ડૉ. નીલેશ રાણાની નવલકથાનું વિમોચન : “એક નદી થીજેલી” ~ કાર્યક્રમ ૪ ફેબ્રુઆરી, સાંજે ૭.૧૫ ~ ઝરૂખો (બોરીવલી)
ઝરૂખોમાં ડૉ. નીલેશ રાણાની નવલકથાનું વિમોચન
ઝરૂખો – શ્રી સાઈલીલા વેલફેર ટ્રસ્ટ અને આપણું આંગણું બ્લોગના સંયુક્ત ઉપક્રમે અમેરિકા સ્થિત નવલકથાકાર ડૉ. નીલેશ રાણાની `એક નદી થીજેલી’ નવલકથાના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નવલકથાને ચિત્રલેખા અને બૃહદ ગુજરાતી સમાજ આયોજિત સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. વિમોચન નિમિત્તે આ નવલકથાના અંશ તથા ડૉ. નીલેશ રાણાની ચૂંટેલી વાર્તાઓનું પઠન સનત વ્યાસ, સેજલ પોન્દા અને પ્રિયમ જાની કરશે. સંકલન હિતેન આનંદપરા અને સંચાલન સંજય પંડ્યાનું છે.
કાર્યક્રમઃ શનિવાર, તા. ૪ ફેબ્રુઆરી સાંજે ૭.૧૫.
સ્થળઃ સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ)
***
ખૂબ સરસ છે