પાનખરમાં પાંદડાં (ગઝલ) ~ ડૉ. દક્ષેશ ઠાકર ~ સ્વરાંકન-સ્વર: જ્હોની શાહ
પાનખરમાં પાંદડા ખરતા રહે
માણસો એ રીતથી મરતા રહે
જે ખભા પર વહાલ ઝીલાયું હતું
એ ખભા પર લાશ ઊંચકતા રહે
આ સમય કેવો છે કપરો શું કહું?
માણસોને માણસો નડતા રહે
જો, કરામત કુદરતે કેવી કરી
ડર વગર પંખી અહીં ચણતાં રહે
છે ઉદાસી આભને પણ કેટલી
હર ક્ષણે જો તારકો ખરતા રહે
~ ડૉ. દક્ષેશ ઠાકર
.
ડૉ. દક્ષેશ ઠાકરની મજાની ગઝલ ‘પાનખરમાં પાંદડાં’નું જ્હોની શાહનુ સ રસ સ્વરાંકન એવં સ્વર: