સાત હાઈકુ ~ વસુધા ઈનામદાર
૧.
નિશાનું વન
સોનેરી દાતરડે
વાઢ્યું પરોઢે!
૨.
સૂર્ય ખીલેથી
ઊતરીને લટકે
દીન ઝૂંપડે!
૩.
સંતાનો માટે
પ્રાર્થે છે જન્મદાતા
વૃદ્ધાશ્રમમાં!
૪.
પ્રગટે જ્વાળા
સ્મશાનગૃહમાં
થયો સૂર્યાસ્ત!
૫.
પાપની મુક્તિ
ત્રિવેણીના સંગમે
ને કુંભમેળો!
૬.
હ્રદયે રામ
તોયે અગ્નિ પરીક્ષા
પુત્રી ધરાની!
૭.
કેસરી રંગ
પલાશના પાલવે
છે શોર્યગાથા!
~ વસુધા ઈનામદાર
સરસ. ટૂંકુ ને ટચ.