|

Audio Song #8 ~ ગઝલ: કોઈ પણ અવસર વિના ~ કવિ: અશરફ ડબાવાલા ~ સ્વરકાર-સ્વર: માધ્વી મહેતા ~ સ્વર-સંગીત સંકલનઃ: અસીમ મહેતા  

મ્યુઝિક આલબમઃ
વાત તારી ને મારી છે
Audio Song # 8

YouTube Link:

Apple Music Link:
https://apple.co/3zBgg1n

Spotify Link:
https://spoti.fi/3QrDQ7v

Lyrics:
કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ
આંગણું ન હોય તો પાદરમાં ઉત્સવ માણીએ

મનના મુંબઈની ગજબની હોય છે જાદુગરી
હોઈએ અંધેરી ને દાદરમાં ઉત્સવ માણીએ

માછલી થઈને ન લાગે જીવ દરિયામાં કશે
તો પછી ખુદ જળ બની ગાગરમાં ઉત્સવ માણીએ

ભીંજવી ભીંજાઇ જાવાના ગયા દિવસો હવે
ચાલને વરસ્યા વિના વાદળમાં ઉત્સવ માણીએ

શ્રાપ છે કે છે કૃપા લેખણની અમને શું ખબર?
માંડવે ગુમસુમ અને કાગળમાં ઉત્સવ માણીએ

~ ગઝલ: કોઈ પણ અવસર વિના
~ કવિ: અશરફ ડબાવાલા
~ સ્વરકાર-સ્વર: માધ્વી મહેતા
~ સ્વર-સંગીત સંકલનઃ: અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:
આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૮.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાય છે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)

***

આપનો પ્રતિભાવ આપો..