ચૂટેલા શેર ~ હરીશ જસદણવાળા (રાજકોટ) ~ ગઝલસંગ્રહઃ બારીરૂપે ખૂલતી દીવાલ

સાંજ સાથે કાંખમાં બાળક હતું
સાંજ માથે ઘાસની ભારી હતી
*
રૂપનો પર્યાય બીજો શું હશે?
શોધ કરતા શ્વાસ અટક્યા ચંદ્રમાં!
*
ગામ આખું જો નદીમય થૈ ગયું વરસાદમાં
આજનો વરસાદ નવદશ ઈંચ હોવો જોઈએ
*
દીકરીને લાડ કરતી મા ગમે
દૂધમાં સાકર ભળે છે, જોઉં છું
*
ક કેડી સાંપડ્યાની પળ વિશે
જાઉં આગળ એ પછી રસ્તા લખું
*
વિસ્મયી આંખે નિહાળ્યું ગામડું
પથ હતો, ગાડાં હતાં ને હું હતો
*
કે અજાણી વાટ પૂછે ક્યાં જવું છે?
વાટમાં હોતો નથી હું, હોય છે તું
*
ભ આપો એક મારા હાથમાં
થૈ લકીરો હૅક મારા હાથમાં
*
છે ખુશી તો વ્હેંચતાં પણ આવડે
એકલો હરખાઉં એવો પણ નથી
*
ફૂલોથી કે પવનથી ભય નથી
તો કોનાથી પાંખડી ભયભીત છે?
*
શ્વાસ આવે છે સમયસર સ્ટેશને
ટ્રેન આજે ચૂકવાનો ભય નથી
*
વિષય પણ નવો હો, નવાં હો વિચારો
કરું રોજ સત્કાર મારી ગઝલમાં
*
પ્લોટ પોતે જ શ્રીમંત છે
કોઈ ખેતર કરજદાર છે
*
હા સદનની બંધ બારી જેમ છું
આપમેળે હું હજી ખૂલું નહીં
*
કેટલાં દિવસ થયાં એ મૌન છે
જીભને મેં ક્યાં કશું કીધું હતું
*
કાબર આવે, ચીં ચીં કરતી ચકલી આવે
વેરી દે તું તારા ફળિયે મુઠ્ઠીભર ચણ
*
સાચવે એ આંગળાંની છાપને
કાચનો એ ગ્લાસ ચર્ચામાં હતો
*
તભેદ છે વનવાસના હોવા ઉપર
એવી કથાના કેન્દ્રમાં રાણી હતી
*
શ્યામ સાધુની અમે વાંચી ગઝલ
એ ગઝલમાં શબ્દે શબ્દે મ્હેક છે
*
જ મળ્યું છે બાકી ભથ્થું રોકડ રૂપે
આજે યારો જલ્સા છે ને ચા પીવી છે
*
દોસ્ત મેળામાં બન્યું એવું જ કે
આંગળીથી હુંય છૂટી જાઉં છું

~ ગઝલસંગ્રહઃ બારીરૂપે ખૂલતી દીવાલ
~ હરીશ જસદણવાળા

~ +91 99094 76849
પ્રકાશકઃ પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટ
~ ફોનઃ 0281- 2232460 / 2234602

આપનો પ્રતિભાવ આપો..