આકાશ ઘેરી રાતે (કાવ્ય) ~ કવિ આનંદ (બંધુત્રિપુટી મુનિશ્રી મુનિચંદ્રજી)
અને અર્ચના શાહ
તબલા સંગત: વિમલ શાહ
નીકળે છે ઠાઠ સાથે આકાશ ઘેરી રાતે
ખોલે છે નિજ ખજાનો, આકાશ ઘેરી રાતે
એ લાખ-લાખ આંખે વાતો કરે છે રાતે
ચૂપચાપ એ નિહાળે ધરતીને ઘેરી રાતે
વીંટ્યાછે બાજુબંધો નક્ષત્ર ને ગ્રહોનાં
ને મુગટ ચન્દ્રમાનો ધારણ કરે છે રાતે
જ્યાં ડોકિયું કરે છે દરિયાના આયનામાં
ખુદ પર પડે છે મોહી, આકાશ ઘેરી રાતે
જો, આંખમિચોલીમાં જાણે કહી રહ્યું છે
બસ શાંત ખુમારીમાં ડૂબો આ ઘેરી રાતે
~ કવિ આનંદ
(બંધુત્રિપુટી મુનિશ્રી મુનિચંદ્રજી)
આકાશના ઠાઠ અને કુદરતી ખજાનાની સુંદર વાત કાવ્ય મય રીતે,બંધુ ત્રિપુટીમાંના કવિ શ્રી આનંદે કરીને પ્રસન્નતાનું સામ્રાજ્ય રચી દીધું!
કવિ આનંદ નુ સુંદર કાવ્ય આકાશ ઘેરી રાતેનુ સ્વરાંકન – સ્વર : જ્હોની શાહ અને અર્ચના શાહ દ્વારા મધુરુ ગાન
ધન્યવાદ
Great creation, Great exhibition.
સરસ કવિતા. દરિયાના આયનામાં ડોકિયું કરતા આકાશની કલ્પના તાજગી સભર,મુગ્ધ કરનારી છે.