ચૂંટેલા શેર ~ ‘રાજ’ લખતરવી (લખતર, સુરેન્દ્રનગર) ~ ગઝલસંગ્રહઃ રિવાયત

શોધ પ્હેલો છે કે પછીનો છે?
પ્રેમનો લેખ કઈ સદીનો છે?
*
નોખી નોખી ઢબે લખે લોકો
એકનું એક નામ ઘૂંટે છે
*
ટકે કટકે લોકો આવ્યા
ગામ થયું છે ધીરે ધીરે
*
બનાવટ નથી તો બીજું શું છે?
જળ નથી હોતું ઝાંઝવાનું નામ
*
કાલ કાંજી ધરાઈને પીધી
આજ થોડી રાબ ચાખીએ
*
ગર હોત કંટક તો અવઢવ નહોતી
અમે ફૂલ થઈ કેમ આઘાત કરશું
*
રાત, રોનક, શમા તમારી છે
મારું શું છે? સભા તમારી છે
*
યકદામાં કે ગયો મસ્જિદમાં
જ્યાં ગયો ત્યાં હું વિમાસણમાં ગયો
*
ટેકવો ધરતી પર પ્રથમ માથું
પગ પછી આસમાન પર રાખો
*
નાવને કાલેય ડૂબાડી હતી
આજ પણ આશય હવાનો એ જ છે
*
ક ટીપાંને તરસતું કોઈ, ને
કોઈને આખોય સાગર જોઈએ
*
કોઈ કંપન પ્હાડનાં પાયે હશે
ભેખડો એમ જ તો ખળભળતી નથી
*
ડકનો છું, જિંદગીનો તાલ છું
હર હૃદયમાં વાગતી કરતાલ છું
*
સાત ભવથી હાલ મારો એ જ છે
પીઠ બદલાતી, પ્રહારો એ જ છે
*
દેવની દેરી ને તકિયે પીરના
એકરંગી છે ધજા, અફવા હતી
*
કોઈ માને ન માને મારે મન
એ ગલી ચારધામ થઈ ગઈ છે
*
જે થયું તે ભાગ્યવશ માન્યા કર્યું
કોઈ ઘટનાના ન કારણમાં ગયા
*
વકારો આંગણામાં જ્યાં નથી
એ જગાને ઘર થવામાં વાર છે
*
સભામાં યુગયુગાંતર પછી
હુંય હોવાનો અને એ પણ હશે

~ ‘રાજ’ લખતરવી
~ ગઝલસંગ્રહઃ રિવાયત (2011)
~ મોબાઈલઃ +91 98256 47322

આપનો પ્રતિભાવ આપો..