|

સુગમ સંગીત : Audio Song #2 ~ પ્રશંસામાં નથી હોતી (ગઝલ) ~ કવિ: આસિમ રાંદેરી ~ સ્વરકાર અને સ્વર: અસીમ મહેતા ~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ

મ્યુઝિક આલબમઃ
વાત તારી ને મારી છે
Audio Song # 2

Apple Music link:
https://apple.co/3A8bJoW

Spotify Link:
https://open.spotify.com/album/54sg0Vi3UBQZnkmxxGkPYd?si=MN75UT7jS9-wEfGSwfqtrQ

Lyrics:
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે જે એક ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

~ કવિ: આસિમ રાંદેરી
સ્વરકાર અને સ્વર: અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 8850074946

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ ક્રમાંક-૨.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)

*** 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

8 Comments

  1. સરળ શબ્દો… હ્રદયના તાર ઝંકૃત કરતી ધૂન અને મખમલી કંઠ…. નો ત્રિવેણી સંગમ. ટોટલ મૉજ.

  2. ગઝલનાં શબ્દો, સ્વરકાર અને સંગીતકારનું અદ્દભૂત સાયુજ્ય માણવાની મજા આવી! અસીમ ભાઈ, આપને અભિનંદન🎉