમેશ પણ સાંજના આવી ગયા, પારૂલ ફોન પકડીને બેઠેલ ન્યુજર્સી ચિરાગના બે ફોઇને ત્યાં પણ ફોન કર્યા કરે, એ બધા પારૂલને આશ્વાસન આપે, “અમને ખબર મળશે કે તુરત જણાવીશું.”
ચિરાગ દોડતો હતો, તેણે પોલિસ વાનની જાહેરાત સાંભળી “હડસન નદીની ફેરિ અત્યારે ચાલુ છે જેને ન્યુજર્સી જવું હોય તે ડેક પર આવે.” સરસ હવે ફોઇને ત્યાં પહોંચાશે, ચિરાગ ફેરિમાં ન્યુજર્સી પહોંચ્યો ત્યાં તેનો ફોન ચાલુ થયો. ન્યુયોર્ક શહેરના ફોન ટાવરના તથા વિજળીના વાયર કાપી નાખવામાં આવેલ. રાતના બે વાગે ચિરાગને તેના ફુવા તેમના ઘેર લઈ ગયા. ચિરાગના પગ દોડી દોડીને સુજી ગયેલ અને દુઃખતા હતા, તુરત સુઈ ગયો. તેના ફોઇએ પારૂલને ફોન કર્યો, જણાવ્યું ચિરાગ આવી ગયો છે, સુતો છે, સવારે વાત કરશે. બીજે દિવસે સવારે પારૂલે ચિરાગ સાથે વાત કરી. ચિરાગનો સામાન હોટેલ પર હતો. બે દિવસ ફોઇને ત્યાં આરામ કરી સામાન લીધો એરપોર્ટ ગયો હ્યુસ્ટનની જે ફ્લાઈટ મળી તેમાં હ્યુસ્ટન આવ્યો.
આ બધી હાડમારીની શારીરિક અસર તો થોડો સમય રહી, પરંતુ માનસિક અસર ખૂબ હતી મોર્ગન સ્ટેનલીમાં રાજીનામું આપ્યું. થોડો સમય ઘેર બાળકો સાથે રહ્યા પછી, પારૂલના ક્લિનિકની ઓફિસ મેનેજર દર્દીના ઇન્સ્યોરન્સ ક્લેમ ફાઇલ કરવામાં ખૂબ સમય વેડફતી હોવાની જાણ થતા ચિરાગે આ કામ સંભાળવાનું નક્કી કર્યું. એમ બી એની ડિગ્રી તો હતી જ, થોડું મેડિકલ બીલ માટેના દર્દીના નિદાન મુજબના કોડની જાણકારી જ કરવાની રહી. આમ કરવાથી બે ફાયદા; પારૂલની કમાણી ઘરમાં રહે અને સમયસર ઇન્સ્યોરન્સના કલેમ પાસ થઈ જાય.
રમેશને બીજો લોકમ જોબ મળી ગયો, એક દિવસ સવારના two FBI officers અમારે ઘેર આવીને મને પુછ્યું “રમેશ શાહ અહીં રહે છે?” મેં હા પાડી; બીજો સવાલ “અત્યારે ક્યાં છે? અમારે તેમને સવાલ પુછવાના છે,”
“તેઓ અત્યારે કામ પર ગયા છે, હું પુછી શકુ, આપને શા કારણસર મારા પતિને સવાલ કરવાના છે?”
“૯/૧૧ માં જે કોઇ ઇન્વોલ્ડ હતા તેની તપાસ માટે અમારી નિમણુંક થયેલ છે, તમારો સન ઇન લો વોઝ ઇન્વોલ્ડ તેવું તમારા પતિએ જણાવેલ, તમે શાહ મુસ્લિમ છો.”
શાહ સરનેઈમ મુસલમાનમાં અને હિંદુ બન્નેમાં હોય તેની જાણ કદાચ આ ઓફીસરને નહીં હોય!!
ખેર, મે ખુલાસો કર્યો; “અમે હિન્દુ છીએ, સર અમારો સન-ઇન લો terrorist નથી, એ એન્જિનિયર અને એમ બી એ થયેલ છે. ૯/૧૧ના દિવસે એ મોર્ગન સ્ટેનલીની ઓફિસમાં હતા અને એ ટૅરેરિસ્ટ એટેકના ભોગ બન્યા, ભગવાનની કૃપાથી એ સહિસલામત અહીં આવી શક્યા. મેં મારા પતિને તુરત આવવા જણાવ્યું તેથી ઉતાવળમાં તેમનાથી ખોટૉ શબ્દ બોલાઈ ગયો, વિક્ટિમ ને બદલે ઈન્વોલ્ડ, અમે બન્ને ડોકટર છીએ, મારી દીકરી ડોકટર છે તેની પોતાની પ્રેકટીસ મિસોરીસિટીમાં છે.” ઘરમાં તેણે બે લેબ કોટ અમારા બન્નેના નામ લખેલા જોયા, તેને મારી વાત સત્ય લાગી.
“થેન્કસ મેમ સોરી ટુ બોધર યુ” બોલી જતા રહ્યા. અત્યારે એ વાતને ૨૦ વર્ષ થઈ ગયા છે છતા ૯/૧૧ આવે અને મારા માનસ પટ પર એ ગોઝારો દિવસ આવી જાય. ૨૦૧૨માં ૯/૧૧ના દિવસે મેં એક કાવ્ય મારા ગુજરાતી સાહિત્યસરિતા હ્યુસ્ટનના બ્લોગ પર મુકેલ છે;
સ્મરણરહ્યુ, વરસવહ્યા અગિયાર
ના ભૂલાય, ગોઝારો દિન નવઅગિયાર
આભને આંબતી બે ઇમારતો મગરૂર
ભૂમિએ પડી પળમાં થઇ ભંગાર
વિકારી જુજ માનવે મચાવ્યો કાળો કેર
ખુદ મરી, લીધા સાથ સેંકડો બેકસુર
ઇશુ કૃષ્ણ અલ્લાહ, કરે જોઇ વિચાર!
હળાહળ કળિયુગ, ભૂલ્યા તુજ બાળ સંસ્કાર
પાર્થુ વિભુ, નમાવી શીશ, આજ તુજ દ્વાર
વહાવ અમીઝરા, હટાવ વેરઝેરવિકાર.
******
“શબ્દ સથવારે” ૨૦૧૦માં શરુ કર્યો
હું ગદ્ય અને પદ્ય બન્ને લખું છું. ગુજરાતી વાર્તા સ્પર્ધામાં મારી બે વાર્તાને સ્થાન મળેલ છે.
મારા કુટુંબમાં ચડતી પડતી આવી છતા, દર વખતે અમે હિંમતથી આગળ વધ્યા, અમારા બાળકોએ અમને સાથ સહકાર આપ્યો, આપતા જ રહેશે, મને પુરો ભરોસો છે.
હું ૫ વર્ષથી રિટાયર્ડ છું. રિટાયર્ડ થયા પછી અઠવાડીયાના ત્રણ દિવસ કાઉન્ટીની Literacy Council for Foreign Languagesમાં અંગ્રેજી શીખવાડવા જતી હતી. કોવિડ મહામારી દરમ્યાન ઓન લાઇન ક્લાસ થોડો સમય માટે જ ચાલુ રહ્યા. ભારત અને પાકિસ્તાનથી આવેલ વડીલોને અંગ્રેજી શીખવાડવાનો મને આનંદ થતો! તેમના અમેરિકા આવ્યા બાદ તેમની સ્વદેશ પ્રત્યેની વિશેષ લાગણી જાણવા મળતી! રમેશ semi_રિટાયર્ડ થયા પછી, Covid-Vaccination and Voluntary Charity Careમાં ૩-૪ દિવસ/અઠવાડીયે વ્યસ્ત રહે છે.
*********