રમણદીપ ધરી કરે (ગઝલ) ~ રાજેન્દ્ર શુક્લ 

રમણદીપ ધરી કરે અભિસરે, વાસરઘરે કલકામિની,
મૃદુનુપૂરરવે મુદા મદસરે આ અવતરે મધુયામિની.

ચલિતકુંડલવ્યાકુલા જલકણાર્દ્રા શ્વસનવેગસમાકુલા,

સ્મરસ્મિતે વિપરીતકે સભર સોહે ચરાચરસ્વામિની.

દયિતવક્ષ પરે રતિશ્રમજલે સિક્તતનુ મુદ્રિતલોચના,

લલિત લોલ લયે શમે નીરવ અંતે શ્રુતિ યથા સમગામિની.

મુદિતમૌનધરા ધરા વસનવ્યસ્તા સ્ફુરિતરોમતૃણાંકુરા,

શરદસૌમ્ય નભે અહો અઘન આછું ઝળહળે ચિતિદામિની.

યદિ વિલાકુતૂહલા રસિકલીલાસરનિમજ્જનવિહ્વલા,

ગઝલગીતિ સુકોમલા શ્રવણહાલા શૃણુ સદા અયિ ભામિની.

~ રાજેન્દ્ર શુક્લ 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.