ઐશ્વર્યનો અધિપતિ અને પૃથ્વી પર દેવતાઈ સુખનો અનુભવ આપનાર શુક્ર ~ લેખકઃ અનંત પટવા (મુંબઈ) ~ 9820258978

લેખ-7

શુક્ર નભોમંડળનો અત્યંત સમૃદ્ધ અને સૌંદર્યવાન ગ્રહ છે. તેને આપણે વિનસ તરીકે ઓળખીએ છીએ.

Venus: Our Twin Planet

શુક્રની શુભ-અશુભ અસરોને માપવા માટે કોઈ પણ જ્યોતિષની કલમને શાહી ઓછી પડે એમ કહીએ તો ખોટું નથી. શુક્રદેવના મહિમાની યશોગાથા કે યશોગાન શબ્દોમાં કરવું ભારે પડે. શુક્ર આકર્ષણ, ઐશ્વર્ય, સૌભાગ્ય, ધન, પ્રેમ અને વૈભવનો કારક છે.

Planet Venus

નભોમંડળની બાર રાશિમાંથી વૃષભ અને તુલા રાશિ શુક્રની પેતાની રાશિ છે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે અને બુધની રાશિ કન્યામાં શુક્ર નીચત્વ પ્રાપ્ત કરે છે.

કળિયુગમાં અત્યારે જો કોઈ બોલબાલા હોય તો એ શુક્રની જ છે. શુક્રની શુભ અસરોથી માણસ દેવતાઈ સુખોનો અનુભવ કરે છે અને અશુભ અસરમાં બે ટંકના ભોજનનો પણ વાંધો પડી જાય.

Shukra Venus in Indian Mythology - Hindu Mythology Articles, shukra, Venus, benefic shukra, malefic venus, love, marriage, Brahmin, ancient India, Vedic myth, Divine

શુક્રના મિત્ર ગ્રહો બુધ અને શનિ છે. સૂર્ય અને ચંદ્ર એના શત્રુ છે અને ગુરુ મહારાજ સાથે તે સમભાવ રાખે છે.

શુક્ર નીચ રાશિમાં અત્યંત ખરાબ પરિણામ આપે છે. પાપ ગ્રહોની અથવા પાપ ગ્રહોની દૃષ્ટિમાં હોય ત્યારે અત્યંત ખરાબ ફળ આપે છે. આના કારણે માણસ મગજની સમતુલા ગુમાવી બેસે. માણસનું આચરણ ખૂબ જ હીન કક્ષાનું થઈ જાય.

How do people recognize that they're losing their minds? - Quora

વ્યસન, જુગાર જેવી બદીઓ વળગે. સ્વભાવ હિંસક બની જાય. કમજોર અને અસ્તનો શુક્ર માણસને બળાત્કારી પણ બનાવી શકે. શુક્ર ગ્રહની સારી અને ખરાબ અસરો પરાકાષ્ઠાએ પહોંચે છે.

આ એક લેખની અંદર શુક્રની આડઅસરોને આવરી લેવી અઘરી હોવાથી બીજા બે ભાગ લખીને તેમાં સમાવેશ કરીશ.

હવે વાત કરીએ આપણા ઉદ્શેની. ગ્રહોની નકારાત્મક ઉર્જાને ઉપાયો દ્વારા સકારાત્મક બનાવવાની. એના માટે નાના પણ સટીક ઉપાયોની હારમાળા ઉપયોગી નીવડશે.

શુક્રનું બળ વધારવા મા મહાલક્ષ્મી અને મા દુર્ગાની આરાધનાનું મહત્ત્વ છે. દરરોજ દુર્ગાસપ્તશી અથવા શ્રી સુક્તમસ્તોત્રની આરાધના કરવી.

દર શુક્રવારે એકટાણાં ચાલુ કરવા. ઓછામાં ઓછા 31 શુક્રવારનો વ્રત-સંકલ્પ કરવો.

દરે શુક્રવારે દોઢ લીટર દૂધની ખીર બનાવવી અને માતાને પ્રસાદ ધરાવવો. ઘરનાં બધા જ સભ્યોએ આ પ્રસાદ આરોગવો અને શક્ય એટલી વ્યક્તિઓને પ્રસાદ વહેંચવો.

બને તો શુક્રનો બીજમંત્ર છેઃ ઓમ હ્રીં શ્રીં શુક્રાય નમઃ

Navgrah Beej Mantra

આ શુક્રમંત્રની 6 માળા જરૂરથી ગણવી. શક્ય હોય તો 1008 વાર માળા ગણવી. તેનાથી શુક્રની પોઝિટિવ અસરો જોવા મળે છે.

ઘરમાં કમળ પર બિરાજમાન લક્ષ્મીજીની છબિ રાખવી અને ચૂંદડી ચઢાવવી. ધૂપ-દીપ કરી માતાની આરતી કરવી. શક્ય હોય તો કમળના ફૂલથી માતાની પૂજા કરવી. માતાજીની મૂર્તિ અથવા છબિ સાથે માના મસ્તક ઉપર સૂંઢ હોય એવા હાથીની પણ સ્થાપના કરવી.

Goddess Lakshmi and elephants – Symbolism of white elephants along with Mahalakshmi | Hindu Blog

બને તો શુક્રના નક્ષત્રો – ભરણી, પૂર્વા, ફાલ્ગુની અને પૂર્વાષાઢા નક્ષત્રોમાં સફેદ વસ્ત્રો  ધારણ કરી 108 ગુલાબના ફૂલથી માની ભક્તિ કરવી. દશાંશ હવન કરવો. શુક્રવારે બ્રહ્મચર્યનું પાલન કરવું.

આ ઉપાયો જીવનમાં આર્થિક, શારીરિક અને માનસિક રીતે જાતકનો ઉદ્ધાર કરે છે.

શુક્રવારે શુક્રનાં દાનનો વિશેષ મહિમા છે. ખીર અથવા સાકર, દૂધ, ચોખા, ઘી, સફેદ વસ્ત્રનું દાન ગરીબ કન્યાને આપવું. કુમારી બાળાઓને ખુશ રાખવી. શુક્રવારના ભોજનમાં ફક્ત સફેદ વસ્તુનો જ આગ્રહ રાખવો.

What can I cook that is round and white? - Quora

ગુલાબ અને મોગરાના અત્તરનો ઉપયોગ ખાસ કરવો. બને તો માતાજીને પણ અત્તર ધરાવવું. અભદ્ર અને ઉભડક વસ્ત્રોનો ત્યાગ કરવો. દરરોજ ઘરના ઉંબરા પર મા લક્ષ્મીના પગલાં કરવાં. રોજ સુગંધિત ધૂપસળીથી ઘરનું વાતાવરણ પવિત્ર કરવું.

Footprint Clipart Laxmi - Pagla Png Transparent PNG - 640x480 - Free Download on NicePNG

આવા નાના ઉપાયોથી શુક્રને ઉર્જાવાન બનાવીને શુક્રની શુભ અસરોની પરંપરા આપણા સૌના જીવનમાં સર્જી શકાય છે. હવે પછીના લેખમાં આપણે હજુ આવા નાના ઉપાયોની હારમાળા વિશે જાણીશું.

અંતમાં માતાજી આપ સર્વેને ધનધાન્ય-સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી મંગલકામના.

~ અનંત પટવા (મુંબઈ)
~ 9820258978

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. Very genuine human being which you hardly see in today’s world. Simple yet authentic . Will guide you in a very positive way where you remove all your fears and move ahead in life. I wish universe creates more such genuine persons who are truly a blessing in today’s world. Highly recommended 🙌

  2. Very genuine human being which you hardly see in today’s world. Simple yet authentic. Will guide you in a very positive way where you remove all your fears and move ahead in life. Highly recommended🙌