તું જો મેટ્રો ટ્રેન થઈને ગુજરે છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

આતા માઝી સટકલી. લિન્ક રોડ અને વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર ટ્રાફિકમાં ફસાઈએ ત્યારે આવું મોઢામાંથી નીકળી જાય. આ ક્રોધાવેશ ટાળવા અને નિસાસાઓ ખાળવા મેટ્રો મહારાણી આવી પહોંચી છે. દહિસર-પૂર્વથી અંધેરી-પૂર્વ અને અંધેરી-પશ્ચિમને જોડતી મેટ્રો ૨-એ અને મેટ્રો-૭ મોદીસાહેબે ૧૯ જાન્યુઆરીએ વહેતી મૂકી પછીનાં માત્ર બે અઠવાડિયાંમાં એનાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યાં છે.

Mumbai Metro: PM Narendra Modi's Three Kinds Of People Message In Mumbai After ISRO Experience
૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ – મુંબઈ

કિલ્લોલ પંડ્યા આપણને મેટ્રો-પ્રવાસ કરવા ઉકસાવે છે…

સુવિધા આ મેટ્રોમાં રાખી તમામ છે
ન કોઈ ઊભું ન ઉભડક, ના ભીડભાડ છે
વાતાનુકૂલિત છે સૌ જાતને અનુકૂળ
પછી દૂર ક્યાં, આ દહિસર તો પાસ છે

તાજેતરમાં આપણું આંગણું બ્લૉગ દ્વારા દહિસરના દેસાઈજી બંગલોમાં મેટ્રો-મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ભાગ લેવા અંધેરી-પશ્ચિમ મેટ્રો સ્ટેશનથી આનંદનગર મેટ્રો સ્ટેશને અંદાજે ૨૫ મિનિટમાં પહોંચીને ઉપરની પંક્તિઓ અનુભવી.

Anand Nagar | आखिरकार बदला मेट्रो स्टेशन का नाम, अपर दहिसर हुआ आनंद नगर | Navabharat (नवभारत)

એક અઠવાડિયામાં એક મિલ્યન મુસાફરો મેળવનાર આ રૂટ મુંબઈગરાઓ માટે આલીશાન આશીર્વાદ નીવડશે. લોકલની ભીડભાડમાં જેની અડધી-પોણી જિંદગી વીતી જતી હોય એ મુંબઈગરો કમલેશ શુક્લની આ વાત સમજી શકશે…

વહે છે જિંદગી સારી
સતત આ રેલના પાટે

ખબર પડતી નથી સ્હેજે,
બધી આ દોડ શા માટે

પરોઢે રોજ જાગીને,
અહીં આ વેઠ કરવાની

જવાની ગઈ, બુઢાપો પણ જશે,
આખર અહીં વાટે

ચોથી સીટ પર ઉભડક બેસીને કે દરવાજા પાસે લટકતા રહીને પ્રવાસ કરનારાઓ માટે એક આશાનું કિરણ જાગ્યું છે. બે-ત્રણ વર્ષમાં લગભગ ૩૦૦ કિલોમીટરના રૂટ સક્રિય થવાની ધારણા છે.

BKC Metro Station - Mumbai Metro, Mumbai
BKC Metro Station

એ પછી તો આમ આદમીને રફીસાહેબે ગાયેલું ગીત ફેરબદલ કરીને ગાવાનું મન થશે : લોકલ-બસ મેરા દામન, મેટ્રો ટ્રેન મેરી બાંહે, જાઓ મેરે સિવા, તુમ કહાં જાઓગે. સપનાં હકીકત થવાની દિશામાં જઈ રહ્યાં છે ત્યારે જય સુરેશભાઈ દાવડાની પંક્તિ સાથે બેફામ બાઇકધારકોને એક ચલણ પકડાવીએ…

સરસર હવાને ચીરી પહોંચે છે ઊંઘમાં
સપનાંઓ પાસે એવું લેટેસ્ટ બાઇક છે
લક્ષણ તમારાં ખોટાં સોબત નઠારી છે
વાહન છે ફૉલ્ટવાળું ને રૉન્ગ સાઇડ છે

Mumbai: Go down one-way, get FIR against your name

મોદી સરકાર દ્વારા દાયકાઓનું રૉન્ગ ધીરે-ધીરે રાઇટ કરવામાં આવી રહ્યું છે. સવારે રેંકડી પર વીસ રૂપિયાના ગરમાગરમ પૌંઆ ખાઈ, પાંચ રૂપિયાની કટિંગ ચા પી, ત્રીસ રૂપિયાની ટિકિટ ખરીદી વૈભવી મેટ્રો પકડવાનો અનુભવ રૂટીનને રોમાંચમાં પરિવર્તિત કરશે. દેશનાં વિવિધ શહેરોમાં મેટ્રો-કાર્ય પ્રગતિમાન છે ત્યારે રક્ષા શાહની પંક્તિઓ સાથે મુસાફરીનો મર્મ સમજીએ…

વાત જો ભગવાનને
પહોંચાડવાની હોય તો

વાતને બેસાડવાની
‘માવડી’ની રેલમાં

સત્યના પાટે જવાનું છે
સમયસર એટલે

સાચવીને બેસશું
સાબરમતીની રેલમાં

19168/Varanasi City - Ahmedabad Sabarmati Express - Varanasi to Ahmedabad WR/Western Zone - Railway Enquiry

થર્ડ ક્લાસમાં પ્રવાસ કરીને જનમાનસને સમજનાર ગાંધીજી આજે હોત તો જરૂર રેંટિયો કાંતીને સૂતરની આંટીથી મેટ્રોને વધાવત. ગાંધીજી મશીનના વિરોધી નહોતા, મશીની માનસિકતા તેમને કઠતી હતી.

The Sunday Tribune - Spectrum

બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં સાબરમતી સ્ટેશન બની રહ્યું છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન ૨૦૨૭માં શરૂ થવાની શક્યતા છે. પછી મુંબઈ-અમદાવાદનો પ્રવાસ વધારે સુવિધાજનક અને ગતિમાન બનશે.

Mumbai-Ahmedabad Bullet Train: Sabarmati Passenger Hub designed taking inspiration from Dandi March; Know more | The Financial Express

કેતન ભટ્ટની પંક્તિઓમાં નિરૂપાયેલો થાક મુસાફરને આવું કહેવા પ્રેરે એ સ્વાભાવિક છે…

છે રસ્તાઓ કેવા ને કેવા વળાંકો
ને કરવા પડે રોજ લાંબા પ્રવાસો
નથી ગમતાં કાંપે જે બારીનાં દૃશ્યો
હવે કોઈ ગાડીની બદલો દિશાઓ

દેશની દિશા બદલાઈ રહી છે. ૨૦૨૩માં મંદીની આશંકા વચ્ચે પણ ભારતની ગાડી ચાલતી રહેશે એવું આર્થિક સર્વેક્ષણમાં દર્શાવાયું છે. એક સમય હતો જ્યારે આપણે ટ્રેનમાં પંખા બરાબર ચાલે તો સારું એવી કામના કરતા હતા. આજે આપણા શહેરમાં મેટ્રો ટ્રેન આવે કે આપણા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થાય એવું વિચારતા થયા છીએ.

Mumbai May Soon Get Two Vande Bharat Trains, To Link CSMT With Shirdi And Solapur: Report

પ્રવાસ સ્થળનો હોય કે વિચારનો, સંજય રાવ કહે છે એ સત્ય તો આપણાં શાસ્ત્રોમાં ક્યારનું નિરૂપાઈને પડ્યું છે…

સફર બસમાં કે બાઇક પર, ચરૈવેતિ ચરૈવેતિ
વગર થાકે ને નિરંતર, ચરૈવેતિ ચરૈવેતિ
ગતિ હો તો જીવન છે ને અટકવું એટલે મૃત્યુ
હો એ વાહન કે હો જીવતર, ચરૈવેતિ ચરૈવેતિ

Travel & Tattoo by Jyotendrasinh Gohil - @shmitaashah___ @chfilms_surat # charaiveti #nametattoo #tattooedgirl #inkedgirls | Facebook

લાસ્ટ લાઇન
તું જો મેટ્રો ટ્રેન થઈને ગુજરે છે,
મારી પંખી જેમ પાંખો ફફડે છે

રાહ જોઉં છું વર્ષોથી રેલની
આવશે એ, આંખ આજે ફરકે છે

સાઇકલમાં બેસનારી આવશે,
દિલ હવે તો ઘંટડી થઈ રણકે છે

ઊડો ઊંચે, આવવાનું નીચે છે,
આ વિમાનો અમથાં નભને ગજવે છે

બાપ માને ‘આવજો’ ક્યાંથી કહે?
લાશ સૂતી પાટા નીચે બરકે છે

~ ભારતી વોરા

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ખૂબ સુંદર લેખ…આધુનિક વિષય પર..