આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૧ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

(ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકમાંથી)
પત્ર નં-૧

નવા વર્ષની નવી વાતો…નવી રીતો..

પ્રિય નીના,

૨૦૧૬નું નવું વર્ષ શરૂ થયું છે ત્યારથી એક જ વાત વળી વળીને મગજમાં ઘૂમરાયા કરે છે અને તે હાલની ચાલુ પ્રવૃત્તિ ઉપરાંત કંઈક નવું કામ શરૂ કરવું.

બ્લોગ પર ખૂબ લખ્યું, ફેઈસબૂક પર ખૂબ વાંચ્યું, સાહિત્યિક અને સાહિત્યેતર સંસ્થાઓ સાથે કેટલીક પ્રવૃત્તિઓ કરી, કવિતાઓ પણ બહુ લખી, વોટ્સેપ અને વાઈબરના આ સમયમાં, કોણ જાણે બધું જ, બધે જ ‘મોનોટોનસ’ લાગે છે. ક્યાંય નિર્ભેળ આનંદનો અનુભવ નથી થતો.

વાદવિવાદ, ચડસાચડસી, હરીફાઈ અને તેને કારણે ચાલતી વાડાબંધીથી એક અજંપો જાગે છે. આમ જોઈએ તો એનું જ નામ તો જિંદગી છે ને? એ સમજવા છતાં મન એક નવી જ દિશા તરફ ધક્કો મારી રહ્યું છે.

આજે તને આ બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે, એક પત્રશ્રેણી શરૂ કરવાનો વિચાર સતત ઝબકે છે.

The revived art of letter writing - Two Sides

આજની પરિસ્થિતિ, પ્રસંગો, ઘટનાઓની સાથે સાથે જૂની કોઈ ઊંચી વાતને જોડી વાગોળવી અને ખૂબ હળવાશથી જગત સાથે વહેંચવી.

નવા વર્ષના પહેલા જ દિવસની એક મઝાની વાત લખું.

Is Your Data Ready to Move to a Uniform Report Submission? NMLS MSB Call Report Adopted for 23 Licenses as of January 1st | Financial Services Perspectives

આમ તો મને સામેથી ફોન કરી મિત્રો-સ્વજનો સાથે વાતો કરવી ગમે, ખૂબ ગમે. પણ આ વર્ષે જાણી જોઈને મેં જાન્યુઆરીની પહેલી તારીખે કોઈને ફોન ન કર્યો. તો શું થયું ખબર છે? નવી નવી ટેક્નોલોજીની બલિહારીને કારણે, ફોન બહુ ઓછા જણના આવ્યા!

બીજું, જેમને હું દર વર્ષે કરતી હતી તે કોઈના ન આવ્યા. તેનો જરા યે વાંધો નહિ. પણ  છેક સાંજે ખૂબ ખૂબ હસવું આવે તેવું બન્યું. છેક રાત્રે મોડેથી મેં લગભગ એકાદ-બે કલાક જેની સાથે સામે ચાલી વાત કરી તેના કેટલાંક સંવાદો લખું. તને ખૂબ મઝા આવશે.

“ઓહોહો… સો વરસના થવાના છો. હમણાં જ તમારી વાત થતી હતી!” (મારા મનમાં-મને ખાત્રી જ હતી.)

“હેલ્લો, અરે વાહ… તમે નહિ માનો પણ આ ફોન પાસે આવીને વિચાર્યું ચાલો, હવે તમને ફોન કરું!”
(મારા મનમાં-સવારથી રાત સુધી તો મેં રાહ જોઈ.)

“શું ટેલીપથી છે યાર… ક્યારનો તમને યાદ કરતો હતો! હમણાં તમારી પેલી કવિતા વાંચી.”
( મનમાં-હડહડતું જૂઠ્!)

“હેલો, લો કહો, આ તમારો જ નંબર ડાયલ કરતી હતી ને ત્યાં તમારો જ ફોન આવી ગયો!”
(મનમાં- શું ગપ્પા મારતાં હશે લોકો.)

“ક્યારની તમને ફોન જોડું છું પણ લાગતો જ નથી ને! પછી થયું કોઈને સાથે વાત ચાલતી હશે!”
(મનમાં- બીજી વાર પ્રયત્ન ન થાય?)

નીના, તું નહિ માને, દરેક ફોન વખતે મને એટલું હસવું આવતું હતું કે ન પૂછો વાત.

અમે બંને પતિપત્ની એકબીજાં સામે જોઈને આ વાત પર ખૂબ હસ્યાં અને વિચાર્યું ચાલો, આમાંથી એક નાટક લખીએ અને આપણે જ ભજવીએ. પછી મને તારી સાથે આ વાત વહેંચવાનું મન થયું એટલાં માટે કે આ પ્રકારની વૃતિઓ કે વ્યવહાર પાછળના હેતુ,આશય કે કારણ શું હશે તેનું થોડું પીંજણ કરીએ.

મેં તો એક સારો જ અર્થ લીધો કે ઘેર બેઠાં સરસ હાસ્ય મળ્યું અને કશું સર્જવાની ઈચ્છા સળવળી! તારો સરસ પ્રતિભાવ આમાં જરૂર ઉમેરો કરશે તેની ખાત્રી છે. રાહ જોઈશ. એક હિન્દી શેર યાદ આવ્યો.

भगवान से वरदान मांगा कि दुश्मनो से पीछा छूडवा दो,
यार, क्या कहुं, अचानक दोस्त कम हो गये !!

ચાલ, આજે આટલું જ. અરે હા, તને અને તારા પરિવારને શુભેચ્છા પાઠવી દઉં. આજના વિશ્વની વર્તમાન અસલામતીના સંદર્ભમાં બીજી તો શું શુભેચ્છા હોઈ શકે ?

સલામત હો સહુ જગ જન, ફરે નિડર બની ચોપાસ,
રહે તન-મન તણી શાંતિ સદાયે વિશ્વને આવાસ. 

વધુ તારા પત્ર પછી.
દેવીની સ્નેહ યાદ
જાન્યુ.૨,૨૦૧૬

આપનો પ્રતિભાવ આપો..