આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૧૩ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૧૩

પ્રિય નીના,

હં… હવે અસ્સલ નીના દેખાઈ. તારા પત્રમાં ઘણું ઘણું વ્યક્ત થયું અને ઘણી સરસ રીતે વ્યક્ત થયું. મને  ખૂબ ગમી ગઈ એક વાત તે  ફાધર વાલેસવાળી વાત. – ‘વાતચીતનો પહેલો ધર્મ સાંભળવાનો છે. કાનથી સાંભળો, મનથી સાંભળો, દિલથી સાંભળો વચ્ચે બોલવાનું નહી… કેટલી મોટી વાત ?

No photo description available.

સામાન્ય રીતે મોટાભાગના લોકો સાંભળ્યા વિના જ બોલે રાખતા હોય છે! આ સાંભળવાની વાતમાંથી જ સમજણની પણ વાત ફૂટે છે. પણ એના પહેલાં એક સાંભળવાનો પ્રસંગ આંખ સામે આવ્યો તે લખું.

ન્યૂ જર્સીથી NJIT ટ્રેનમાંથી બહાર આવીને ન્યૂયોર્કના એવન્યુ પર હું ચાલી રહી હતી. ત્યાં ૩૪મી સ્ટ્રીટ પર એક આફ્રીકન-અમેરિકન રમકડાં વેચી રહ્યો હતો.

Tripadvisor - MODERN 1 BEDROOM ON WEST 34th STREET & 6th AVENUE

હાથમાં રબરની દોરીવાળા ચમકતા “યોયો બૉલ”ને ઉપર નીચે ફેંકતો, વારંવાર મોટે મોટેથી ‘વન દો’, ‘વન દો’, ‘વન દો’ જેવું કંઈક અસ્પષ્ટ બોલી રહ્યો હતો.

હું ઊભી રહી ગઈ. મને રમકડાંની સાથે સાથે એ શું બોલી રહ્યો છે એ જાણવામાં રસ હતો. મારી પણ શરૂઆત હતી. તેથી અમેરિકન ઉચ્ચારો ત્યારે સમજવા અઘરા પડતા હતાં. મેં એને લગભગ પચ્ચીસ વાર સાંભળ્યો. મનમાં વિચારું કે આ ઈંગ્લીશમાં વન બોલે છે એ તો બરાબર પણ હિન્દીમાં ‘દો’ કેમ બોલે છે?!! એને તો હિન્દી ના આવડે.

બીજો વિચાર આવ્યો કે, કંઈક ‘વન્દો’તો નથી બોલતો? પણ એના મોંઢે ગુજરાતી તો સ્વપ્નવત! એકદમ અશક્ય. વળી આસપાસ ક્યાંય વંદો તો દેખાતો જ નથી!

બહુ વિચાર્યા પછી અને વારંવાર સાંભળ્યા પછી જ સાચું સમજાયું કે એ તો બૉલના વેચાણ માટે એની કિંમત ‘વન ડૉલર’ One Dollar બોલી રહ્યો હતો! ‘ર’નો ઉચ્ચાર તો બહાર આવે જ નહિ!

चित्र:United States one dollar bill, reverse.jpg - विकिपीडिया

My goodness! આવી છે આ સાંભળવાની અને સમજવાની વાત. હજી આ તો થઈ સ્થૂળ સમજણની, ઉપરના અર્થની વાત. પણ સાચું સાંભળીને યોગ્ય રીતે સમજવાનો વળી એક જુદો મુદ્દો. તું લખે છે તેમ વડીલોએ તો ખરું જ પણ હું તો કહીશ કે, દરેક વ્યક્તિએ સાંભળવાની કળા કેળવવી જોઈએ.

How to Master the Art of Listening

વ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ભૂલાતા અને ભૂંસાતા જતા સાચા મૂલ્યો જાળવવાની, ખરી જરૂર અત્યારે છે. બરાબર ને?

મને યાદ છે અમેરિકામાં આવી ત્યારે શરૂઆતના દિવસોમાં જ્યાં જ્યાં આપણા લોકોને મળવાનું થતું ત્યાં ત્યાં, બધા બંને દેશોની સરખામણીની ચર્ચાઓમાં ઉતરી પડતા! (કદાચ આજે પણ ચાલુ જ હશે.)

એકબીજાંને પૂરા સાંભળ્યા વગર સૌ પોતપોતાની જડ માન્યતાઓને, અનેક પૂર્વગ્રહો સાથે જ સામસામે ફેંકતા. કોણ જાણે એમાં ભાગ લેવાનું મને ગમતું નહિ.

મને આ વાત વારંવાર અકળાવતી. કેટલાંક અમેરિકાની સારી બાબતોથી પ્રભાવિત થઈ દલીલો કરતાં તો કેટલાંક “ભારત મેરા મહાન’ના નારા લગાવતા!

May be an image of one or more people, people standing and text

એક પત્રમાં તેં લખ્યું છે તે તારી વાત સાથે હું બિલકુલ સંમત છું કે સારું ખોટું બધે જ છે, બધામાં જ છે. સરખામણી કેમ કરવાની? જ્યાંથી જે સારું છે તે અપનાવવાની વૃત્તિ કેમ ન કેળવાય? મારું એટલું સારું અને બાકી બીજાઓનું નકામું એવું વિચારવાના, ન તો આપણા સંસ્કાર છે કે ન કેળવણી.

Accept good best life time to change learn positive attitude

મારી મા સારી. પણ મારી જ મા સારી એવું કેમ? અન્યની પણ મા સારી જ હોય ને? મારી દીકરી સારી. પણ મારી જ દીકરી સારી એવું કેમ? દરેક માની દીકરી સારી જ હોય ને? એ વહુ બને એટલે શું દીકરી મટી જાય? મારી જ ભાષા સારી. એવું કેમ? ભાષા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે. દરેક ભાષા માટે આદર કેમ નહિ? દરેક ભાષાને પોતપોતાની સમૃદ્ધિ તો હોય જ ને?

ખૈર! આ સાંભળવા–સમજવાની વાતમાંથી હવે બહાર આવું. “ડેમોલિશન’વાળો ટૂચકો વાંચવાની મઝા આવી. નહિ ભૂલવાનું યાદ રાખજે હોં! આપણે ‘અલ્ઝાઇમર’ નથી થવા દેવું. બદામની બરણી ભરી લીધી  ને?!! આવી રમૂજ લખતી રહેજે. ભૂલી ના જતી!!

બીજુ, તેં યુકે.માં ત્રણ ત્રણ સંસ્કૃતિને ત્રિભેટે ઊભેલા યુવાવર્ગની વર્ણવેલી સ્થિતિ અજંપાયુક્ત ખરી જ. પણ પ્રમાણમાં હવે આજના સમયમાં આવી જાગૃતિ આવવા માંડી છે. તેથી નવી પેઢીને બહુ નહિ નડે એમ મને લાગે છે. મારી ધારણા ખોટી પણ હોઈ શકે.

અમેરિકાની વાત થોડી એ રીતે જુદી પડે છે જે આવતા પત્રમાં ચોક્કસ લખીશ. આજે તો વિવેકાનંદનું એક પુસ્તક વાંચતી હતી તેનો એક પ્રસંગ ટાંકવાનું મન થાય છે.

Swami Vivekanand Death Anniversary: जब स्वामी विवेकानंद बोले, शादी तो संभव नहीं, मैं आपका बेटा बन जाता हूं,Some special thoughts of Swami Vivekananda that bowed the world | Times Now Navbharat Hindi

સ્વામી વિવેકાનંદ ભણાવતા હતાં તે વર્ગના છોકરાઓ ખૂબ તોફાની અને મનસ્વી હતાં. તેમણે વર્ગ શરૂ થતાં પહેલાં, વિવેકાનંદને ગુસ્સે કરવા બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું કે, God is no where.

છોકરાઓની આ ચાલ તેઓ સમજી ગયાં. ખૂબ જ શાંતિથી, સૌમ્યપણે હસીને તેમણે છોકરાઓ તરફ જોઈને કહ્યુઃ વાહ.. કેટલું સરસ લખ્યું છે! ખાલી એક નાનકડી spaceની ભૂલ છે. આ વાક્યને સુધારુ છું. હવે વાંચો. એમણે No પછીની Space  પૂરી કરવા W ને આગળ લઈ લીધો અને આ રીતે લખ્યુઃ God is now here!

God is nowHERE. | Joseph Prince - YouTube

તને ગમશે તેની ખાત્રી છે અને હાં, તારા હવે પછીના પત્રમાં યુકેના પેલાં રાઈના ખેતરો વિષે, એની સુંદરતા માટે થોડું જાણવું છે. લખજે.

આવજે.

દેવીની યાદ.
માર્ચ ૨૬ ‘૧૬

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. “કાનથી સાંભળો, મનથી સાંભળો, દિલથી સાંભળો વચ્ચે બોલવાનું નહી… કેટલી મોટી વાત ?”
    સરસ…સમજીને યાદ રાખવા જેવી સલાહ. સરયૂ
    No photo description available.

  2. અભિનંદન પાઠવ્યા છે સ્વીકાર કરસોજી

    સુંદર અને આકર્ષક વાતો
    આભાર માન્યો છે