“…..ગુજરાત છે…! ~ દેવિકા ધ્રુવ
(૧લી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ તે અંગે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ ગાથાની એક રચના ‘આપણું આંગણું’ માટે ખાસ હ્યુસ્ટન સ્થિત, ડાયસ્પોરાના કવયિત્રી દેવિકા ધ્રુવે મોકલી છે. આનું શ્રી ગૌરાંગ વ્યાસે સ્વરાંકન કર્યું છે અને હ્યુસ્ટનના એક અચ્છા ગાયક શ્રી શેખર ફાટકે સ્વર આપ્યો છે. આની યુટ્યુબ લિંક અહીં નીચે મૂકી છે. જરૂરથી સાંભળજો. અમેરિકામાં લગભગ કેટલાયે દાયકાઓ વીતી ગયા પછી પણ વતનથી દૂર રહેનારાઓના હૈયામાં માતૃભૂમિ અને માતૃભાષાનો પ્રેમ યથાવત્ રહ્યો છે. કવયિત્રી દેવિકાબહેનની આ રચના, સ્વેચ્છાએ દેશવટો ભોગવતાં અનેકોનાં હ્રદયની ભાવનાને અહીં વાચા આપે છે.
https://www.youtube.com/watch?v=LdgAeUO34hs
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
વેશભૂષા વિદેશી છે પણ, ગૌરવ આ ગુ
પૂરવ હો યા પશ્ચિમ કે ઉત્તર હો
ગિરા સૌની એક જેના, રુદિયામાં ગુ
મુનશીની અસ્મિતા છે ને પાટણની પ્રભૂતા એ છે,
સત્યના ચરખાથી ઝળહળ દીવડા ગુજરાત છે.
થઈ ગયા છે ગાંધી અહીં ને થઈ ગયા લોખંડી વીર,
ઈતિહાસને પલટી રહ્યા, મોદી ખડા ગુજરાત છે.
શહેરે શે’ર અને દેશવિદેશે, ગૂં
તે વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે..
દીસે પાણી ચારેકોર ને શાન-માન લહેરાય છે.
આકાશથી ઉતરી કદી તું, આવ આ ગુજરાત છે.
– દેવિકા ધ્રુવ