લઈ જાય છે (ગઝલ) ~ ભાર્ગવી પંડયા ~ સ્વરાંકન – સ્વર: ડૉ. સંજીવ ધારૈયા    

કવયિત્રી ~ ભાર્ગવી પંડ્યા
સ્વરાંકન – સ્વર: ડૉ. સંજીવ ધારૈયા 

સાંજની વેળા મને તારા સુધી લઈ જાય છે,
શોધ તારી છેક સિતારા સુધી લઈ જાય છે.

ભીંત પર હલતો રહે આકાર પીળો જ્યોતનો,
એ જ દીવો ગાઢ અંધારા સુધી લઈ જાય છે.

આવશે કે કેમ ? અવઢવ કાયમી એના વિશે,
સાવ સુક્કી આંખ વરતારા સુધી લઈ જાય છે.

લાવ, ઈચ્છાઓ ઉછાળું, આખરી અવકાશમાં,
રિક્તતાનો સ્પર્શ સંથારા સુધી લઈ જાય છે.

હાથ પકડી જિંદગીનો, એ સતત સાથે રહ્યો ,
તું ખુદા કેવો મને મારા સુધી લઈ જાય છે .

~ ભાર્ગવી પંડ્યા

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. કવયિત્રી ~ ભાર્ગવી પંડ્યાની મજાની ગઝલ લઈ જાય છે નુ મધુર સ્વરાંકન – સ્વર: ડૉ. સંજીવ ધારૈયા દ્વારા માણવાની મજા આવી

    1. I wish there were more poetries on this portal. Poetries published elsewhere by popular poets.

  2. For quite sometime only short stories were offered on this platform. I’m happy that you have offered a good ghazal. I would suggest that every some memorable poetry should be given for readers’ pleasure. It’s alright if it is not absolutely new. You may entertain poetry lovers by offering them Suresh Dalal, Ramesh Parekh, Manoj Khanderia and many others.
    Anubhav Vashani

    1. Because of Varta Shibir Held on 12-13-14 February… We have focused on Short stories.. As Follow up part of Shibir Thanks for your inputs