Audio Song #6 (Female Duet) ~ ગીત: ‘ગીત મેં શોધી કાઢ્યું’ ~ કવયિત્રી: પન્ના નાયક ~ સ્વરકાર-સ્વર: હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ ~ સ્વર: નેહલ રાવલ
મ્યુઝિક આલબમઃ
વાત તારી ને મારી છે
Audio Song # 6
YouTube Link:
Apple Music Link:
https://apple.co/3z57et9
Spotify Link:
https://spoti.fi/3RWVth4
Lyrics:
ક્યાંક હવામાં અમથું અમથું
રમતું તરતું ગીત,
ગીત મેં શોધી કાઢ્યું.
ક્યાંક કિરણનાં ક્યાંક ઝરણનાં
ફૂલ પરણનાં સ્મિત,
ગીત મેં શોધી કાઢ્યું.
વૃક્ષ વૃક્ષનાં મૂળિયે મૂળિયે
ક્યાંક અજાણ્યાં સ્પંદન,
નીરવ રાતે નદી કરે છે
ઝીણું ઝીણું ક્રંદન,
ક્યાંક સ્પંદને ક્યાંક ક્રંદને
ઝરમર ઝરમર ઝરમર ઝરમર
ઝરમરતું સંગીત,
ક્યાંક હવામાં અમથું અમથું
રમતું તરતું ગીત.
ક્યાંક નહોતું ને આવ્યું ક્યાંથી?
જાણે કે એ અદીઠ સંગાથી,
લયમાં રણકે લયમાં ઝણકે
સણકે કોઈની સાવ સનાતન પ્રીત,
ક્યાંક હવામાં અમથું અમથું
રમતું તરતું ગીત.
~ કવયિત્રી: પન્ના નાયક
~ સ્વરકાર-સ્વર: હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
~ સ્વર: નેહલ રાવલ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:
આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946
(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૬.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાય છે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)
Very nice
આહા! નરી મધુરતા નિતરતો સ્વર અને મન ઝુમી ઊઠે તેવું સ્વરાંકન અને સંગીત, અદ્દભુત સમન્વય! ખૂબ ખૂબ અભિનંદન હેતલ-નેહલ. All the best for future.
Nice words good song .swar &best singer
Hetal, beautiful sweet song. Very nice voice and lovely flow of music. Beautiful composition.🥰🥰🥰🌹❤️
Mithu madhuru swarankan ne ewo j sumadhur swars . congratulations Hetalben .very proud of you .nehalben khub sunder duo
Shree pannaben na adbhut shabdo ne swar no sunder deh .maja padi
Tajgisabhar
So nice that you Found this Geet. It has truly spread its sent in the the whole atmosphere….!! Nilesh
ખૂબ સરસ મધુર ગીત અને સ્વરાંકન પણ ગીતને અનુરૂપ તાજગીભરેલ.
Well done Hetal. You’re the Best. Nilesh