| |

બે કાવ્ય (ગઝલ અને ગીત) ~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’ (જામનગર) ~ અંગ્રેજી અધ્યાપક

કવિ પરિચય: જામનગરની પ્રણામી હાઈસ્કૂલમાં અંગ્રેજી અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. ગઝલ અને ગીત ઉપરાંત નવલિકા – ટૂંકી વાર્તા અને માઈક્રો ફિક્શન પણ લખી છે. પ્રથમ ગઝલસંગ્રહ “ગોખમાં અજવાળું” ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પ્રકાશિત થયો હતો. અન્ય 3 સંયુક્ત ગઝલ સંગ્રહ છે.

૧. લખ્યું છે

આંખો નહીં પણ દર્પણમાંયે આ જ લખ્યું છે,
ઘરની હરેક ઈંટો પર રિવાજ લખ્યું છે.

નયનોની નમણી શેરીમાં પહોંચ્યાં ત્યારે,
જાણ્યું કે નીચી નજરોમાં લાજ લખ્યું છે.

તૂટી તૂટીને પણ સાચા પ્રેમનું ગાણું,
યુગોથી ઝરણાંએ પથ્થરમાં જ લખ્યું છે.

લાખો રોતી આંખોનાં નિ:સાસા ધરબી,
કોઈએ સંગેમરમર પર તાજ લખ્યું છે.

એથી તો બંસી રૂઠી છે કા’ના તારી,
એનાંયે સૂરોમાં તે રાધા જ લખ્યું છે.

પાને પાનાં જુઓ કિતાબેઈશ્ક તણાં,
હસતાં શબ્દોની પાછળ ડૂમાં જ લખ્યું છે.

હોય મહેલોનાં કે હો કૂબાનાં દોસ્તો,
અશ્રુ સૌનાં સ્પર્શો તો ઊનાં જ લખ્યું છે.

૨. રાધાજીનું નામ

કૃષ્ણ કલમ લઈ લખવા બેઠાં રાધાજીનું નામ
આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરીખું ગામ.

પૂર લખે કે નદી લખે કે લખે એ દરિયા સાત,
કાગળ વચ્ચે વ્હેતી મુકી ઝળઝળિયાની જાત
મોરપીંછના રંગો ઘોળી લખ્યું જ્યાં રાધા મુકામ
આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરીખુ ગામ.

પ્રીત શરણ છે પ્રીત ઝરણ છે પ્રીત છે યમુનાઘાટ
પાંપણનાં પનઘટ પર વાગે ઝાકળભીની છાંટ
અક્ષરભીના પરબીડિયામાં ચીતર્યા તીરથધામ
આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરીખુ ગામ

રાધા માખણ રાધા મિસરી રાધા ગોપી ગ્વાલ
રાધા જળની કંઠી આંખે દરસ બ્હાવરું વહાલ
જળસોંસરા વીંધીને એણે લિખિતંગ કર્યુ જ્યાં શયામ
આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરીખુ ગામ.

~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’

આપનો પ્રતિભાવ આપો..

69 Comments

 1. સર, તમારી કવિતા ની અમે સૌ આતુરતા થી રાહ જોતા હોઈએ છીએ. તમારી દરેક રચનાઓ બધા માટે પ્રેરણા નો સ્ત્રોત બની રહે છે. ઈશ્વર તમારી કલમ ને ખુબ સામર્થ્ય બક્ષે. એવી આશા સાથે 🙏

 2. કવિ, બસ આવી જ રીતે સુંદરતમ લખતાં રહો… ખૂબ ખોકબ અભિનંદન…

 3. શૈલેષભાઈ બંને ગઝલ ખૂબ સુંદર..ભાવવાહી સરળશૈલી અને વાંચવીગમે તેવી..

 4. ખૂબ સરસ કલ્પનો અને ભાવોની પ્રવાહિતતા શૈલેષભાઇ
  તમારી રચનાઓની વિશેષતા છે..સરસ ગઝલ અને ગીત.👌👌👌

 5. વાહ કવિ વાહ… બન્ને રચનાઓ સુંદર છે. આનંદ અને અભિનંદન.

 6. વાહ! અદ્ભૂત!
  પ્રત્યેક વખતે નવો આસ્વાદ, ને અભિવ્યક્તિ ચરમ પર!

 7. સરસ ગઝલ અને રસાળ ગીત
  કૃષ્ણગીતોમાં સરસ ગીતનો ઉમેરો

 8. ગીતનો લય તમને હસ્તગત છે એ માટે અભિનંદન. ગઝલ પણ સરસ છે.

 9. ખુબજ સરસ… શૈલેષ પંડ્યા…
  આપની કવિતા અને ગઝલ એકદમ સરળ શૈલીમાં તેમજ હદયને આનંદિત કરે છે.અને ખરેખર આપના સુંદર વિચારો કવિતા અને ગઝલના માધ્યમથી સામાન્ય માણસો સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવીજ રીતે આગળ પણ આવા સુંદર મજાના કાવ્યો તથા ગઝલોનો લ્હાવો અમને મળતો રહે તેવી અપેક્ષા સહ,ફરી એકવાર શૈલેષ પંડ્યાને ખુબ ખુબ અભિનંદન…

  1. આભાર નરેશભાઈ… આપ સૌ આ ગઝલ અને ગીત વાંચો છો.. એ ખુબ જ સારી વાત છે..

 10. પંડયા સરના ‘ગઝલના ગોખ’ માંથી માનવી પ્રત્યેની કરુણા, સહાનુભૂતિ નહિ પરંતું સમાન-અનુભૂતિ, શુભમાં શ્રદ્ધા, ઋજુતા અને ભીતરનું સત કાયમ ડોકિયાં કરતું જોવા મળે છે… અને આ સતના દીવડા ગુજરાતી પ્રજામાં ઝાકમઝોળ થાશે જ એવી વિશ્વાસ સહ શુભેચ્છા…

 11. સાહેબના શબ્દોમાં તિલકની જેમ તેજ પણ જોવા મળે છે અને મનને ટાઢક પણ આપે છે…

 12. ખુબ સરસ મારી શાળા ના અંગ્રેજી વિષય ના શિક્ષક જે શાળા ના પોતાના કામમાં હંમેશા ઓતપ્રોત હોય છે .વિદ્યાર્થીઓ ની પણ એટલીજ ચિંતા કરે છે .આ બધા માંથી સમય કાઢી પોતાની લેખન શૈલી ને પણ એટલોજ ન્યાય આપતા મારા સહકર્મચારી અને મિત્ર ને સાહિત્ય માં શિખર સર કરતા જોઈ આનંદ અનુભવું છું .તેઓ ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છા

  1. આભાર.. શ્રી ગોધાણીસર… આપનો અભિપ્રાય ખાસ છે.. આપની શુભેચ્છા ખરેખર મને ખુબ જ પ્રોત્સાહિત કરે છે.. આભાર

 13. It’s so wonderful. Ur pattern is so unique. It has its own perspective and very convincing. All d best.

 14. કવિશ્રી શૈલેષ પંડ્યા ‘નિશેષ’ની ખૂબ સુંદર ગઝલ અને ગીત
  જળસોંસરા વીંધીને એણે લિખિતંગ કર્યુ જ્યાં શયામ
  આંખેથી વાદળ થઈ વરસ્યું ગોકુળ સરીખુ ગામ.
  ખૂબ સ રસ
  આંખો નહીં પણ દર્પણમાંયે આ જ લખ્યું છે,
  ઘરની હરેક ઈંટો પર રિવાજ લખ્યું છે.
  વાહ્
  યાદ,
  તૂટી ગયું છે તો યે દર્પણ મને ગમે છે.
  કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.

 15. Superb creation..ek English teacher no gujarati bhasha…matru bhasha pratey no prem j daad magi le che…banne kavyo e maja karavi didhi..pan Radaji e to man mohi lidhu…” Radha makhan..Radha misriii…wah wah..Mr. pandya…kadach Radha aa vanche to te pan boli uthe k mara man na bhav ne aatla sundar rite shabdo ma utaraya kone ?? Aafreen..aafreen…bas..aam i tamari Kalam par Saraswati na aashirwaad utare tevi subhashish…

  1. શું કહેવું… આપ જેવા ભાવકો મળ્યાં છે ને એટલે લખાય છે.. ખરેખર આપનો ઋણી…. શૈલેષ પંડ્યા નિશેષ

 16. ખુબ જ સરસ સાહેબ શ્રી , આપ ના સંગ્રહ ની એક બુક બનાવો આવી મારી ઈચ્છા છે ,

  1. હા.. નિમેશભાઈ.. આપનું સુચન માન્ય….બીજો ગઝલ સંગ્રહ તૈયાર જ છે.. બસ છપાવવાની માથાકૂટમાં પડયો છું.. અને આ કોરોનાને કારણે બધું અટકયુ છે..

 17. ગુજરાતી સાહિત્યને અંગ્રેજી શિક્ષકોથી છેક મેઘાણીથી લેણું છે. શૈલેશ પંડ્યા આ પરંપરાની આગળની કડી છે.
  એમની કવિતા પણ એમના જેવી. શાંત, સૌમ્ય, પરાણે વહાલી લાગે એવી. ભાવ અને પ્રતિકોની રંગોળી. શબ્દોની સાધના શૈલેશભાઈએ પુરી નિષ્ઠાથી કરી છે, ર.પા. કહે તેમ ‘પાંચે આંગળીએ પૂજ્યા’, એટલે શબ્દો બહુ સહજતાથી એની કને આવે છે. જેમ વૃક્ષ પર પંખી બેસે તેમ, જેમ વહેતી નદી કિનારાને મળી ઘેલી ઘેલી થતી હોય એમ, જેમ પરોઢનું અજવાળું શાંતિથી પોતાની જગ્યા કરતું હોય એમ શબ્દો કવિતામાં ગોઠવાઈ જાય છે, એટલે ભાવકને પણ એની કવિતા સ્વાદિષ્ટ કોળિયા જેવી આસ્વાદ્ય લાગે છે.

  કમલેશ ઉપાધ્યાય
  ગારીયાધાર.
  7990252121

  1. વાહ.. આપનો પ્રતિભાવ પણ મલ્હાર જેવો.. હો… ધોમધખતી ધરા પર વર્ષાનાં બે ચાર ફોરાં પડે અને જે મહેક પ્રગટે એવી મહેક આપનાં અભિપ્રાયમાંથી પ્રગટે છે. ભાષાની વાત કરું તો મારી મા છે ગુજરાતી…. એટલે મને ગુજરાતી ગમે છે. આપનો અભિપ્રાય પણ મને ગમે છે.. બસ કારણ નહી જ આપું કારણ મને ગમે છે.. આભાર આભાર આભાર.. કમલેશભાઈ

 18. ખુબ ખુબ સુંદર અદભુત પ્રશંસનીય અભિનંદન👌👌💐

  1. ઓહો… અક્ષયભાઈ.. ભાણાભાઈ.
   મજે મોજ.. આપનો પણ ખોબલે ખોબલે આભાર.

  1. આપ ભાવ સુધી પહોંચો એ જ મારી ઉપલબ્ધિ… મારા વિદ્યાર્થીઓ હંમેશા મને ગમે છે.. બસ કારણ નહીં જ આપું કારણની જરુર જ નથી.. મહેશ મારો અતિ સંવેદનશીલ અને પ્રિય વિદ્યાર્થી છે.. હતો અને રહેશે..

  1. આભાર મારી દીકરી… તું તો મારી પરી છે.. બેટા.. તું અને આજની પેઢી આ વાંચે.. મને વાંચે એનાથી મોટું ગૌરવ શું હોઈ શકે બેટા….

  1. નિરાગભાઈ આપનો અભિપ્રાય ખુબ જ મુલ્યવાન છે. આપ કામધેનું યુનિવર્સિટીમાં રજી.. છો અને તો પણ મારી ગઝલ માટે સમય ફાળવી આસ્વાદ્ય કરો છોએ ખુબ પ્રસંશનીય.. આપનો ખુબ ખુબ આભાર.. સરજી