એક વત્તા એક બરોબર એક ~ અનિલ ચાવડા

ઓશોએ એક વખત કહેલું કે આ પૃથ્વી પર ક્યાંય પણ સ્વર્ગની થોડી ઘણી પણ જો ઝલક હોય તો એ પ્રેમની અનુભૂતિ છે. પ્રેમમાં હોવાનો અર્થ જ છે સ્વર્ગમાં હોવું.

કોઈના જીવનમાં રહીને આનંદિત છું અથવા તો કોઈને આનંદિત કરીને રાજી થાઉં છું તો એ પ્રેમ છે, જ્યારે તમને કોઈ કારણથી કશુંક પામવાની ઇચ્છા થાય તે પ્રેમ નથી, જ્યાં કારણ આવ્યું ત્યાં પ્રેમ ગાયબ. પ્રેમ તો અકારણ થાય છે. કારણથી એને શું લેવાદેવા.

Love Without Reason – LaRayia's Bodega

કારણથી તો સોદાઓ થાય. શરતો મંડાય, જીતહાર થાય. પ્રેમમાં શરતો નથી કે નથી જીત-હાર. પ્રેમ તો કારણના કુંડાળાની બહાર જીવે છે. તે કોઈ પણ વ્યાખ્યાના વર્તુળમાં નથી સમાતો. જેવું પ્રેમનું નામ પાડશો કે તરત ગાયબ થઈ જશે. પ્રેમ એ મૌન જેવો છે, તમે ’મૌન’ શબ્દ બોલો તો પણ મૌનનો ભંગ થાય છે.

The Silence Is Broken - Album by Nelson | Spotify

ડુંગળી શું છે તે જાણવા માટે તમે તેનાં પડ ખોલો, તો છેલ્લે કશું જ બચશે નહીં, કેમ કે પડ એ જ ડુંગળી છે. પ્રેમનાં પડ ખોલવાથી તેનાં મૂળ સુધી નથી પહોંચાતું, કેમ કે પડ એ જ પ્રેમ છે.

તમે ક્યારેય કોઈના પ્રેમમાં પડ્યા છો? પ્રેમમાં પડવાની ઘટના ખૂબ રોમાંચક હોય છે.

Falling In Love With A Woman & Questioning Sexuality

રોજ ગમતી વ્યક્તિને જોવી, માત્ર આંખો મળવાથી જ ઘણી વાતો કીધા વગર જ કહી દેવી. ઈશારાનું અમૃત્ત પીવું. જ્યાં સુધી તે વ્યક્તિ દેખાતી બંધ થઈ જાય ત્યાં સુધી એકધારા જોયા કરવું.

6 Tips to Naturally Improve Your Distance Vision

હૃદયમાં એક રોમાંચનો દરિયો ઉછળી પડે છે. પછી બંને પાત્રો દ્વારા પ્રેમનો સ્વીકાર થાય. એકબીજાને ખૂબ નજીકથી જુએ, સમજે, ખૂબી-ખામી જાણે…

પછી ગમા અણગમા માર્ગમાં રોડાંની જેમ પડે. તેને સાવચેતીથી દૂર કરીએ તો ઠીક નહીંતર એકબીજા પર દોષારોપણ શરૂ થાય અને રોમાંચ સાથે શરૂ થયેલો પ્રેમ ઝઘડા સાથે પૂરો થાય છે.

Couple Fights - Meaning and Solutions

ખરેખર જોઈએ તો પ્રેમની અનુભૂતિમાં સાચો આનંદ ક્યાં હતો? શરૂશરૂમાં એકમેકને જોવા, ગમાડવા, ઇશારા કરવા, આંખો મળતાની સાથે જ હૈયું સમંદરના મોજાંની જેમ ઊછળી પડવુંં… એ જ ખરો પ્રેમ હતો.

Is Love at First Sight Real? | Psychology Today

પછી તો ધીમેધીમે અપેક્ષાઓ ઉગવા માંડે છે. તેં મારી માટે આમ ન કર્યુંં, તેં કેમ ન કર્યું. અપેક્ષા અને કારણો-પરિણામોના ઘસરકા શરૂ થયા કે પ્રેમ ખતમ.

Couples Need To Match Expectations Of Marriage With Ability to Deliver : Shots - Health News : NPR

પ્રેમમાં બે વ્યક્તિઓ હોય છે, પણ તેનો સરવાળો તો એક જ થાય છે. તેમાં એક વત્તા એક બરોબર બે નથી થતું. એક વત્તા એક બરોબર એક જ થાય છે.

રુમીએ એક અદ્ભુત કાવ્ય લખેલું.

Why is Rumi the best-selling poet in the US?

એક દિવસ પ્રેમીએ પ્રેમિકાના બારણું ખખડાવ્યું, અંદરથી અવાજ આવ્યો તમે કોણ છો? પ્રેમીએ કહ્યું, અરે હું છું, તારો પ્રેમી. કોણ પ્રેમી? પ્રેમીને તો આઘાત લાગ્યો, કે મને ના ઓળખ્યો? મારા ટકોરા ન ઓળખ્યા? મારાં પગલાનો ન સંભળાયાં? હું કહું છુંં એ ન સમજાયુંં,

એ વધારે વિચારે ત્યાં ફરી અંદરથી અવાજ આવ્યો, તું આખરે છે કોણ? પ્રેમીએ કહ્યું, આ તો હદ થઈ ગઈ, મારો અવાજ પણ ન ઓળખાયો? પ્રેમ તો સ્તબ્ધ થઈ ગયો.

તે વારંવાર બારણું ખખડાવવા માંડ્યો. દરવાજે માથાં પછાડવા લાગ્યો, વારંવાર સાબિતીઓ આપતો રહ્યો, પણ અંદરથી કંઈ જ જવાબ ન આવ્યો તે જ ન આવ્યો.

બહુ કરગર્યો ત્યારે અંદરથી માત્ર એટલો અવાજ આવ્યો કે આ ઘર બહુ નાનું છે, આમાં બે જણ રહી શકે તેમ નથી.

પ્રેમી થાકી હારીને ત્યાંથી ચાલ્યો ગયો, દૂર જંગલમાં ગયો, પહાડોમાં ભટકતો રહ્યો. ધ્યાનમાં ડૂબેલો રહ્યો, પ્રાર્થનાઓમાં રત્ત રહ્યો. સાધનામાં ખોવાઈ ગયો. પ્રેમજોગી થઈ ગયો.

દિવસો મહિના, વર્ષો વીત્યાં. અનેક વર્ષોની ખોજ બાદ તે ફરી પ્રેમિકાના ઘરે પાછો ફર્યો. ફરીથી દરવાજો ખખડાવ્યો. ફરીથી એ જ પ્રશ્ન પૂછાયો, કોણ છે? આ વખતે તેણે કહ્યું, હવે તો તું જ છે. બારણું તરત ખૂલી ગયું.

પ્રેમ તો અનુભૂતિમાં છે. કશી પણ અપેક્ષા વગર કોઈની પર જિંદગી કુરબાન કરવાની ઇચ્છા થઈ જાય ત્યારે સમજી લેવું કે તમે પ્રેમમાં છો.

Why love is becoming rare? – Dr. Vidya Hattangadi

મુકેશ જોશીની સરસ કવિતા યાદ આવે છે.

તમે કોઇ દિવસ
પ્રેમમાં પડ્યા છો?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખીય જિંદગી બળ્યા છો?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય
કોઇના મારગથી કાંટાઓ શોધ્યા?
તમે લીલેરા છાંયડાઓ આપીને
કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી
ખુદમાં વરસાદ થતો જોયો?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા
પોતાના સૂરજને ખોયો?

તમે મંદિરની ભીંત ઉપર
કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. Saheb khub Sara’s apo cho. dhanyavad. Gujarati computer uper Nathi avdtu lakhta. 85 yrs thaya aklo avyo alko javano aklo Rahu chu. Sorry Anil BHai hu pan tamru nam che. ANIL SHETH