“એને પિતા કહેવાય છે “ ~ કાવ્ય ~ વસુધા ઈનામદાર

એક માણસ એવો !
માણસ એક એવો ,
પહાડ જેવો !
ના નમે, ના ડગે !

એ સૂરજને પોંખતો રહે ,
તાપને સહેતો રહે ,
વાદળને આવકારતો રહે ,
વિજળીથી ઉર્જા પામી ,
દોડતો રહે , તો વળી
વીજના ચમકારાથી
ક્યારેક ડરતો રહે !

એ વરસાદે ભીંજાયો ,
સ્નેહની સરવાણી ,
ઝીલીને ,વહેતો થયો ,
લીલોછમ થતો ગયો !
વાવાઝોડાને સંભાળીને ,
સહુને બચાવતો રહ્યો !
અવાર નવાર નમતો ગયો !
મૂળીયાસોતે થાકતો ગયો ,

પહાડ જેવો એ માણસ ,
સૂકી નદીની જેમ વહેતો રહ્યો !
કિનારાનાં વૃક્ષો એને
સહેલાવતાં રહ્યાં !
લાગણીની વિરડી છલકાતી રહી ,
જોત જોતાંમાં ,વૃદ્ધી પામતાં
પહાડ જેવો એ માણસ
વૃદ્ધ થયો !
તો ય પાનખરની જેમ ,
રંગ ઉલાળી હસતો રહ્યો
એ કોણ?

“એને પિતા કહેવાય છે “

–   વસુધા ઈનામદાર
    ૫-૭ -૨૦૨૫

“Happy Father’s Day to all amazing Fathers.”

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.